________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્યો
[૩૫૭] વૃદ્ધાવસ્થાને કિનારે આવેલા આ મહાપુરુષ અંતિમ ચાતુર્માસ રાજનગરમાં વ્યતીત કરી મહાન પવિત્ર ગિરિરાજ ઉપર સેંકડે પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા નિમિત્ત, સંઘના અને શ્રાવકવર્ગના અતિ આગ્રહને વશ થઈ, તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ, ઘણા ઉત્સાહ અને અનેરા ઉમંગથી પાદલિપ્તપુર તરફ પ્રયાણ કરી રહ્યા હતા. પણ કાળ, કુદરત અને કર્મસત્તા પાસે પરમાત્માનું પણ કાંઈ ચાલી શકતું નથી, તો આપણા જેવા પામર પ્રાણીની શી વાત? ધંધુકા પાસે તગડી મુકામે ગુરુદેવ અચાનક હૃદયરોગના હુમલાથી સ્વર્ગ પુરીમાં પધારી ગયા ! નાયક વિનાના સિન્યની જેમ જૈન સમાજ નિરાધાર બની ગયે. તેઓશ્રી તે આ જીવનની સાર્થકતા સાથે મહાન આરાધક અને પ્રભાવક બની ગયા, પણ એમના ગુણોની સુવાસ ચિર કાળ સુધી વિસરોય તેમ નથી. એમના આશીર્વાદ શાસન ઉપર સદા વરસતા રહો
(૧)
8
સ્તુતિ-એકવીશી રચયિતા-શ્રી અમરચંદ માવજી શાહ, તળાજા
ઝૂલણા છંદ સૌરાષ્ટ્ર દેશમાં અનેક સંતો, ઈતિહાસના પાને પંકાય; શાસનસમ્રાટ નેમિસૂરીશ્વર, મહુવાના એ રત્ન ગણાય. તીર્થોદ્ધારક શાસનપ્રભાવક, અનેક તીર્થ ઉદ્ધાર કરાયા કદંબગિરિ, વલભીપુર, મહુવા, યાત્રાધામ બહુ વખણાય. વચનસિદ્ધ સૂરીશ્વરની, સિંહનાદ થી ગર્જના થાય; રાજા-રજવાડાં ને શ્રીમતે, ગુરુવર્યનાં પાય વંદાય. અનેકશિષ્ય રત્નોથી શોભે, સૂરિચકચક્રવતી ગણાય; * જૈન શાસનમાં જેની આજ્ઞા, કેઈ થકી ના કદી લેપાય. તસ પટ્ટધર વિજયેદસૂરિ, શાસ્ત્રવિશારદ સંત ગણાય, તસ પટ્ટધર વિજયનંદનસૂરિ, શાસ્ત્રોમાંહી નિપુણ કહાય. શાસનસમ્રાટના મુખમાં રમતી, “ઉદય-નંદનીની જોડી સદાય તીર્થોદ્ધારનાં મહાન કાર્યો, ત્રિપુટીના સંગમથી થાય.
તિવિંદ નંદનસૂરીશ્વર, મુહૂર્તમાં એ અજોડ ગણાય; જૈન શાસનનાં શુભ કાર્યોમાં, એમનું મુહૂર્ત પ્રમાણિત થાય.
8
(૪)
8
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org