________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યેા
વિજયન’દનસૂરિજી મહારાજ જય પામેા !
લેખક—પ. પૂ. મુ. શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ
વિનય એ તેઓશ્રીના જીવનમાં અમૂલ્ય ગુણુ હતા, સાથે સાથે તેઓ ખૂબ વિવેકશીલ પણ હતા, તથા વિધિ-વિધાનનાં કાર્યમાં અપૂર્વ રસવાળા હતા. જ્યારે તેઓ કાઈ પ્રસંગે નાનુ-માટુ' વિધિ-વિધાન કરાવતા ત્યારે તેઓ તન અને મનને એકાકાર કરી દેતા.
[ ૩૦૫ ]
ગય તેઓશ્રીએ પેાતાના જીવનમાં બાહ્ય અને અન્યતર એમ બન્ને રીતે મેળવ્યા હતા. પેાતાના પ્રેમાળ સ્વભાવથી સૌનાં મનને જીતી લીધાં હતાં. પૂ. સૂરિજીએ અભ્યંતર જય કઈ રીતે મેળળ્યેા હતા ? સમતા વડે સૂરિજીએ ક્રોધને બુઝાવી દીધા હતા. નમ્રતારૂપી અંકુશ વડે માનરૂપી હાથીને વશ કર્યાં હતા. સરળતારૂપી તીક્ષ્ણ કુઠાર વડે માયારૂપી વેલડીનું ઉન્મૂલન કર્યું હતુ. અને લાભરૂપી સમુદ્રને પીવા માટે તેઓ અગસ્ત્ય ઋષિ જેવા હતા; અને વળી નિ:સ્પૃહતા જેવાં ઉગ્ર કરણા વડે લાભરૂપી સાગરને શેષવનારા પણ હતા. આ રીતે આપણા વહાલા સૂરિજીએ બંને રીતે જય મેળવ્યેા હતા.
- યમ એટલે નિયમમાં રાખવું, કાબૂમાં રાખવું. તપ વડે તેઓશ્રી ઇન્દ્રિયાને અંકુશમાં રાખતા હતા. પેાતાની શારીરિક શક્તિ હતી ત્યાં સુધી તેઓશ્રી પાંચ તિથિ ઉપવાસ કરતા હતા. અત્યાર સુધી પણ તેઓ જ્ઞાનપ'ચમી વગેરે પર્વના દિવસેામાં ઉપવાસ કરવાનું ચૂક્તા ન હતા.
નંદનવન સમા સૂરિજી હતા. કેવી રીતે ? જેમ નંદનવનમાં અનેક પ્રકારનાં વૃક્ષા, ફૂલા, ફળે, જિનમદિર વગેરે શે।ભારૂપી સપત્તિ હોય છે, તેમ આપણા સૂરિજી પાસે આંતિરક એવી સુંદર સપત્તિ હતી. તેઓશ્રીની મનરૂપી શુદ્ધ ભૂમિમાં સુંદર ધરૂપી વૃક્ષ ઊગ્યુ હતું. તે વૃક્ષને દાન, શીલ, તપ અને ભાવરૂપી ચાર ઉત્તમ શાખાએ હતી. તે શાખાઓ પર ‘અભયદાન’ વગેરે પાંદડાં હતાં, કે જે કોઈ પણ વખત સુકાય નહીં તેવાં હતાં. તેઓના હાથે થયેલાં જીવદયા વગેરેનાં કાર્યો તે ઉત્તમ જાતિનાં ફૂલા જેવાં હતાં અને તે કાર્યાથી ચારે દિશાઆમાં ફેલાયેલા યશ તે ચિત્તને આનંદ પમાડનારી શ્રેષ્ઠ સુવાસ હતી. ફૂલના સૌદય અને સુવાસથી તે ફક્ત આંખ, નાક અને મન પવિત્ર થાય છે, પણ આ સુવાસ અને સૌ એવાં અગાચર હતાં કે તેની મહેક અને સૌથી કાન, આંખ, જીભ અને મન એમ બધુ જ પવિત્ર થતુ હતુ. વૃક્ષ જેમ બીજાને ફળ આપે છે, તેમ સૂરિજી ‘વિરતિ’ રૂપી ફળેા આપતા હતા, કે જે ફળેા લઈ ને મનુષ્ય આત્મિક શાંતિને પ્રાપ્ત કરતા હતા. નદનવનમાં જેમ ગગનવિહારી જિનચૈત્યા
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org