SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સ`ઘનાયક [ ૫૯ ] સપની ભાવના જો સફળ અને તેા ઉત્તમ કાર્ય અને, એવી ઇચ્છાથી, એમણે વાજમી માર્ગ દેખાડતાં કહ્યું : “ સ. ૧૯૯૨ પહેલાં આપણે કાઈ એ પણ તપાગચ્છમાં એ બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ અમાસ કથારેય કરેલ નથી; તેમ જ બીજ વગેરે પતિથિનો ક્ષય પણ કરેલ નથી. લૌકિક પ‘ચાંગમાં બીજ વગેરે તિથિની વૃદ્ધિ કે હાનિ હોય તેપણ આરાધનામાં ખરે પતિથિની વૃદ્ધિ-હાનિ આપણે કરી નથી, તેમ કરાતી પણ નથી. આ પ્રણાલિકા આજ સુધી અવિચ્છિન્નપણે ચાલી આવી છે. એ પ્રણાલિકામાં સ. ૧૯૯૨માં ને ૧૯૯૩માં ભાદરવા શુદ્ઘ પાંચમ એ કરી, સવત્સરી સકલ સંઘથી જુદી કરીને, પહેલા ફેરફાર તમારા પક્ષવાળાએ કર્યાં, અને તિથિમાં મતભેદ્ય પાડયો. એથી ક્લેશની પર’પરા વધી. એટલે હવે તમારા પક્ષવાળાએ એ વૃદ્ધિ-હાનિ ઊંડી દેવી જોઈ એ. એમ થવાથી આ તિથિચર્ચાના અંત આવી જાય છે, અને કલુષિત વાતાવરણના અત પણ આપેાઆપ આવી જાય છે. આ એક રસ્તા છે. “અને બીજો રસ્તા એ છે કે સ. ૧૯૯૨-૯૩માં શ્રી વિજયરામચ‘દ્રસૂરિજી વગેરેએ રવિવારની તથા બુધવારની સંવત્સરી તપાગચ્છથી જુદા પડીને કરી છે, અને તપાગચ્છના તમામ આચાર્યાને જણાવ્યા વિના તથા તેમની સમતિ વિના કરી છે, તે તે ૧૯૯૨-૯૩ની સવત્સરી શાસ્ત્ર અને પરપરા પ્રમાણે વાજબી છે, એમ જાહેર અને મૌખિક રીતે સાબિત કરી આપે તો તિથિચર્ચાના અત આવે. ” આ સાંભળી શ્રી વિજયલક્ષ્મસૂરિજી કહે : “ હવે શાસ્રા વગેરેની વાત જવા દો; બીજો કાઈ રસ્તા બતાવે.” 66 આ સિવાય બીજો રસ્તા મારી પાસે નથી. હવે તેા તમે જ માર્ગ કાઢા. શ્રી વિજયનંદનસૂરિજીએ સ્પષ્ટતા સાથે કહ્યું. એ ખરાખર સમજતા હતા કે આમ કર્યાં સિવાય કોઈ ઉપાયે તિથિલેશ અટકે એમ નથી; બીજો એકેય ઉપાય કારગત નીવડે એમ નથી. ઃ આ પછી તે શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની સૂચનાનુસાર નક્કી થયું કે પૂજ્ય નેમિસૂરિજી મ. તથા પૂજ્ય લબ્ધિસૂરિજી મ. ભેગા મળીને સવત્સરી અને તિથિ ખાખતમાં એક નિણ્ય કરે, અને એ નિણ્ય અને પક્ષને માન્ય કરવાને. અને તપાગચ્છને પણ એ નિર્ણય મજૂર રહે. વળી, અને પૂયવોમાં કદાચ મતભેદ રહે, તા તે બને મળીને તપાગચ્છના ત્રણ કે પાંચ આચાર્યને નીમે, અને તેમને એ મતભેદનો નિકાલ લાવવાનું સ ંપે, એ નિકાલ સૌને મજૂર રહે.” ,, આ નિયમાં પોતપોતાના પક્ષકાર આચાર્ય'ની લેખિત સંમતિ અને પૂજ્યવર મેળવી લે, એમ પણ નક્કી થયુ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy