________________
શ્રી નેમિ સૌરભ - પૂજયશ્રી તે ભારે વિરમય પામ્યા અને વિમાસણમાં પડી ગયા. તેમને હવે સમજાયું કે પૂજ્ય ગુરૂદેવે આજે કેમ પિતાને મોકલ્યા હતા. પછી તે તરતજ તેઓએ ગુરૂમહારાજની આજ્ઞાને શિરોધાર્ય ગણી સભા સમક્ષ અખલિત વાગ્ધારાથી રોચક શૈલીમાં અક્ષુખ્યપણે વ્યાખ્યાન ચલાવ્યું, અને સમગ્ર સભાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી. - શેઠ જસરાજભાઈ વગેરે અબાલ-વૃદ્ધજને એ તેઓ શ્રીની આવી વિદ્વત્તાની ખૂબ ખૂબ પ્રશંસા કરી. પૂજ્ય ગુરૂ મહારાજ ખૂબ સંતુષ્ટ થયા. થાય જ ને? તેમને શિષ્ય ઉપર વિશ્વાસ સંપૂર્ણ રીતે સફળ બન્યું હતું. તેઓશ્રી પિતાના આ તેજસ્વી તેમજ આશાસ્પદ શિષ્ય ઉપર અંતરના આશીર્વાદ વરસાવી રહ્યા.
આપણા ચરિત્ર નાયકશ્રીના જીવનને આ અનુપમ પ્રસંગ હતો.
આખાય ભાવનગરમાં સહુ નવાઈ પામ્યા. અને - ઘરે ઘરે વાતે થવા લાગી કે “આજે તે નવા મહારાજ મુનિશ્રી નેમવિજયજીએ બહુ જ સુંદર પહેલ વહેલું કલ્પસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું.”
, પછી તે કઈને કોઈ પ્રસંગે વ્યાખ્યાનકાર બીજા કોઈ જરૂરી કામે રોકાયા હોય, ત્યારે આપણા ચરિત્ર -નાયકશ્રીના વ્યાખ્યાને થતા હતા.
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org