________________
[૯]
આ વિનદનસૂરિ-સ્મારકથ કૃતિ, સ્મૃતિ, વેદ, ઉપનિષદ આદિ જૈનતર ગ્રંથની સ્યાદ્વાદશૈલી-તુલનાત્મક દષ્ટિને ધારાપ્રવાહ શ્લોકની પરંપરામાં સાંભળવી હોય–
મુહૂર્ત, શિલ્પ અને વિધિવિધાનોની બાબતમાં દરેક સંપ્રદાયના મહાનુભાવોને મીટ માંડતા જેવા હાય
અને વાત્સલ્યના અવિરત પ્રવાહને અનુભવ કરવો હોય–તો આપણને ખરેખર અપૂવ તિર્ધર, પ્રકાંડ વિદ્વત્તાપૂર્ણ, તાકિકશિરોમણિ પરમપૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ્વિજયનંદનસૂરીશ્વરજી મહારાજસાહેબમાં એનાં દર્શન થતાં.
આ મહાપુરુષે અનાદિ-અનંત, પ્રાયઃ શાશ્વત શ્રી શત્રુંજય મહાતીર્થની શીતળ છાયામાં બિરાજમાન ધન્યતમ ધરણી સૌરાષ્ટ્ર પ્રદેશમાં અનેકવિધ વાણિજ્યક્ષેત્રે ધમધમતા બોટાદ નગરમાં જન્મ ધારણ કરી જન્મભૂમિ બેટાદનગર અને ધન્યતમ માતા-પિતા શ્રી જમનાબહેન અને હેમચંદભાઈને ધન્યતા અને પ્રસિદ્ધિ અપાવી છે.
જે સ્થાનમાં દેહરચના તે જ સ્થાનમાં દેહનો અગ્નિસંસ્કાર, એ પણ એક કુદરતી સંકેતરૂપ બન્યું !
સ્વાતિનક્ષત્રમાં પિતાના મુખમાં પડેલા જળબિંદુને છીપ મોતીરૂપે બનાવીને ભેટ ધરે તેમ સુવર્ણ સમાન હેમચંદભાઈ અને યમુનાબેને પોતાની માટીમાંથી પેદા કરેલા નોત્તમની-ઉત્તમ નરની-શાસનને એવી અણમોલ ભેટ આપી, કે જેમણે જીવનમાં અનેકવિધ અજવાળાં ફેલાવી કેટલાય માનવીઓના આદર્શોને કલામય બનાવવામાં કલાધર બની શાસનની અપૂર્વ સેવા બજાવી છે.
માતા-પિતા અને કુટુંબ તરફથી વારસાગત ઉત્તમ સંસ્કારને પામી, ૧૫ વર્ષની વયરૂપ ઊગતી યુવાનીમાં શાસનના મહાન સુકાની શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજસાહેબરૂપ સુવર્ણ સંસર્ગ મળતાં અપૂર્વ તેજ અને પ્રકાશ પામ્યા.
પ. પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર સિદ્ધાંતમહોદધિ, પરમ ગાંભીર્યાદિ અનેક ગુણાલંકૃત પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજયસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય તરીકે નત્તમમાંથી નંદનવિજયરૂપ ઉત્તમ નેર બન્યા !
પછી તો નવનલેખશાલિની પ્રજ્ઞા, ઉત્તમોત્તમ ગુરુશુશ્રષા અને અનુપમ આત્મસાધનાના બળે દિનપ્રતિદિન કૂદકે ને ભૂસકે અભ્યય સાધીને ૧૦ વર્ષની સંયમસાધનામાં પંન્યાસપદ અને ૧૩ વર્ષની સંયમસાધના અને ઉંમરને ૨૮મા વષે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું, જે છેલ્લાં કેટલાય વર્ષોમાં આટલી નાની વયમાં આચાર્ય પદ મળ્યું હોય અને ૫૦ વર્ષ જેવા દઈ કાળ સુધી આચાર્ય પદ પર રહ્યા હોય તે આ મહાપુરુષ માટે જ બન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org