SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૮] આ, વિનદનસૂરિ સ્મારકગ્રંથ પણ એ માટે અધિકૃત વ્યક્તિના આદેશની જરૂર હતી. ભારતના મોટા ભાગના જૈનોની મીટ સુરિસમ્રાટ તરફ મંડાયેલી હતી. આ અરસામાં, પાટણમાં સુરિસમ્રાટના સાંનિધ્યમાં એક સભા યોજાઈ, તેમાં તેમણે યાત્રા-બંધનું એલાન કર્યું. આ સભામાં ચરિત્રનાયકે (તે વખતે આચાર્ય ન હતા) ખૂબ જુસ્સાદાર પ્રવચન કર્યું. તેમણે તીર્થરક્ષા કાજે જાનફેસાની કરવા તૈયાર રહેવા માટે સાધુઓને અને ગૃહસ્થોને હાકલ કરી. આ માત્ર બોલવા પૂરતું જ ન હતું, એટલે એ વ્યાખ્યાન પછી તેઓ તથા તેમની સમાન વયવાળા મુનિવરેનું એક જૂથ તૈયાર થયું કે આપણે પાલિતાણા ઊપડીએ, અને આ આંદોલનનું નેતૃત્વ લઈએ. તીર્થ અને સંઘના સ્વત્વની રક્ષા કાજે પ્રાણની આહુતિ અપાય એથી રૂડું શું ? જોકે સૂરિસમ્રાટે એમને એ વખતે જવાની ના કહી—અલબત્ત, એમના નૈતિક જુસ્સામાં સહેજ પણ એટ ન આવે એ રીતે. એમની કુનેહશક્તિ પણ અદભુત હતી. એમ કહી શકાય કે જે તેઓ સંસારમાં હત તે રાજદ્વારી ક્ષેત્રે એમને આ શક્તિ ચોક્કસ નામના અપાવત. સં. ૧૯૦માં અમદાવાદના આંગણે એતિહાસિક મુનિ સંમેલન મળ્યું ત્યારે એની વિષયવિચારિણી સમિતિએ સંમેલનમાં ચર્ચવા લાયક અગિયાર મુદ્દાઓ નિયત કર્યા. શરૂઆતમાં તો એ મુદ્દાઓ પર સંમેલનમાં મુક્ત ચર્ચા કરવા વિચારાયું; પણ એ ચર્ચા શરૂ થઈ તે પછી સંમેલનના નિર્વાહક સુકાનીઓને લાગ્યું કે “આ ચર્ચાને અંત નહિ આવે. આ કરતાં, એક સમિતિ નીમીએ, એ આ અગિયાર મુદ્દા પર ખરડાઓ તૈયાર કરે. એ ખરડાઓ સંમેલનમાં વિચારણા માટે પ્રસ્તુત થાય, ને પછી એને ઠરાવરૂપે મંજૂરી પણ આપી શકાય.” આ વિચાર બધાને પસંદ પડ્યો. એટલે સર્વાનુમતે ચાર મુનિવરોની એક ખરડાસમિતિ” નીમાઈ. એમાં મુખ્ય હતા આપણું ચરિત્રનાયક. બીજા ત્રણ હતા–મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, મુનિરાજ શ્રી ચન્દ્રસાગરજી અને મુનિરાજ શ્રી રામવિજયજી. આ સમિતિએ લાગ2 અઢી દિવસ ચર્ચા-વિચારણા કરીને અગિયારે મુદ્દા પર ખરડા ઘડ્યા. આમાં અતિશક્તિ લાગશે, પણ કહેવું જોઈએ કે આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની કુનેહશક્તિઓ અને વિદ્વત્તાએ આમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કેઈને છેતરવા નહિ, પણ એ સાથે કેઈથી છેતરાવું પણ નહિ”—આ એમની કુનેહનો મુખ્ય ધ્વનિ હતો. આ ખરડાઓ એમણે અઢી દિવસમાં જ તૈયાર કરીને સંમેલનમાં રજૂ કર્યા. પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy