________________
સુરિચક્રચક્રવર્તી
ખંભાતમાં છોકરાઓને ધાર્મિક શિક્ષણ માટે સ્થાન હતું. પણ છોકરીઓને માટે એવું કેઈ સ્થાન ન હોવાથી તેમને પણ ધાર્મિક-વ્યવહારિક શિક્ષણ મળે એ હેતુથી પૂજ્યશ્રીએ શ્રી સંઘને ઉપદેશ આપીને “શ્રી વૃદ્ધિવિજયજી જૈન કન્યાશાળા” ની સ્થાપના કરાવી.
કન્યાશાળા માટે પૂજ્યશ્રીના ઉપદેશથી ભાવનગર તેમજ અમદાવાદના ગૃહસ્થ તરફથી એક મકાન વેચાણ લેવામાં આવ્યું. તેમાં કન્યાશાળા ચાલવા લાગી. ખંભાતના શ્રીસંઘે એ કન્યાશાળાના નિભાવ માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી કાયમી અને સારું એવું નિભાવફંડ કર્યું.
ચોમાસા પછી-પૂજ્યશ્રીને કાઠિયાવાડ તરફ પધારવા માટે વડીલ ગુરૂબંધુ પૂ.પં. શ્રી ગંભીરવિજયજી મ. તરફથી વારંવાર પ્રેરણું થતી હતી. તેઓશ્રીએ ભાવનગરના આગેવાનોને વિનંતિ કરવા પણ મોકલ્યા હતા. વળી ચાલુ વર્ષમાં (૧૯૬૪માં) ભાવનગરમાં અખિલ ભારતીય જેન વેતામ્બર મૂર્તિપૂજક કોન્ફરન્સનું અધિવેશન ભરાવાનું હતું, જેના પ્રમુખ શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ થવાના હતા. તેમની પણ તે *
તે અંગે ત્યાં પધારવાની આગ્રહભરી વિનંતિ હતી. પણ કલેલમાં પૂજ્યશ્રીના ઉપદેશથી શેઠ જમનાભાઈ તરફથી તૈયાર થયેલા જિન-મંદિરની પ્રતિષ્ઠા કરાવવાની હોવાથી તેઓશ્રીએ એ પ્રતિષ્ઠા કરાવ્યા પછી ભાવનગર તરફ જવાને વિચાર રાખ્યો.
તદનંતર પૂજ્યશ્રી ખંભાતથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. ત્યાં ૮ દિવસ સ્થિરતા કરીને લેલ પધાર્યા. મુનિવર શ્રી મણીવિજ્યજી મ. ના શિષ્ય મુનિશ્રી કમલવિજ્યજી મ. ને પૂજ્યશ્રીએ વડી દીક્ષા આપી.
ખંભાતમાં ઉપધાનની પૂર્ણાહુતિ વખતે શા. અંબાલાલ પ્રેમચંદ નામના એક શ્રાવકે ઉપધાન કરવાની પોતાની તીવ્ર અભિલાષા દર્શાવી. તેથી તેમના ઉપર અનુગ્રહ કરીને પૂજ્યશ્રીએ તેમને ઉપધાનમાં દાખલ કર્યો. અને વિહારમાં સાથે રાખીને ઉપધાનની ક્રિયા કરાવી. તે ભાઈને અહીં–કલેલમાં પૂજ્યશ્રીએ માળારોપણ કર્યું. તેને લાભ શેઠશ્રી જમનાભાઈએ
લીધે,
- શેઠ મનસુખભાઈ એક ધનવાન વ્યાપારી તરીકે, તથા જૈનધર્મને અગ્રણી શ્રાવક તરીકે સર્વત્ર વિખ્યાત હતા. તેમની કારકિર્દીની સુવાસ મેટાં મોટાં રજવાડાઓમાં પણ ફેલાયેલી હતી. તેથી આ પ્રતિષ્ઠા પ્રસંગે તેમના નિમંત્રણથી વડોદરાનું રાજકુટુંબ આવ્યું હતું. અમદાવાદથી પણ અનેક જૈન-જૈનેતરે આવ્યા હતા.
પ્રતિષ્ઠા મહોત્સવ મંડા. દિવસે દિવસે ઉમંગને રંગ વધતે જ ગયો. શેઠની ભક્તિ અને ભાવના અભુત હતી. ધનવ્યય પણ તેમણે ઘણે કર્યો. સૌને સહકાર પણ હતા. એટલે મહત્સવમાં કેઈ અનેરો ઉત્સાહ વર્તાવા લાગ્યો.
મહાશુદિ પાંચમના મંગલમય દિવસે પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે એ જિનાલયની પ્રતિષ્ઠા થઈ. કહેવાય છે કે આ પ્રતિષ્ઠા મહોત્સવ તે સમયમાં કોઈ ઠેકાણે નહેતે થે.
પ્રતિષ્ઠા પછી પૂજ્યશ્રી શ્રીયણીતીર્થની મહાસુદ ૧૦ ની વર્ષગાંઠ પ્રસંગે ત્યાં પધાર્યા. શ્રીમલ્લિનાથ પ્રભુની યાત્રા કરી. વર્ષગાંઠ પણ ઉત્સવની જેમ ઉજવી. એ પ્રસંગે શેઠ મનસુખભાઈ તથા જમનાભાઈ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નવકારશી કરવામાં આવી,
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org