________________
[૩૪]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ સાંભળીને તેઓ ખૂબ ખુશી થયા હતા. એમણે સૂરિસમ્રાટને કહ્યું: “પદવીદાનને આવો વિધિ મેં પહેલી વાર જ જે. બધે પદપ્રદાન આવી રીતે વિધિસર જ થવું ઘટે. અમારે અમારા કલેજેના પદવીદાન-સમારંભમાં પણ આવે કઈક ખાસ વિધિ દાખલ કરીને, પદવી લેનારને તેના શિરે કેવી જવાબદારી મૂકવામાં આવી છે, તેનો ખ્યાલ આપતી શિખામણ આપવી જોઈએ.”
આચાર્યપદ મેળવનારે ચોરાશી દિવસની આરાધના, તપ ને જપ વડે, કરવાની હોય છે. એ શરૂ કરાવીને ૧૯૮૩ના વૈશાખ મહિને એમને એ પદ આપ્યું. આ વખતે આચાર્યપદની સાથે સાથે સૂરિસમ્રાટે એમને “ન્યાયવાચસ્પતિ, શાસ્તવિશારદ, સિદ્ધાંતમાર્તડ, અને કવિરત્ન” એમ ચાર યથાર્થ બિરુદ પણ આપ્યાં હતાં. આ પદપ્રદાન શેઠ જમનાભાઈ ભગુભાઈને શાહીબાગના બંગલે કરવામાં આવ્યું હતું. તે વખતે શેઠાણું માણેકબહેને પોતે કરેલી વિવિધ તપસ્યાઓ નિમિત્તે માટે ઉજમણુ-મહોત્સવ માંડેલે.
નંદનવિજયજીને આચાર્યપદ આપવાની સૂરિસમ્રાટને ઊંડે ઊંડે ઈચ્છા હતી જ; એમાં આ વખતે નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ એ એમને ભાર દઈને કહ્યું કે “સાહેબ ! નન્દનવિજયજીને હવે આચાર્ય બનાવે. એ આપના જેવા જ નીવડશે.” આ પછી સૂરિસમ્રાટની ઈરછા પ્રબળ થઈ અને એને અમલ કરવામાં આવ્યો.
પદવીના દિવસે સૂરિસમ્રાટના પરમ ભક્ત, ધ્રાંગધ્રા રાજ્યના દીવાન શ્રી માનસિંહજી ખાસ હાજર રહ્યા હતા. તેમણે પદવી વખતે કામળી ઓઢાડી. આ પદવીનું બયાન તે વખતના જૈન ધર્મ પ્રકાશમાં આ રીતે મળે છેઃ
* બહારગામથી ધ્રાંગધ્રાના મે. દિવાન સાહેબ વિ. જેને તેમ જ જૈનેતરે પ્રાણું તરીકે તેમ જ મહોત્સવના દર્શન માટે ઘણી મોટી સંખ્યામાં આવેલા હતા. શુદ દશમે ને શુદ અગ્યારશે નવકારશી કરવામાં આવી હતી. બાકીના દિવસે પણ સ્વામીવચ્છલ તો શરૂ જ રાખેલા, જેને લાભ સારે લેવાતો હતો.
શુદિ દશમે આ. મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરે પચાસજી નંદનવિજયજી, જેઓ શ્રી વિજયેદસૂરિજીના શિષ્ય છે અને ઘણા વિદ્વાન થયેલા છે, તેમને આચાર્ય પદવી ત્યાં જ ખાસ ઊભા કરાયેલા મંડપમાં આપી હતી. આ પ્રસંગે પણ પુષ્કળ શ્રાવકશ્રાવિકાઓ આવેલા હતા. પ્રભાવનાઓ છ શ્રીફળની થઈ હતી. આચાર્ય પદારોહણની ક્રિયા મહારાજશ્રીએ બહુ ફુટ રીતે કરાવી હતી, જે જોતાં ને સાંભળતાં બહુ આનંદ થયો હતો.”
ચૌદ વર્ષ જેટલા નાના દીક્ષા પર્યાયવાળા ને અડવાવીસ વર્ષ જેટલી નાનકડી ઉંમરના સાધુને આચાર્યપદવી મળે, એ છેલ્લાં ત્રણ વર્ષોમાં કદાચ પહેલે જ બનાવ હતે.
“જૈન ધર્મ પ્રકાશ”, સં. ૧૯૮૩, જેઠ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org