________________
આ વિનદનસૂરિ-સ્મારક શોભે છે, તેમ સૂરિજીના મુહૂર્તના પ્રભાવથી ચારે દિશા અને વિદિશાઓમાં વિશાળ જિનચૈત્ય શોભી રહ્યાં છે.
જ્યા તો પૂજ્યશ્રીના મેરેમમાં ક્ષીરનીરની જેમ એકમેક થઈ ગઈ હતી. તેઓ દયાના ભંડાર હતા. તેઓના જીવનમાં જીવદયા પ્રત્યે રસ ધરાવનારાં દષ્ટાંતે જેકે ધણું છે, તે પણ અહીં આપેલા એક-બે દાંતે પરથી આપણને જણાશે કે, પૂ. સૂરિજીને કે બદયાનાં કાર્યોમાં કેટલે રસ હતો ? (૧) શેત્રુંજી ડેમની નહેરમાંથી માછલાં અન્ય લકો તરફથી પકડવામાં આવતાં હતાં. આ સમયે પૂ. સૂરિજી ઉપાશ્રયે બિરાજમાન હતા. તેઓશ્રીને આની જાણ થઈ. તેઓએ વિચાર્યું કે જીવહિંસા થાય એ તે ઘણું અનુચિત કહેવાય. એટલે પૂ. સૂરિજીએ ડેમ ખાતાના અધિકારીઓને જણાવ્યું. પૂ. સૂરિજીના ઉપદેશના પ્રભાવથી ત્યારથી હંમેશ માટે માછલાં પકડવાનું બંધ થઈ ગયું. (ર) વિહારમાં જ્યારે સાથે ગાડું હોય ત્યારે પોતાના માણસોને પૂછપરછ કરીને બળદને ખવરાવવા-પીવરાવવા સંબંધી ખાસ પ્રેરણા કરતા. આ એક-બે નાના દાખલા પરથી આપણને સમજાશે કે સૂરિજી કેટલા દયાળુ હતા. ગઝની સારસંભાળ રાખવાને ગુણ પણ એમનામાં ખૂબ સારો હતે. અ. નય એટલે ન્યાયનીતિ. આ ગુણ તેઓના જીવનનું ભૂષણ હતું. પિતાને વિરોધી હોય છતાં જ્યારે તે સલાહ લેવા આવે ત્યારે કઈ પણ જાતના પક્ષપાત વિના સામી વ્યક્તિનું હિત થાય તે રીતે તેઓ સલાહ આપતા હતા.
સુર્ય જેવા પ્રતાપી આપણું સૂરિજી હતા.
રિપુ એટલે દુશ્મન (બાહ્ય અને અત્યંતર). પૂ. સૂરિજી અંદરના અને બહારના શત્રુઓને જીતવા હંમેશા જાગ્રત રહેતા હતા અને એ માટે ચાર ભાવનાઓનું આચરણ કરવા માટે પ્રયત્નશીલ રહેતા હતા. આ ચાર ભાવના એટલે (૧) મિત્રી–જગતના જીવમાત્રને તેઓ મિત્ર માનતા હતા અને બધાં જ મનુષ્ય તેઓશ્રીને પૂજ્ય માનતા હતા. એટલે મહારાજશ્રીને સૌ પ્રત્યે મિત્રીભાવ જ હતો. (૨) પ્રમોદ–પૂ. સૂરિજીને દરેક વ્યક્તિમાંથી કેવળ ગુણગ્રહણ કરવાની જ દષ્ટિ હતી અને ગુણ જોઈને તેઓશ્રીના હૃદયમાં ખૂબ જ આનંદ થતો હતો. (૩) કારુણ્ય–દુઃખી જીનું દુઃખ દેખીને પૂજ્યશ્રીનું હૃદય દયાથી પીગળી જતું હતું. અને તેના દુઃખને દૂર કરવા પિતાથી બનતે પ્રયત્ન કરતા હતા. () અને માધ્યચ્ય-કદાચ કઈ દુર્ગુણ આત્મા તેઓના જોવામાં કે જાણવામાં આવે તે પણ તેઓને ન તે તે વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર થતો કે ન તો તેઓ એના તરફ ઠેષભાવ ધરતા. આ દરેક ભાવનાઓને પૂ. સૂરિજી લગભગ દરેક વ્યાખ્યાનમાં રસપૂર્વક પીરસતા હતા.
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org