________________
શ્રી નામ સરિભ
સંસ્કૃત ભાષાના શાસ્ત્રીય ગ્રન્થનું અધ્યયન કરુ વાથી જીવનનું બરાબર અધ્યયન કરવાની ક્ષમતા વધે છે, એ વાત શ્રી નેમચંદભાઈના મનમાં બચપણથી જ વસી ગઈ હતી એટલે તેમણે પિતાના પિતાજીને કહ્યું કે વ્યાપારમાં મને મઝા નથી આવતી. મારું મન વધુ ધાર્મિક અભ્યાસ કરવા તરફ જ રહે છે તે આપ મને તેની સગવડ કરી આપે.”
૧૫–૧૬ વર્ષની વય એ બંધ કરીને ધન રળવાની વય ન ગણાય. એવું સમજતા શ્રી લક્ષ્મીચંદભાઈ પિતાના પુત્રને કહ્યું “સંસ્કૃત અને ધાર્મિક અભ્યાસ માટે તારે ભાવનગર જવું પડશે. અહીં તેવી સગવડ નથી. જ્યારે ત્યાં હાલમાં પરમ પૂજ્ય શાન્ત ભૂતિ પૂજ્ય ગુરૂ મહારાજ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ સાહેબ બિરાજે છે તેઓ શ્રી તેને સારી રીતે ધાર્મિક અભ્યાસ કરાવશે તેમજ સંસ્કૃત પણ ભણાવશે. .
શાસ્ત્રાભ્યાસ કરવાને અપાર ઉત્સાહ ધરાવતા શ્રીનેમચંદભાઈએ ભાવનગર જવાની હા પાડી, એટલે તેમના પિતાશ્રીએ પૂ. ગુરૂદેવને પત્ર લખીને સંમતિ મંગાવી. તેઓશ્રી તરફથી હકારાત્મક જવાબ આવી ગયો એટલે શ્રી નેમચંદભાઈ માતા-પિતાના શુભાશિષ લઈને ભાવનગર જવા રવાના થયા.
૨૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org