________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૧૧] લાગી. એ જ રાતથી મને કર્મગ્રંથના અર્થ કરાવવા માંડ્યા. હું મૂળ ગાથા બલું ને તેઓ એને અર્થ સમજાવે. આમ છ કર્મગ્રંથ કરાવ્યા. આ પહેલાં ચાર પ્રકરણ પણ કરાવેલાં.
આપણને ન સમજાયું હોય ને એમને સે વાર પૂછવા જઈએ તે તેઓ નારાજ થવાને બદલે ઊલટા આનંદ પામતા, આનંદથી-કંટાળા વિના–સમજાવતા. તેઓ ત્યારે જ કંટાળતા કે જ્યારે આપણને ન સમજાયું હોય તોય સમજ્યા હોવાની હા કહીએ. આ વાતની એમને ભારે ચીડ હતી.
શત્રુંજયમાહાભ્યને અમુક ભાગ, જીવસમાસ પ્રકરણ, દશવૈકાલિક હારિભદ્રીયવૃત્તિ, નંદિસૂત્ર મલયગિરીયવૃત્તિ, કમ્મપયડીને અમુક અંશ અને ગુણસ્થાનકક્રમા રેહ, ભાવપ્રકરણ, પંચનિર્મથી પ્રકરણ વગેરે અનેક નાના-મેટા ગ્રંથોનો અભ્યાસ એમણે સ્વયં અંતરની વિશુદ્ધ લાગણીથી મને કરાવ્યો હતો અને પંડિતાદિક પાસેના મારા અભ્યાસમાં પણ પૂરે રસ લઈને એમણે માર્ગદર્શન આપ્યું રાખ્યું હતું.
અભ્યાસ ઉપરાંત એમના વાત્સલ્યના અમૃતપાનના અસંખ્ય નાના-મોટા પ્રસંગે મેં માપ્યા છે. શિયાળામાં ને ચોમાસામાં રાતે-અડધી રાતે-મને તેઓશ્રી કાયમ અચૂક કામળી ઓઢાડી જતા. રાત્રે પોતે જ્યાં હોય ત્યાં આસપાસમાં જ મારે સંથારો કરવાનું કહેતા. સવાર-સાંજનાં પ્રતિકમણ વર્ષો પર્યત સાથે કર્યા છે. એ વખતે થતી વાતમાં પણ એમની નિખાલસ વૃત્તિ, સર્વોત્કૃષ્ટ ઉદારતા, એમને અસામાન્ય બુદ્ધિવૈભવ, એમની અનોખી દીર્ઘદ્રષ્ટિ અને એમના નિર્ચીજ વાત્સલ્યની મને સદા સર્વદા પ્રતીતિ થતી રહી છે.
પ. પૂ. શાસનસમ્રાટ પરમગુરુભગવંતનું જીવનચરિત્ર તૈયાર કરાવીને છપાવવાની એમની ભાવના અતિઉત્કટ હતી. આ ભાવનાને સફળ બનાવવા માટે એમણે લગભગ બાવીશથીયે વધુ વર્ષે પર્યત તપ કર્યું હતું. એ ગાળા દરમિયાન એ માટે અનેકવિધ પ્રયત્ન પણ કર્યા હતા, પણ એ ફળવાન ન બન્યા. છેવટે સં. ૨૦૨૬માં તેઓ થાક્યા. આનું કારણ એ હતું કે અન્ય લોકો તરફથી એમના પર એવું દબાણ આવવા માંડયું કે “આપ જ એ તૈયાર નથી કરાવતા અને નથી છપાવતા.” પોતાની ઉત્કટ ભાવના અને આ પ્રકારના કંઈક દબાણને વશ થઈને એમણે પોતે તથા પૂ. ગુરુદેવ શ્રી વિજયસૂરિજી મહારાજે સંયુક્ત રીતે કરાવેલો શાસનસમ્રાટના જીવનની વિસ્તૃત નોંધને આધારે શ્રી ફૂલચંદ હરિચંદ દોશી (મહુવાકર)એ તૈયાર કરેલ જીવનચરિત્રને પુસ્તકરૂપે છપાવવાને એમણે વિચાર કર્યો. એ પિતે એ આખું લખાણ વાંચી ગયા. પછી, એ લખાણ મારા પૂ. ગુરુજી (પૂ. પંન્યાસ શ્રી સૂર્યોદયવિજયજી ગણિ)ને આપ્યું. એ આપતી વખતના એમના શબ્દો હતા : “તમે આ બધી નોટ વાંચી જાવ. એમાં ઠીક લાગે તે સુધારા કરીને મને આપે, એટલે હું એ છપાવી દેવા ચાહું છું. જેવું છે તેવું છપાવી દેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org