________________
શાસનસમ્રાટું,
ડોકટર કહે: પણ શેઠ ! માણેકભાઈની તબીયત આવી નરમ છે. તેમની સારવાર હું કરું છું, તે છોડીને મારાથી કઈ રીતે જવાય?
આ સાંભળીને શેઠ ગદગદ કંઠે બોલ્યા, “ફેકટર ! જોકે ધર્મના પ્રભાવથી મારે “માણેક સારે થઈ જ જશે. છતાંય મારી એની સાથે લેણાદેણી ઓછી નીકળે, અને એના શરીરને કાંઈ થાય તો તે ફકત મને અને મારા કુટુંબને જ દુઃખકર થશે. પણ પૂ. મહારાજજીના શરીરને કાંઈ થયું તો તે સમગ્ર હિન્દુસ્તાનના સંઘને અને શાસનને માટે દુઃખકર થશે. માટે તમે જવાબ આપ્યા સિવાય આ જ ઘડીએ વરતેજ જાવ.”
જૈન સમાજના અને ભારતના એક કોડપતિ શ્રેષ્ઠિવર્યની ગુરુ-ભકિત કેવી અનન્ય હતી, દેવ-ગુરુ, ધમ ઉપર કેટલી દઢ શ્રદ્ધા હતી, અને શાસનના હિતની કેટલી તેમના દિલમાં ફિકર હતી, તે આ પ્રસંગ પરથી સમજી શકાય છે. આવી અસાધારણ, જેને જેટે ન જડે એવી ગુરુભકિત, ખરેખર ! આપણું સૌને માટે અનુકરણીય જ છે.
ડોકટર પણ તત્કાળ વતેજ ગયા. બીજે જ દિવસે પૂજયશ્રીને પરિશ્રમજન્ય-તાવ ઉતરી ગયે. આથી પૂજ્ય પંન્યાસજી મ., ડોકટર તથા શેઠ નિશ્ચિત થયા.
ચોમાસાને શેષ ભાગ વરતેજમાં વિતાવીને ત્યાંથી સર્વ મુનિવર્યો વલભીપુર (વળા) પધાર્યા.
[૨૨] ગણિ-પંન્યાસ પદવી
વળા એ સૌરાષ્ટ્રના ઇતિહાસ-પ્રસિદ્ધ નગર વલભીપુરનું અપભ્રંશ ભાષાનું અભિધાન છે.
જૈન ઇતિહાસ પ્રમાણે આ વલભીપુરમાં જ પૂ. શ્રીદેવગિણિક્ષમાશ્રમણના નેતૃત્વ તળે જૈન આગમોને પુસ્તકારૂઢ કરવામાં આવ્યા હતા.
શત્રય મહાસ્યના પ્રણેતા ભગવાન ધનેશ્વરસૂરિજી મહારાજે વલભીરાજ શિલાદિત્યને પ્રતિબોધ આપીને જૈનમતાનુયાયી બનાવેલ.
મહાન જૈનાચાર્ય શ્રીમલવાઢી સૂરિ મહારાજ આ વલભીપુરના મહારાજા શિલાદિત્યના ભાણેજ હતા.
કાળક્રમે–એક મહાન સામ્રાજ્યના સ્થંભ સમાન આ વલભીને ભંગ થયે, પરચકનાઑછોના હાથે. પછી એના નામને પણ બ્રશથ. વલભીનું વલહી, વલઈ અને છેવટે વળા. થયું. પછીથી આપણા મહાનું ચરિત્રનાયકશ્રીની પ્રેરણાથી વલભીપુરના નામદાર ઠાકોર સાહેબ શ્રી ગંભીરસિંહજીએ પ્રયાસ કરી પુનઃ “શ્રીવલભીપુર એવું એતિહાસિક-મૂળનામ પ્રવર્તાવેલું. ,
આ વલભીપુરમાં પૂ. ગુરૂદેવે પધાર્યા અહીંના નેક નામદાર ઠાકોર સાહેબશ્રી વખતસિંહજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org