________________
(૪૦૮]
આવિનદનસૂરિ-સ્મારકગ્રંથ મળી ગઈ. પૂજ્યવરની પણ સંમતિ મેળવી. પણ, વિહારની આગલી રાત્રે નવેક વાગે પૂજ્યવરે કહાવ્યું: “નાના સાધુને લઈને આ ઉનાળામાં ક્યાંય જવું નથી, રહેવા દો.” આ પ્રસંગે એમના નાનામાં નાના મુનિની ઝીણી-જાડી પ્રવૃત્તિ તરફ વાત્સલ્યપૂર્ણ લક્ષ્ય આપવાના સ્વભાવનાં મને દર્શન થયાં.
એમની પાસે લગભગ કાયમ સાંજે વંદન કરવા જવાનું થતું ત્યારે મને બોલાવે, રઘુવંશ, કિરાતના શ્લોક પિતે બોલે, કયારેક મારી પાસે બોલાવે, અને પછી કાંઈ કામે હોય તો કહેવાનું ફરમાવે. આમ એમની પાસે જતો ત્યારે, સાચેસાચ, લાગણીના અમીફૂપા પાસે ગયાને અવશ્ય આનંદ હું પામત.
ચોમાસા પછી સં. ૨૦૨૩માં બધા અમદાવાદ આવ્યા. ત્યાં એક મહિનો રહ્યા. એ દરમિયાન, મેં એક પંડિતજી પાસે તર્કસંગ્રહનો અભ્યાસ શરૂ કર્યો. રોજ રાત્રે પૂજ્યવર પાસે જઈને બેસું. તેઓ મને રોજેરોજ પાઠ પૂછે, સમજાવે. એક દહાડો એમણે મને બે વાર આ શ્લેક બેલા
वायोर्नवैकादश तेजसो गुणा, जलक्षितिप्राणभृतां चतुर्दश ।
दिक्कालयो पञ्च षडेव चाम्बरे, महेश्वरेऽष्टौ मनसस्तथैव च ॥ ત્રીજી વાર મને આપમેળે બોલવા કહ્યું. હું બોલી ગયે. ખૂબ ખુશી વ્યક્ત કરી; કહેઃ “કાલે ફરી બોલાવીશ. યાદ રહેશે ને!” મેં હા કહી, ને બીજે દિવસે રાત્રે બેલી પણ ગયો. પછી તે તેઓ મને કાયમ નવું નવું સમજાવતા રહ્યા.
મારા પૂ. ગુરુમહારાજની ગણિપદવી ખંભાત અને પંન્યાસપદવી અમદાવાદ એમના પાવન હાથે થઈ હતી. તે પછી અમારે એક કુમારિકા બહેનને દીક્ષા આપવા વેજલપુર (પંચમહાલ) જવાનું હતું. તેનું મુહૂર્તાદિ બધું કાઢી આપ્યું; પછી કહેઃ “સૂર્યોદયવિજયજી! મારી ભાવના આ વખતે પાંજરાપોળે ચોમાસું રહેવાની છે. જો તમે સાથે રહો તો મને અનુકૂળતા અને આનંદ આવશે.”
મારા ગુરુમહારાજે પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું: “સાહેબ! આપની ભાવના શિરે ધાર્ય. મારી ઇચ્છા પણ છે કે આપ પોતે શીલચંદ્રને ભણો તો સારું.”
ત્યારે કહેઃ “એમાં તમારે કહેવાનું હોય જ નહિ, મેં પહેલેથી જ એ મનમાં ધાર્યું છે; મારે જ એને ભણાવવાનું છે.” વાત નકકી થઈ ગઈ.
આ પછી અમે વિહાર કર્યો તેની આગલી રાત્રે હું એમની પાસે ગયો. કહ્યું: સાહેબ! આટલા દિવસોમાં મારે અવિનય થયેલ હોય તે માફી માગવા આવ્યો છું.” એટલે કહેઃ “તારે વળી માફી કેવી માગવાની? એવું બધું વિચારવાનું જ નહિ. તારે જલદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org