________________
પિઢીને પૂર્વ-ઈતિહાસ, બંધારણની પુનરચના, અને ગુરૂભક્ત શ્રેષ્ઠિવર્યને સ્વર્ગવાસ.
૧૨૭ થડે દૂર ગયા, ત્યાં તો વળી એક આશ્ચર્યકારક દશ્ય નજરે પડ્યું. જાણે આજને દિવસ આશ્ચર્યને દિવસ જ હતો. બરાબર માર્ગના મધ્યમાં એક નીલવરો નાગરાજ કુંડલાકારે બેઠો હતો, અને ફણાને છત્રવત્ ફેલાવીને ડેલી રહ્યો હતે.
આ દશ્ય જોઈને પૂજ્યશ્રીને થયું કેઃ “નક્કી આ અધિષ્ઠાયક-દેવને જ પ્રભાવ છે. આપણે ખોટા રસ્તે ચડી ગયા છીએ, માટે આપણને સત્ય માર્ગ બતાડવા માટે જ તેઓ આ પ્રમાણે કરે છે.”
આવો વિચાર આવવાથી તેઓશ્રી ત્યાં જ બેઠા. અને હવે પાછા જવું કે આગળ વધવું તેની વિચારણા કરવા લાગ્યા. ત્યાં તો
ફરીવાર આકાશમાં વીજળી ઝબૂકે એમ દિવ્ય–વાણી પ્રગટીઃ “તમે આ જમણે રસ્તે જાવ, તે રસ્તે એક શ્વેત ખેતર આવશે, તેમાં રહેલી પગદંડીએ ચાલશે તે તમારા અભીષ્ટ ગામની નજીકમાં જવાશે.”
આ વાણી વિરમ્યા પછી પૂજ્યશ્રીએ પુનઃ પૂર્વવત્ વાણીના વદનારને આહાન કર્યું, પણ પ્રત્યુત્તરમાં શૂન્ય. આથી તેઓશ્રીને દઢ નિશ્ચય થઈ ગયો કે–શ્રી શેરીસામહાતીર્થના જાગૃત અધિષ્ઠાયક દેવને જ આ પ્રભાવ છે અને એમણે જ આકાશવાણી તથા સર્ષરૂપ કરવા દ્વારા આપણને સાચો રસ્તો બતાવ્યો છે. તરત જ તેઓશ્રી સપરિવાર જમણે રસ્તે ચાલ્યા. થોડે દૂર ગયા તે સાચે જ એક વેત (કપાસનું) ખેતર આવ્યું. તેમાં કેડી-રસ્ત પણ હતે. એ રસ્તે ચાલ્યા, અને થોડી વારમાં તે ઓગણજ ગામ આવી ગયું.
માગશર સુદ ૧૦ ને એ દિવસ હતો. મહાપુરુષને દેવો પણ સહાય કરે, તે આનું નામ.
[૩૨] પેટીને પૂર્વ-ઈતિહાસ, બંધારણની પુનર્રચના, અને ગુરૂભકત શ્રેણિવર્યને સ્વર્ગવાસ.
મૌન–એકાદશીની મંગળ આરાધના ઓગણજમાં કરીને બારશના દિવસે પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા. પ્રવેશ-રામયને વાર હોવાથી તેઓશ્રી એલીસબ્રીજ તરફ આવેલા નગરશેઠના રસાલાવાળા બંગલે બિરાજ્યા. અહીં નગરશેઠ કસ્તુરભાઈ શેઠ મનસુખભાઈ જમનાભાઈ, પુરુષોતમભાઈ મગનભાઈ દલપતભાઈ મગનભાઈ, વિગેરે શ્રેષિ-શ્રાવકે વંદન માટે આવ્યા.
તે સમયે પૂજ્યશ્રીએ તેમને બધાંને શેરીસાની વાત જણાવી અને કહ્યું કેઃ ફકત ૧૫ માઈલ જ દુર હોવા છતાંય આ તીર્થની કેઈએ ખબર રાખી નથી, એ ખેદકારક વાત છે. હવે તો આવી આશાતના ન થાય તેની તકેદારી સૌએ રાખવી જ જોઈએ.
હવે આ પ્રાચીન મહાતીર્થને ઉદ્ધાર કરવા જેવો છે.” ૧. જ્યાં હાલ સિદ્ધ સંન્યાસાશ્રમ’ છે, તે જગ્યાએ નગરશેઠના રસાલાવાળાને બંગલો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org