________________
પ્રસ્તિ : લેખા તથા કાળ્યા
[ ૩૧૧ ]
સદાય ખીલેલું જ જોવા મળે. સવારે જાએ, સાંજે જાએ, નાના જાએ, મેટા જાઓ, પેાતાના જાઓ, પરાયા જાએ——સદા સૌના માટે પાતાપણાના એક જ ભાવ, એક જ દૃષ્ટિ; એમાં કાઈ પરાયુ' લાગે જ નહિ. આવા આવા તે અનેક ગુણા તેઓશ્રીને વરેલા હતા. તેમાંથી અનુભવેલા થોડાક પ્રસંગેા ઉપરથી ખ્યાલ આવી જશે.
સૌથી પ્રથમ અમારું ચામાસું પાણીતાણામાં હતું ત્યારે સં. ૨૦૧૭માં તેઓશ્રી ત્યાં બિરાજમાન હતા. અમારી પાસે એક બાલિકાની દીક્ષા થવાની હતી, તેથી તેઓશ્રી પાસે અમે વદન કરવા ગયાં ને વાત કરી, તેા તરત જ હા કહીને દીક્ષા સારી રીતે કરી આપી. સાથે એક પ્રૌઢ બહેનની પણ દીક્ષા થઈ હતી. તે પછી તેા પરિચય વધતા ગયા, કારણ, અમારા સ`સારી ભાઈ પૂ. આચાર્યદેવ શ્રીયશેાભદ્રસૂરીશ્વરજી મહારાજ તેઓશ્રીના સમુદાયમાં જ છે. અને તેઓશ્રીના ગુરુદેવ, પરમપૂજ્ય આચાર્ય ભગવ’ત શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સોજીત્રા મુકામે કાળધર્મ પામ્યા તે વાતને આજે એક મહિના થયા. પૂ. આચાર્ય દેવ શ્રી કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ તે ચોથા આરાના માનવીના નમૂનારૂપે પ્રશાંતમૂર્તિ અને પ્રાકૃતના, વિશારદ હતા. તેઓશ્રીના ગુણાનુ વન થઈ શકે તેમ નથી. એ બેઉ પૂજ્યશ્રીએના પાંચ મહિનામાં દેહવિલય થયા અને શાસન, સંઘ ને સમુદાય માટે ન પુરાય તેવી જખ્ખર ખોટ આવી ગઈ. તેઓશ્રી તા જ્યાં હશે ત્યાં આનંદમંગળ જ હશે, પરંતુ તેઓશ્રીના ગુણામાંથી આપણા જીવનમાં જે એકાદ ગુણુ પણ આવી જાય તે આપણુ કલ્યાણ થઈ જાય અને એમને ખરેખરી અંજલિ
આપી કહેવાય.
વચ્ચે વિષયાંતર થવાથી કદાચ વાંચવામાં તકલીફ પડશે, પરંતુ ‘કારણે કારજ નીપજે’એ ન્યાયે સયુક્ત લખાય છે. કુદરતે કેવા સયાગ નિર્માણ કર્યાં કે, પૂ. નંદનસૂરીશ્વરજીએ સિદ્ધગિરિના પ્રતિષ્ઠા-મહોત્સવ માટે પ્રયાણ કર્યું! અને તેઓએ અડધે અટકીને પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું ! તે કાર્યને પૂર્ણ કરવા પૂ. કસ્તૂરસૂરીશ્વરજી પૃધાર્યો અને ભવ્ય પ્રતિષ્ઠા કરાવી રાજનગર પાછા ફરતાં, પોતે પણ જાણે તેઓશ્રીને મળવા ઇચ્છતા ન હોય તેમ, તેઓએ એ જ તિથિએ (વદિ ચૌદશે) પરલેાક પ્રયાણ કર્યું". આ છે સંસારની વિચિત્રતા અને અસારતા !
પૂ. નંદનસૂરીશ્વરજી મહારાજસાહેબમાં વાત્સલ્યના ગુણ સાથે હૃદયની વિશાળતા કેવી હતી, તે એક દાખલાથી સમજાઈ જશે.
પોતાના ગચ્છમાં સૌથી મેાટા ગણાતા અને સપૂર્ણ આસ્થા ધરાવતા હોવા છતાં પર ગચ્છના પૂર્વાચાર્યાંમાં જે જોયું ને જાણ્યું તે એમણે જગતની પાસે જાહેર કરી બતાવ્યું હતું, સં. ૨૦૨૬માં રાજનગર-અમદાવાદની માંડવીની પાળમાં લાલાભાઈની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org