SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ તારના શુકનિયાળ શ્રી ગણેશ ૧૦૧ : “શ્રી કદમ્બગિરિજીમાં બિરાજમાન શ્રી આદીશ્વરપ્રભુના ગણધર શિષ્ય-શ્રીનાભગણધરને ચકવતી ભરતદેવે પૂછયું : હે ભગવન્! આ અતિવિખ્યાત થયેલા ગિરિરાજ શે પ્રભાવ છે? તે કહો. ગણધર ભગવંત બોલ્યા હે ચકિન ! આ ગિરિવરના પ્રભાવની તમને જિજ્ઞાસા છે, તે તમે ધ્યાન દઈને એ પ્રભાવ સાંભળે. ગત–ઉત્સર્પિણીકાળમાં “શ્રી સંપ્રતિજિને નામે ચાવીશમાં તીર્થકર થયા. તેમના “શ્રી કદમ્બ નામના ગણધર એક ઝાડ મુનિવરોની સાથે આ ગિરિવર પર સિદ્ધિપદ પામ્યા, માટે આ ગિરિનું નામ “શ્રીકદમ્બગિરિ પ્રસિદ્ધ થયું. આ શ્રીકદમ્બગિરિમાં દિવ્ય પ્રભાવથી ભરપૂર ઔષધિઓ, રસÉપાઓ, નખાશે, અને કલ્પવૃક્ષો વિ. દિવ્ય વસ્તુઓ રહેલી છે. ઉત્તમ વાર યુકત દિવાળીના દિવસે, અને અને ઉત્તરાયણ (મકર) સંક્રાતિના દિવસે જે પુરુષ આ ગિરિ ઉપર મંત્રમંડળ આલેખીને મંત્રજાપ કરે, તેને દેવો પ્રત્યક્ષ થાય છે. આ સંસારમાં એવી કઈ ઔષધિ નથી, એવા કઈ રસકુ નથી, કે એવી કઈ મહાસિદ્ધિઓ નથી, જે આ ગિરિરાજમાં ન હોય. સકળ સિદ્ધિઓના આવાસ સમે આ ગિરિરાજ જે દેશમાં વિલસી રહ્યો છે, તે સૌરાષ્ટ્ર દેશવાસી લેક દારિદ્રયથી ન જ પીડાય. અને આવા મહાન પ્રભાવ-ભરપૂર કદમ્બાચલની છાયા મળવા છતાંયે જે આત્માનું દારિદ્રય નષ્ટ નથી થતું, તે ખરેખર ! આ દુનિયામાં કદાચ સર્વાધિક નિભગી છે. જે પુણ્યશાલી પ્રાણી ઉપર આ ગિરિવર પ્રસન્ન થયે, તેની ઉપર કામધેનુ, કલ્પવૃક્ષ, અને ચિન્તામણિ, એ બધાં પ્રસન્ન જ છે, એમ સમજવું. - નિર્ભાગી આત્માનું દારિદ્રય જેમ આ ગિરિ દૂર કરે છે, તેમ આ કદંબગિરિ ઉપર રહેલી દી૫ક સમી દિવ્ય ઔષધિઓ પિતાના પ્રકાશમાન કિરણો વડે રાત્રિને વિષે અંધકારને પણ હરે છે. રૂચકાચલની જેમ આ ગિરિ ઉપર પણ અભીષ્ટફલદાયક છાયાવૃક્ષો અને કલ્પવૃક્ષે શાશ્વતકાળથી છે, અને તે પ્રાણિઓને સ્વેચ્છા મુજબ ફળ આપે છે. વર્ષા ઋતુમાં વાદળ-દળથી ઢંકાયેલા સૂર્યના કિરણે જેમ મનુષ્યને દૃષ્ટિગોચર નથી થતા, તેમ એ દિવ્ય-કલ્પવૃક્ષાદિ આ ગિરિમાં હોવા છતાં કાલ-હાનિના પ્રભાવે નહિ દેખાય. શ્રી યુગાદીશ્વર પ્રભુના પગલાં સહિત રાયણવૃક્ષવાળા-શ્રી શત્રુંજય ગિરિના મુખ્ય શિખરની જેમ તેનું આ શ્રી કદમ્બગિરિ-શિખર પણ પાપ-પંકને નાશ કરનારું છે. આ લેક અને પરલેકમાં ઉપકારક આ શિખર અત્યારે જેમ અતિવિખ્યાત છે. તેમ ભાવિમાં પણ ખૂબ ખ્યાતિને પામશે. આવો આ મહાતીર્થને-કદંબગિરિને અચિંત્ય મહિમા છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy