SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શાસનસમ્રાટ * જવાબમાં શેઠ મનસુખભાઈ કહે: આપ સાહેબ શહેરમાં પધારે, ત્યાં અમે બધાં ટીપમાં પૈસા એકત્ર કરીશું. એમાંથી એ તીર્થને ઉદ્ધાર કરાવીશું. આ સાંભળીને પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “શેઠ ! આવી રીતે બાવાની લંગોટી ભેગી કરીને બુંગણું બનાવવા જેવું આપણે નથી કરવું. આમાં કોઈ વધારે ખર્ચની જરૂર નથી. ફક્ત ૨૫ હજાર રૂા. એટલે ખર્ચ કરવામાં આવે, તે ત્યાં જિનાલય તૈયાર થઈ જાય તેમ છે.” તરત જ મનસુખભાઈએ કહ્યું. તે સાહેબ ! એ ૨૫ હજાર રૂા. હું જ આપીશ. ધન્ય તીર્થભકિત, ધન્ય ગુરૂભકિત, ખરેખર ! આવાં શ્રેષ્ઠિરનેથી જ શાસન ઉજમાળ બન્યું છે. ત્યારપછી પૂજ્યશ્રીએ ભવ્ય સામૈયાપૂર્વક નગર-પ્રવેશ કર્યો. પાંજરાપોળ-ઉપાશ્રયે પધાર્યા. હવે-જે કાર્ય માટે પૂજ્યશ્રી પુન: અમદાવાદ પધારેલા, તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના બંધારણની પુનર્રચના માટે માર્ગદર્શન આપવાનું કાર્ય શરૂ કર્યું. એ પહેલાં આપણે પેઢીના પૂર્વ-ઈતિહાસનું જરા વિહંગાવલેકન કરી લઈએ. નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈ આ પેઢીના આદ્યસંસ્થાપક. તીર્થરક્ષા માટેની તેમની આપસૂઝ અને ધગશ અપૂર્વ હતી. શ્રી શંત્રુજય મહાતીર્થ ઉપર આવેલી ઉજમફઈની ટુંક એમણે બંધાવેલી. ધર્મશાળાઉપાશ્રય વિગેરે તેમણે અનેક ગામમાં બંધાવેલા. - ઈ. સ. ૧૮૫૭ ના બળવા પ્રસંગે તેમણે બ્રિટીશ સરકારને ઘણી મદદ આપેલી. પિતાના વિશાળ વ્યાપાર-વ્યવહારને માટે તેમણે અમદાવાદથી ઈદર સુધી પિતાનું ખાનગી ટપાલ ખાતું રાખેલું. તે ટપાલ ખાતાને આશ્રય સન્ '૫૭ ના બળવા-વખતે સરકારને લેવા પડેલ. બળવો શમાવવા માટે સરકારને આ ટપાલ ખાતું ઘણું જ મદદગાર નીવડેલું. આ તથા આવા અન્ય અનેક યશસ્વી કાર્યોને લીધે સરકારે તેમને “રાવબહાદુરને માનવંતે ઈલકાબ આપે. આ ઉપરાંત તેઓ મુંબઈની ધારાસભાના સ્થાપન સમયથી જ તેના માનદ સભ્ય હતા. અમદાવાદ શહેર સુધરાઈ (Municipality) ના પ્રમુખ, તથા ઓનરરી માજીસ્ટ્રેટ હતા. અને આ બધાથી વધારે તે તેઓ અમદાવાદના શ્રીમાન નગરશેઠ હતા, બંગાળના જગશેઠની બરાબરી કરે એવા. છેટલાં કેટલાંક વર્ષોથી પાલિતાણુ-રાજ્ય સાથે જેની અથડામણ ચાલતી હતી. એને લાભ લઈને એકવાર (સં.૧૯૩૨- સન ૧૮૭૬ માં) પાલિતાણુ-ઠાકરે શેઠશ્રી ઉપર ચારીને આરોપ મૂક્યો. જો કે તેના પરિણામે ઠાકરને શેઠની માફી માગવી પડી હતી. પણ આવા અનિષ્ટ રાજદ્વારી સંગે જોતાં શેઠને તીર્થ–રક્ષણની મજબૂત વ્યવસ્થા જરૂરી જણાઈ. તેથી તેમણે વિ.સં. ૧૯૩૬ માં અખિલ હિંદુસ્તાનના સમગ્ર સંઘનું અમદાવાદમાં સંમેલન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy