________________
[ ૩૮૦ ]
આ. વિ.નંદનસૂરિ-સ્મારક થ ખાતી આપણી જીવનનૌકાને દીવાદાંડી સમ બની આપણને ભવસાગરથી પાર ઊતરવાની દિશા બતાવે એવા છે.
તેઓશ્રીએ સત્યાતેર વર્ષની જિંદગીમાં અનેક ખડા અજવાળ્યા છે. એમનાં શુભાનુષ્ઠાનાથી વિધવિધ ક્ષેત્રમાં ખુશ ફેલાઈ છે. અનેકની ભાવનાના શિલ્પી બની પૂજશ્રીએ તેમની જિંદગીનુ સુંદર ઘડતર કર્યું. હતું. એ શાસનપ્રભાવક મહાપુરુષના પરિચયમાં આવનાર વ્યક્તિ કી પણ તેમને ભૂલી શકે તેમ નથી.જ્યાતિષશાસ્ત્ર અને ખાસ કરીને મુહૂત માટે ભારતભરમાં તેએ જાણીતા બન્યા હતા. ખરેખર, વાદીઓને જીતવામાં શૂરવીર, તાર્કિકશિરામણ એ ગુરુદેવની શાસનને ન પુરાય તેવી ખોટ પડી છે. અમારા પરમ ઉપકારી અને માર્ગદર્શક આચાર્યં ભગવતના આત્મા અમારા સૌના ઉપર આર્શીવાદ વરસાવીને અમને આત્મકલ્યાણના મગલમય માગે પ્રેરતા રહે એવી અતિમ પ્રાર્થના કરીએ છીએ.
નંદનવન સુકાયુ
લેખિકા—પ. પૂ. સા. શ્રી સુશીલાશ્રીજી મહારાજ, ખેડાવાળાં
સારડ દેશની પવિત્રભૂમિ બેટાઢ ગામે શ્રી હેમચ'દભાઈ શામજીને ત્યાં જમના બહેનની રત્નકુક્ષિએ એક રત્નને જન્મ થયા. જગતમાં ઘણા જન્મે છે અને મરે છે, પણ જન્મ ધારણ કરી જેએ જગતમાં ઉચ્ચ કોટીનું જીવન જીવે છે, પોતાના આત્માનુ કલ્યાણ કરે છે અને જગતના જીવા પર પણ ઉપકાર કરે છે, એણે જ જીવી અને મરી જાણ્યુ' ગણાય છે. એ રત્નનું નામ નરાત્તમ. એ કેવું સાર્થક થયું!
ખાલ્યકાળ એટલે રમતગમતને સમય. પણ નરોત્તમ બાલ્યકાળથી જ ધાર્મિક સસ્કારી મેળવવા ત્યાગી ગુરુ ભગવ`ત પાસે જવા લાગ્યા. ભાવિ ઉજ્જવળ હાય તેમ ધીમે ધીમે સારા ગાઢ થતા ગયા. અને છેવટે શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાસે ૧૫-૧૬ વર્ષની નાની વયે દીક્ષા લીધી અને પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયાદયસૂરિજી મહારાજના શિષ્યરત્ન અન્યા. જ્ઞાન, ધ્યાન, ક્રિયા, ભક્તિભાવ, વૈયાવચ્ચ વગેરેથી સયમ માર્ગમાં આગળ વધ્યા, અને નાની ઉમરમાં જ સચમ લઈ ને થાડાં વર્ષમાં-વિ. સ. ૧૯૮૩માં-આચાર્ય પદ્મથી વિભૂષિત થયા. પછી તા જિંદગી સુધી, ગુરુદેવના પગલે ચાલી, શાસનની એકસરખી સેવા કરી. મુહૂર્ત માટે જે કાઈ આવતા એમનું કાર્ય પૂજ્યશ્રી સારી રીતે કરી આપતા.
સમય તણી કેવી અલિહારી કહેવાય કે પૂજ્ય આચાર્ય ભગવંત સંવત ૨૦૩૨માં પાલિતાણાં મુકામે ગિરિરાજની ઉપર શેઠ આણંદજી કલ્યાણજીના પ્રતિષ્ઠા-મહોત્સવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org