SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ યે શેરીસાનાથ ૧૨૫ " નગર અને દેરાસરને દવંસ થવા છતાંય શ્રીસંઘની કુશળતાને લીધે અમુક જિનબિંબ અક્ષત રહી જવા પામ્યા. આ બનાવ બન્યા પછી થોડા સમયમાં તો એ તીથ અને એ બિબે લેકેના માનસપટમાંથી ભૂંસાઈ ગયા. , ત્યાર પછી તે ત્યાં શેરીસા ગામ પણ વસ્યું. ત્યાં જૂનું દેરાસર અત્યારે ખંડિયેર દશામાં પડયું હતું. ગભારાની બારસાખે જૂની-પત્થરની અને કલા-કતરણીયુક્ત હતી, પણ તે તુટીફૂટી અવસ્થામાં હતી. ગભારાની અંદર બે કાઉસગ્ગાકાર જિનબિંબ, તથા શ્રીશેરીસા પાર્શ્વ પ્રભુની ફણાયુક્ત પ્રતિમા, બિરાજતા હતા. દેરાસરની બહાર નીકળી ગામ તરફ જતાં ડેક દૂર એક ટેકરે છે, તેની ઉપર એક ભવ્ય પ્રતિમા હતી. તે પ્રતિમાને પત્થર-શિલા માનીને કે તેના પર છાણું થાપતા. અને કેટલીકવાર શ્રીફળ પણ વધેરતા. એ કારણથી પ્રતિમાના ઢીંચણને ભાગ સહેજ છેલાયો હતો. બાકી સર્વાગે અખંડ હતી. આમ અનેક અવશે જીર્ણ-શીર્ણ દશામાં પડ્યા હતા. કેટલીક વસ્તુઓનો તે કોઈને ખ્યાલ પણ ન હતો. પણ હવે લોકોના સદભાગ્ય જાગ્યા હતા. અત્યાર સુધી જીર્ણદશામાં રહેલા એ મહાતીર્થના ઉદ્ધારને સમય પાકી ગયે હતો. અને એટલા જ માટે જાણે આપણું મહાન ચરિત્રનાયક સૂરિભગવંતશ્રીનું કલેલ ગામે પધારવું થયું હતું. સં. ૧૬૯ ને એ માગશર મહિને હતો. અમદાવાદના અગ્રણીઓની વિનંતિને સ્વીકાર કર્યા પછી અમદાવાદ જવા માટે તેઓશ્રી કલેલ પધાર્યા હતા. આજથી ૯ વર્ષ પૂર્વે આ જ ગામના રહેવાસી શા. ગોરધનદાસ અમુલખભાઈ વિગેરે ભદ્રાત્માઓ પૂજ્યશ્રીના પાવન ઉપદેશથી ઢંઢીયામાંથી મૂર્તિપૂજક બનેલા. એ ગેરધનદાસ તથા મોહનલાલ કેઠીયાનું ધ્યાન શેરીસાના જિનબિંબ પ્રત્યે ઘેરાયેલું. એટલે તેમણે પૂજ્યશ્રીને શેરીસા ગામ અને પ્રતિમાઓ સંબંધી સર્વ હકીક્ત નિવેદન કરવા સાથે જણાવ્યું કે–સાહેબ ! આપશ્રી જે ત્યાં પધારે, તે એ પ્રતિમાઓની આશાતના ટળે. બાકી તો એનું ધ્યાન રાખનાર કેઈ નથી. - પૂજ્ય શ્રીમાન શેરીસાતીર્થને ઈતિહાસ-વર્ણન તો જાણતા જ હતા. તે મહાતીર્થના અવશેષો હજુ છે, એ વાત ગોરધનભાઈ પાસેથી જાણતાં જ તેઓશ્રીએ વિના વિલંબે શેરીસા પધારવાની તૈયારી કરી. બપોરના સમયે વિહાર કર્યો. ૪ માઈલને પંથ કાપતાં કેટલી વાર? જોતજોતામાં પૂજ્યશ્રી સપરિવાર શેરીસા પહોંચી ગયા. તે દિવસે તે દેરાસર, તેમાં રહેલી મૂર્તિઓ, અને પેલા ટેકરા પર રહેલી મૂર્તિ વિગેરેના દર્શન કર્યા. પૂજ્યશ્રીએ શ્રીશેરીસા પાર્શ્વ પ્રભુની ગદ્ગદકઠે-ભક્તિસભર હૈયે ૧. અહીં એક મત એવો પણ છે કે-' પહેલાં (૧૩ મા શતકમાં) પ્રજ્ઞાપુર અથવા સેનપુર નામે વિશાળ નગર હતું. ત્યાં શ્રીદેવેન્દ્રસૂરિજી મ. પધાર્યા, અને અન્ય સ્થળેથી શ્રી પાર્શ્વપ્રભુ વિગેરે જિન-પ્રતિમા લાવીને ત્યાં સ્થાપન કર્યા. તેથી એ તીર્થની પ્રસિદ્ધિ થઈ. જે વિભાગમાં દેરાસર હતું, તેનું નામ શેરીસાંકડી હતું. (અતિગીચ વસતિને કારણે દેરાસરમાં જવા માટેની શેરી પણ સાંકડી બની ગઈ. આથી એ સ્થાન શેરીસા અને કડી નામે વિખ્યાત થયું. જેન પરંપરાનો ઈતિહાસ, ભાગ-૨, પૃષ્ઠ ૪૦૬). કાળક્રમે એ નગરનો વિનાશ થયે, દેરાસરને પણ ધ્વસ થયા. અને શેરી સાંકડી નામને એ વિભાગ હાલના શેરીસા અને કડી એ બે ગામરૂપે પરિણામ પામ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy