________________
ચેાગાદહન
૭૧
પૂજ્ય પંન્યાસજી મ. ની વિદ્વત્તા અને ગીતા'તા તે સમયે સુવિખ્યાત હતી. અને તેથી તેઓશ્રી અમદાવાદ તરફ ખડું ન વિચરેલા હોવા છતાંય તેમના પ્રત્યે લોકાને અખૂટ સભાવ હતા.
અમદાવાદના શ્રીસંઘની આગ્રહભરી વિન'તિ થવાથી તેએશ્રીએ તે સ્વીકારી, અને અમદાવાદ તરફ વિહાર કર્યાં. અનુક્રમે તેએશ્રી સરખેજ પધારતાં આપણા ચરિત્રનાયકશ્રી વ્યાદ્રિ મુનિવર્યાં ત્યાં લેવા માટે ગયા.
પૂ. અન્યાસજી મ. ના પ્રવેશ-મહેાત્સવ અમદાવાદના શ્રીસ ંઘે ઘણા આડંબરથી હાથીના સામૈયા સાથે કર્યાં. પૂ. શ્રી બુટેરાયજી મ., પૂ. શ્રીમૂળચંદ્રજી મ, આદિ પૂજ્ય પુરૂષ ઉજમ ફાઈની ધર્મશાળાએ ઉતરતા હાવાથી પૂ. પંન્યાસજી મહારાજે પણ પ્રથા મંગલાચરણ ત્યાં કર્યું અને ત્યાંથી પાંજરાપેાળ-ઉપાશ્રયે પધાર્યાં. અને સં. ૧૯૫૭નું ચાતુર્માસ બધાંએ સાથે ત્યાં જ કર્યુ. પૂજ્યશ્રીએ પૂજ્ય પંન્યાસજી મ. ની નિશ્રામાં ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ આદિ સૂત્રાના ચાગેાનના પ્રારંભ કર્યો.
આ ચેઢાસામાં પાંજરાપેાળની પાડશાળાનું કામ મ પડી ગયુ. તેથી પૂજ્યશ્રીએ વિચાયું કે-માળકોને ધાર્મિક સાથે વ્યાવહારિક શિક્ષણ અપાય, તેા જ પાઠશાળા ચાલશે. તેઓશ્રીએ મનસુખભાઈ શેઠને એ માટે પ્રેરણા કરી. એના ફલસ્વરૂપે શેઠ તરફથી ધામિક સાથે વ્યાવહારિક શિક્ષણ આપતી શાળા (School) ખેલવામાં આવી. તેમાં ધાર્મિક શિક્ષક તરીકે ‘જંગમ પાઠશાળા'માં ભણીને તૈયાર થયેલા શ્રી ઉમેચનૢ રાયચક્ર માસ્તર ખંભાતવાળાની નિમણૂણૂંક કરી.
ચામાસું ઊતર્યા પછી પૂ. પંન્યાસજી મ. ના હસ્તે ભાવનગરવાળા શા. હરજીવન સવચă, તથા ડાહ્યાલાલ, તથા એક ધેાલેરાવાળા ભાઈ, એમ ત્રણ મુમુક્ષુઓને દીક્ષા આપવામાં આવી. હરજીવનદાસનુ નામ મુનિશ્રી યવિજયજી રાખીને પૂજ્યશ્રીના શિષ્ય કર્યાં. તથા ખીજા' એનાં નામ અનુક્રમે મુનિશ્રીકાન્તિવિજયજી તથા મુનિશ્રીકુમુદ્રવિજયજી રાખીને પૂ. મુનિશ્રીમણિવિજયજી મ. ના શિષ્ય કર્યાં. આ શ્રીમણિવિજયજી મહારાજ, પૂ. શ્રી આનંદસાગરજી મ. ના. સ’સારિક-અવસ્થાના સગા ભાઈ હતા.
સ. ૧૯૫૮ નું ચામાસ' પણુ અમદાવાદ જ થયું. આ બે વર્ષ દરમ્યાન પૂજ્યશ્રીએ શ્રી ભગવતીજી સૂત્ર સિવાય અન્ય તમામ આગમના ચેાગવી લીધા. ૧૯૫૮ની સાલમાં શ્રીપાલિતાણામાં પૂજ્ય મુનિવર શ્રીદ્વાનવિજયજી મહારાજ ક્ષયના વ્યાધિથી અષાડ શુદ ૧૩ ના રેજ શ્રી ગિરિરાજનું સ્મરણ કરતાં કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીને આથી અપાર ખેઢ થયા. તેઓશ્રીને તેમના વિદ્યાગુરૂના વિયેાગ થયા હતા.
ઝવેરી છેટાલાલ લલ્લુભાઈ વિદ્યાશાળા ઉપાશ્રયના આગેવાન ટ્રસ્ટી ( Trustee) હતા. પણ પૂજ્યશ્રી ઉપરના દૃઢ ભક્તિભાવને લીધે તેમણે ૧૯૫૮નું ચાતુર્માસ-પરિવતન પેાતાને ત્યાં કરાવ્યું. ત્યાંથી તેઓ પૂ. ગુરૂદેવાને વિદ્યાશાળાના ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં પૂ. પંન્યાસજી મ. તથા પૂજ્યશ્રીએ મુહપત્તિ હાથમાં રાખીને વ્યાખ્યાન વાંચવાની શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે જ વ્યાખ્યાન વાંચ્યું.
Jain Education International
——
For Private & Personal Use Only
www.jainelibrary.org