________________
૯૪
શાસનસમ્રાટ,
કુમારિકાએ પ્રભુને રક્ષા પિટલી બાંધી હતી. એ પ્રમાણે દિશાકુમારિકાઓનો મહોત્સવ પૂર્ણ થયો હતે.
જેક સુદિ ૧૦ મંગળવારે ઇદ્રોએ મેરૂ પર્વત ઉપર પ્રભુને લઈ જઈને કરેલા સ્નાત્રાભિષેકવત્ અહીં પણ ખાસ મેરૂની જ ઉપર ચૂલિંકાવાળા ચૈત્યની અંદર સૌધર્મેદ્રને આદેશ મેળવેલ ગૃહસ્થ શેઠ સ્તનજી વીરજી પ્રભુને ખોળામાં થાળની અંદર લઈને બેઠા હતા. તે વખતે તેના ચાર બીજા રૂપ પિતાપિતાના કાર્યમાં સાવધાન હતા. અર્થાત્ એક છત્ર ધરી રહ્યા હતા, બે ચામર વીંઝતા હતા, અને એક વા ઉલાળતા આગળ ઉભા હતા. પછી ત્રેસઠ ઇંદ્રોએ કમર પંચામૃતથી ભરેલા સુવર્ણાદિના કુંભ વડે પ્રભુને અભિષેક કર્યો હતે. જેથી મેરૂ પર્વતે પણ સ્નાત્રને લાભ મેળવ્યું હતું. ત્યારબાદ ઈદ્રાણીઓ તરીકે આદેશ મેળવેલી સૌભાગ્યવંત સ્ત્રીઓએ મેરુપર્વત પર ચડીને પ્રભુને અભિષેક કર્યો હતો. ત્યારપછી સામાન્ય દેવદેવીઓએ અભિષેક કર્યો હતો. અભિષેકનું કામ પૂર્ણ થયા પછી વસ્ત્રવડે નિર્જળ કરી ચંદનાદિનું વિલેપન કર્યું હતું. તથા પુષ્પ ચડાવ્યાં હતાં. અને અગ્રપૂજા કરી હતી. આ પ્રમાણે ૬ ૩ ઇંદ્રિોને અભિષેક મહોત્સવ પૂર્ણ થતાં સૌધર્મેદ્રનો અવસર આવ્યા એટલે ઈશાનંદ્રને આદેશ મેળવનાર ગૃહસ્થ પ્રભુને ખળામાં લઈ સૌધર્મેન્દ્રવાળે આસને મેરૂ ઉપર બિરા
જ્યા હતા. તે વખતે સૌધર્મેન્દ્રના પાંચ રૂપોએ વૃષભાકૃતિના કળશે વડે પ્રભુને અભિષેક કર્યો હતો, અને બીજા ઇંદ્રો છત્રચામરાદિ ધરી રહ્યા હતા. પછી સૌધર્મેદ્ર પૂજા કરી, આરતી ઉતારીને પ્રભુની સ્તવના કરી હતી. પ્રાંતે ઈશાન ઈદ્રના ખોળામાંથી પ્રભુને લઈને સૌધર્મેન્દ્ર પ્રભુને માતૃગૃહે (સ્વસ્થાનકે) પધરાવ્યા હતા.
આ ઈદ્રકૃત સ્નાત્ર મહોત્સવને ઉત્સાહ અપૂર્વ હતો. ચારે બાજુ આનંદના ઘોષ થઈ રહ્યા હતા. વાજીંત્ર વાગી રહ્યા હતા. અને જાણે સાક્ષાત્ ઈદ્ર જ પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ જઈ સ્નાત્ર કરતા હોય તેવો ભાસ થતો હતો. આ મહોત્સવની ઉપજ પણ ઘણું સારી થઈ હતી. ટુંકમાં આ મહોત્સવના આનંદનું વર્ણન લખી શકાય તેવું નથી એટલું જ લખવું બસ છે.
ઈદ્ર ભગવંતનો જન્મોચ્છવ કરીને નંદીશ્વરદ્વીપે જતા હોવાથી તે દિવસે બપોરે નંદી શ્વરદ્વીપની પૂજા એટલા બધા ઠાઠ સાથે ભણાવવામાં આવી હતી કે તે વખતને આલ્હાદ પણ અપૂર્વ દષ્ટિગત થતો હતો.
જેક સુદિ ૧૧થે મહોત્સવની સમાપ્તિ કરવામાં આવી હતી. આ મહત્સવમાં ત્રણ વરઘેડા ચઢાવવામાં આવ્યા હતા. તે દરેક રાજ્યસંબંધી નગારું નિશાન હાથી તથા પાયદળ સેના વગેરે સાધનોથી અને ઇન્દ્રવજાદિ દેરાસરના સાધનોથી તેમજ બેન્ડ વગેરે વાજીથી ઘણું સરસ ચડ્યા હતા. અને તેની અંદર સાજન મહાજન તો સંખ્યાબંધ ચાલતું હતું.
આ મહોત્સવને અંગે શ્રીભાવનગરના સંઘે કરેલા ખર્ચ ઉપરાંત એક દિવસની આંગીપૂજાને તેમજ શ્રીફળની પ્રભાવનાને ખર્ચ આપવાનું શેઠ મનસુખભાઈ ભગુભાઈએ કહ્યું હતું. અને શેઠ પોપટભાઈ અમરચંદ તથા શેઠ રતનજી વીરજીએ શુદ ૭ તથા શુદ ૯ મે નાના નાના સ્વામીવાત્સલ્ય કર્યા હતા. મહુવાના ગૃહસ્થોએ શુદ ૩ જે પતાસાંની પ્રભાવના કરી હતી.
આચાર્યપદારોપણને દિવસે આખા શહેરની અંદર તમામ પ્રકારના આરંભના કાર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org