________________
[૧૪]
આ વિનંદનસૂરિ સ્મારગ્રંથ આ પછી શ્રી અમૃતભાઈ એ નિગમશાસ્ત્ર સંબંધમાં પૃચ્છા કરી કે આ નિગમશાસ્ત્રો શું છે? તે ક્યાં છે? ક્યાંથી આવ્યા? આના ઉત્તરમાં પૂજ્યવરે કહેલું કે
જેમ બ્રાહાણુધર્મમાં વેદ અને ઉપનિષદ છે, તેમ આપણામાં આગમ અને નિગમ છે. નિગમશાસ્ત્રો બહુ પ્રાચીન અને પ્રાયઃ ભરત મહારાજાએ રચ્યાં હોવાનું મનાય છે. એક વાર કચ્છ-કોડાયના વતની અને સંસ્કૃતના ખૂબ શોખીન શ્રાવક પંડિત રવજીભાઈ મોટા મહારાજ પાસે કેડાયના ભંડારમાંથી નિગમ લઈને આવેલા. રવજીભાઈ સારા જાણકાર હતા ને એમને સાહિત્ય ભેગું કરવાનો ખૂબ શોખ હતો. એમના લીધે જ કોડાયમાં ભંડાર થયો હતો. એમણે કાંચીપુરી કે નદિયા (નવદ્વીપ) માંથી આ નિગમોની પ્રતો મેળવી હતી.'
“તેઓ એક વાર નદિયા ગયેલા. ત્યાં તે વખતે (આજથી ૫૦-૬૦ વર્ષ પહેલાં) સંસ્કૃતનો ખૂબ પ્રચાર અને અભ્યાસ હતો. ત્યાંના વિદ્યાર્થીઓ વિષે એમણે ત્યાંના લોકો પાસેથી સાંભળ્યું કે એક વાર બે પનિહારીઓ પાણી લઈને જતી હતી. એમાં એક સ્ત્રીની છાતી પરનું વસ્ત્ર સહેજ ખસી ગયું. એ જોઈને બીજીએ કહ્યું: “વસ સરખું કરી લે, સામે વિદ્યાથીઓ આવે છે.” ત્યારે પેલી સ્ત્રી કહેઃ “આપણુ ગામના વિદ્યાથી ઓનું ધ્યાન હરતાં ફરતાં પણ વિદ્યા સિવાય ક્યાંય હોય જ નહિ. માટે તેમનાથી બીને વસ્ત્ર ઢાંકવાની જરૂર નથી. એમને આપણી ખબરેય નહિ હોય.”
આ વાત એમણે (રવજીભાઈ એ) મોટા મહારાજ આગળ કહેલી એટલે અમને ખબર છે.”
આ પછી શ્રી અમૃતભાઈએ પૂજયવરને કહ્યું: “સાહેબ! ઉવસગ્ગહર સ્તોત્રમાં “બંગાબાવા” અને “વિતામવિશ્વપાયમદિg” આ બે પંક્તિઓમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ચાર નામો યોજાયાં છે. મંગલપાર્શ્વનાથ, કલ્યાણપાર્શ્વનાથ, ચિન્તામણિપાર્શ્વનાથ અને કલ્પવૃક્ષ કે કલ્પદ્રુમપાર્શ્વનાથ. આમાંથી અત્યારે કલ્યાણ અને ચિન્તામણિ બે નામ પ્રસિદ્ધ છે; બીજાં બે અપ્રસિદ્ધ છે. પણ કોઈને આ નામના આ મૂળસ્થાનની ખબર નથી. આપને ધ્યાન હોય તે આબુ-અચળગઢ ઉપર આ ચાર નામના ચાર પાર્શ્વનાથ છે.”
પૂજ્યવરે હા કહી. પછી મને કહે કે, “આ વાત ધ્યાનમાં રાખજે, નોંધી રાખજે.” અને પછી બેએક મહિનામાં જ પાલિતાણા–શત્રુંજય વિહારમાં પૂજ્યવરના હસ્તે શેઠ સવાઈલાલ કેશવલાલ તરફથી અંજનશલાકા થઈ ત્યારે, ઉપર્યુક્ત ચારે નામના પાર્શ્વનાથ નાં બિંબોની પણ ખાસ અંજનશલાકા પૂજ્યવરે કરી, ને કદમ્બગિરિ તળે તેની પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org