________________
(૩૭૪]
આ. વિ. નંદનસૂરિ-સ્મારકથ શક્તિ ને પ્રતિભાને જૈન સમાજને ઉચ્ચતમ પરિચય કરાવ્યા હતા. તેઓશ્રીનું તર્ક, ન્યાય, ધર્મશાસ્ત્રો, જ્યાતિષ અને શિલ્પસ્નુ જ્ઞાન પ્રવર્તમાન વિદ્વાનેાની સરખામણીમાં ઉચ્ચ કોટિનું હતું. તેમાં પણ ન્યાય, શિલ્પ અને જ્યાતિષમાં તે તે અજોડ સ્થાન ધરાવતા હતા. ગમે ત્યાં મુહૂત કઢાવે, પણ છેલ્લે તે પૂજ્યશ્રી પાસે આવીને જ નક્કી કરવું પડતું. તેઓએ તપનાં ઉજમણાં, પ્રતિષ્ઠા, ઉપધાન તપ અને જિનાલયાની રચના, પુનરુદ્વાર, દીક્ષા, સાધુ-સાધ્વીને વાચના આદિ કાર્ય કરીને પાતે વિચરેલાં ક્ષેત્રોમાં જિનશાસનની ઘણી પ્રભાવના કરી હતી અને પ્રતિષ્ઠા વધારી હતી. ખરેખર, સાચુ' જ કહ્યું છે કે, ‘ ધન ધન શાસન ડન મુનિવરા ! ’
મહારાજશ્રી સતત પ્રવૃત્તિશીલ રહેતા હતા. તેઓના નામશ્રવણમાત્રથી અંતરાત્મા જાગૃત અનીને નમસ્તક થઈ જતા અને મનેામન સાક્ષાત્ દર્શન કરી ‘ મન્થેણ વદ્યામિ ’ જેવાં વાકયા સહજ નીકળી પડતાં. સવત ૨૦૩૨ની સાલમાં ખંભાતના નિવાસ દરમ્યાન એક પછી એક ઉપધાન તપ, શાંતિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન પૂજા-ભાવના, વ્યાખ્યાન આદિ ધર્મકરણીઓની જે હેલી વરસી હતી, તે તેા ખભાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ રહે એવી અને ખભાતના જૈન અને જૈનેતર ભાઈ આના સ્મૃતિપટ પર સદાને માટે કાતરાઈ રહે એવી છે.
છેવટે, એક જ વાકયમાં કહીએ તે, પૂજ્યશ્રી ધર્મવીર હતા; પોતે ધર્મને વરીને ધર્મમય બન્યા હતા અને લેાકેાને ધર્મમય બનાવ્યા હતા. આવી આવી અનેક ચિર’જીવ સ્મૃતિઓના વિશાળ સમૂહ છેાડીને તેએએ વિદાય લીધી અને ‘સવિ જીવ કરું શાસનરસી'ની ભાવનાને સ્વ-પરના ઉપકાર માટે ચિરતાર્થ કરી બતાવી.
આ રીતે આચાર્ય મહારાજના જીવનની વીણેલાં મેાતી જેવી વાતા અજરામર છે. તેના ભૌતિક દેહ આપણી સમક્ષ નથી, પણ એમના પવિત્ર આત્મા અને તેના આણુએ જ્યાં હેાય ત્યાંથી સકળ જૈન સંઘને પુનિત છાયા દ્વારા અદશ્ય પ્રેરણા આપીને મગલમય બનાવે, એ જ અભ્યર્થના. આવા ઉપકારી મહાપુરુષના ઉપદેશને આચરણ દ્વારા આપણે આપણા જીવનમાં યત્ કિચિત્ ' સાર્થક કરીએ તા એ કળિકાળવીર પુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાય.
6
પૂજ્યપાદ સૂરીશ્વરનું પ્રથમ દર્શન અને થોડુક સ્મરણ
લેખિકા—શ્રી “ સૂર્ય રેણુ ’
સ્મૃતિને વાગાળવી, ભૂતકાળમાં ભમવું એ માનવજીવનની એક ખાસિયત છે. તેમાં અનેરો આનંદ પ્રાપ્ત થાય છે. મારા ટચુકડા જીવનને ભવ્ય ભૂતકાળ તા કયાંથી હોય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org