SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ [૪]. આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ બીજા શિષ્ય થયા પંન્યાસ શ્રી શિવાનંદવિજયજી ગણિ. ન્યાયશાસ્ત્રના એ સારા વિદ્વાન થયા. - આ સિવાય એમને બીજા પણ શિષ્ય-પ્રશિષ્ય થયા. પણ, શિષ્યમોહથી એ સદા દૂર જ રહ્યા, એમને એમના જીવનમાં મોહ કે રાગ જે કહો તે, એક જ ઠેકાણે હતો, અને એ સૂરિસમ્રાટ ગુરુભગવંત ઉપર. એમની સેવા ને એમની આજ્ઞાનું પાલન; એમને મન પ્રાણાધિક હતા. બીજુ બધું પછી, પહેલાં ગુરુભગવંત. એમની શુશ્રષામાં ખામી ન આવવી જોઈએ. એમણે સેપેલાં કાર્યોમાં ત્રુટિ ન રહેવી જોઈએઃ આ જ એમની લગન હતી. અને આવી લગનવાળી વ્યક્તિને શિષ્યમેહ શે સ્પર્શી શકે? ૨૧ વારઐચર્ચા જ્યાં જ્યાં વિદ્વત્તા, ત્યાં ત્યાં દરિદ્રતા –કુદરતનો આ નિયમ છે. એ દરિદ્રતા કાં તે આર્થિક હોય, ને કાં તે શારીરિક સ્વાથ્યની હોય. સશક્ત શરીર છતાં શ્રી વિજયનન્દનસૂરિજીનું સ્વાચ્ય પૂરતી તંદુરસ્તી નહોતું ભગવતું. પહેલાં કહ્યું તેમ, સૌપહેલી મોટી બિમારી એમને બિકાનેરમાં આવી. એ વખતે વૈદ્ય ને ડોકટરને હાર્ટની તકલીફ લાગેલી, પણ ગુરુકૃપાએ એમાંથી જલદી ઊગરી ગયા. આ પછી, ઘણું કરીને ૧૯૮૩ની સાલમાં, એમને ગેસનો ઉપદ્રવ લાગુ પડ્યો. એ વખતે એ દસ તિથિ ઉપવાસ કરતા. એવા એક ઉપવાસમાં આખો દિવસ પણ નહિ વાપરેલું. એ વખતે વિહારમાં હતા. વિહાર કરીને મોડી સાંજે મુકામે પહોંચ્યા, ત્યારે સૂરજ આથમવાની તૈયારી હતી. તૃષા ખૂબ લાગેલી. પાણી તે હતું, પણ ગરમ. એ પાણી એમણે વાપર્યું. ને એ પછી એમને વાયુના ઓડકાર શરૂ થયા. - આ પછી એ ઉપદ્રવ ઉત્તરોત્તર વધતો ચાલ્યો. વાયુના ઓડકાર આવે, ત્યારે એટલા મિટેથી આવે કે એ દૂર સુધી સંભળાય. આ અંગે દેશી ઉપચાર શરૂ ર્યા. પણ એનાથી ક્ષણિક શાન્તિ થતી, કાયમી નહિ. વાયુની સાથે લિવરનો દુઃખાવે ને સેજ પણ થવા લાગે. સં. ૧૯૬માં એની તકલીફ વિશેષ થઈ પડી. એ કારણે સૂરિસમ્રાટ પછેગામ આવીને રહ્યા. ત્યાં વિખ્યાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy