________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૩૭]. પણ માત્ર ધર્મકાર્યોના મુહૂર્ત પૂરતું જ–સીમિત રાખ્યું હતું. ફળાદેશના વિષયથી તેઓ સર્વથા અલિપ્ત રહ્યા હતા. સાંસારિક પ્રવૃત્તિનાં મુહૂર્તો લેવા કેઈ આવે, તો તેને તેઓ સાફ ઈન્કાર કરતા. ફળાદેશ માટે કોઈ વિનતિ કરે, તો તેને તે વિષયની પિતાની અજ્ઞતા સ્પષ્ટ દર્શાવતા. - આના અનુસન્તાનમાં એક વાત યાદ આવે છે. તેઓ જેમ ફળાદેશથી, તેમ મંત્રતંત્રથી પણ સદા દૂર અને નિલેપ જ રહ્યા હતા. ઘણુ એમની પાસે આ માટે આવતા, પણ તેઓ પોતાને એ વિષયથી દૂર જ રાખતા. બહુ આગ્રહ થાય તો વાસક્ષેપ નાંખી દેતા; તે પણ માત્ર ગુરુભગવંતે આપેલા, જિનશાસનની શ્રદ્ધાના ખજાનારૂપ સાત્ત્વિક મંત્રથી જ મંત્રીને. બીજા કોઈ મંત્ર-તંત્ર તેમણે કદી કર્યા નથી, તેમ કઈને કહ્યાંય નથી.
એમની લોકેષણ ને માનેષણાથી મુક્ત રહેવાની સાત્ત્વિક વૃત્તિનું આ પરિણામ હતું. સસ્તી લોકપ્રિયતા ને પ્રસિદ્ધિની આકાંક્ષાના અભાવની આ નિષ્પત્તિ હતી. લેશ પણ દંભ ને માયાનો અભાવ, આનું કારણ હતું.
૧૭
નૈતિક શક્તિ અને કુનેહબળ નતિક જુસ્સો એ સત્ત્વશીલ મનુષ્યને ખાસ ગુણ હોય છે. સાત્વિકતાનું પીઠબળ પામીને આ ગુણ ઘણું વ્યક્તિઓમાં વિલક્ષણ ઢબે પાંગરે છે.
ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજી એવી વિરલ વ્યક્તિઓમાંના એક હતા. સુરિસમ્રાટના વારસારૂપે એમનામાં નિતિક જુસ્સાની શક્તિ ઊતરી હતી. આ વાતની પ્રતીતિ કરાવે એવા ઘણા પ્રસંગો છે. અહીં એક પ્રસંગ જોઈએ ?
સં. ૧૯૮૩માં સૂરિસમ્રાટ પાટણમાં હતા. તે અરસામાં જૈનોના પવિત્ર તીર્થ શ્રી સિદ્ધાચલજીની યાત્રા બંધ કરવાનું ને પાલિતાણું રાજ્ય સામે અસહકારનું આંદોલન ચલાવવાનો અવસર ઉપસ્થિત થયે. પાલિતાણા રાજ્યની તરફેણમાં બ્રિટિશ સલ્તનતના કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટે એવો ચુકાદો આપેલો કે જ્યાં સુધી જેનો પાસેથી ચોક્કસ રકમ લેવાનું ઠરાવાય નહિ, ત્યાં સુધી પાલિતાણા રાય, તીર્થના યાત્રાળુઓ પાસેથી મૂંડકાવેરે ઉઘરાવી શકે છે.
જૈન સંઘ માટે આ મહાન અન્યાય હતો. આ અન્યાયને અહિંસક પ્રતીકાર કરવા માટે જૈન સંઘ પાસે એક જ રસ્તે હતું, અને તે યાત્રામકૃફીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org