________________
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
[૩૭૩] મનુષ્યજીવનમાં ચાર પુરુષાર્થોની સાધના કરવી જોઈએ. તેમાંય ધર્મ અને મોક્ષપુરુષાર્થ સાધનારા ભવ્યાત્માઓ વિરલા જ હોય છે. ધર્મ-પુરુષાર્થની વરસની સાધના દ્વારા મોક્ષમાર્ગને પંથે દિનપ્રતિદિન ચઢતે પરિણામે પૂજ્યશ્રીએ જે આરાધના કરી છે, તે અવિસ્મરણીય છે.
- પૂજ્યશ્રી દાનવીર હતા. દાનવીર એ અર્થમાં કે પોતે અખંડ જ્ઞાનોપાસના કરીને તેઓએ, પિતાની નિશ્રામાં રહેલાં સાધુ ભગવંતો અને સાધ્વીજીઓને જ્ઞાનની બક્ષિસ આપી હતી. વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે અને તેના દ્વારા જ્ઞાનદીપક પ્રગટાવીને જિનશાસનના અનુયાયીઓને પ્રગતિના શિખરો સર કરવામાં તેમ જ ધર્મના માર્ગે સ્થિર થવામાં તેઓશ્રીએ અનન્ય પ્રેરણા આપી હતી, જેના પરિણામે સૌએ પોતપોતાની રીતે આધ્યાત્મિક માર્ગે પ્રગતી સાધી હતી. લક્ષ્મીદાન તો આ જીવનમાં મળ્યા પછી ખર્ચાઈ જાય છે, જ્યારે અપૂર્વ એવું વિદ્યાદાન ભવાંતરમાં પણ ભવ્ય જીવોને ઉપયોગી નીવડે છે. આ અર્થમાં પૂજ્યશ્રી ખરેખર દાનવીર હતા.
પૂજ્યશ્રી એટલે દયાના સાગર, દયાવીર! મોક્ષમાર્ગની આરાધનામાં ઉપકારક એવું ચારિત્ર અંગીકાર કરીને તેઓએ જેને અભયદાન આપ્યું હતું, પાંચ મહાવ્રત ગ્રહણ કરીને, પ્રાણાતિપાત વિરમણવ્રત દ્વારા સ્કૂલ અને સૂક્ષ્મ જીવોની રક્ષા કરી હતી અને અહિંસા પરમો ધર્મના વિશ્વવિખ્યાત સૂત્રની સાર્થકતા સિદ્ધ કરી બતાવી હતી. સૌની સાથે સહજ સરળતા અને દયાના ભાવથી વર્તન કરીને તેઓ સૌને નતમસ્તક કરી દેતા. વિરોધી વિચારસરણીવાળાને પણ ઘડીભર મિત્રી અને દયાના પવિત્ર ઝરણુમાં વિશુદ્ધ કરી દેતા હતા. પૂજ્યશ્રીના ઓજસ્વી વ્યક્તિત્વની છાયા ને દર્શનથી જીવનને ધન્ય ગણતાં નરનારીઓને આ વાતને સાક્ષાત્ અનુભવ થતો હતો.
જીવન એ એક સંગ્રામ છે. હરપળે વ્યક્તિને વિવિધ પ્રકારના સંઘર્ષમાં ઊતરવું પડે છે. પૂજ્યશ્રીએ સંસારરૂપી દાવાનળમાંથી છૂટવા માટે ચારિત્ર અંગીકાર કરીને કમરૂપી શત્રુઓની મહાન સેના સામે યુદ્ધ આદર્યું હતું. વળી તેમાં જ્ઞાન, ધ્યાન, ઉપાસના, તપ અને જપની ઉત્કૃષ્ટ આરાધનાથી ધર્મધ્યાન અને શુકલધ્યાનના પરિણામ દ્વારા કર્મશત્રુઓને સખત પરાજય આપ્યો હતો. આત્માના મૂળભૂત સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જન્મજન્માંતરનાં કર્મોની નિર્જરા કરવાનું ભગીરથ કાર્ય પૂજ્યશ્રીએ પિતાના જીવનમાં કર્યું હતું. સંયમ-જીવનમાં આ પ્રમાણે કર્મો સામે યુદ્ધ કરીને તેઓશ્રી “યુદ્ધવીર”ના બિરુદને વર્યા હતા. એટલે કર્મના અત્યંત ભારથી લદાયેલે એમનો આત્મા હળુકમ પણને અને આલાદ અનુભવી શક્યા હતા.
આ રીતે અનેક પ્રકારના વીરત્વને વરેલા પૂજ્યશ્રીએ “ધર્મવીર નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. સર્વવિરતિ ધર્મને સ્વીકાર કરીને જ્ઞાનોપાસના દ્વારા પોતાની અસાધારણ બુદ્ધિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org