________________
:
[
પ્રશસ્તિ લેખે તથા કાવ્યો
[૩] આપેલ હોવા છતાં તેઓ કોઈ પણ વ્યક્તિને પૂર્વગ્રહરાહત નિહાળતા, જે એક વિશિષ્ટ પ્રકારનો મહાન ગુણ લેખાય.
તેઓશ્રીનું હસતું મુખડું આબાલવૃદ્ધ, શિક્ષિત કે અશિક્ષિત સહુને સદાય ખીલેલા કમળ સમ લાગતું હતું. વર્ષોનાં વહેવા સાથે તેઓશ્રી શરદી, ગેસ આદિ વ્યાધિથી ઘેરાયેલા રહેતા, કિંતુ તેઓશ્રી તેની પરવા કર્યા વગર સંઘ-સમુદાયના કોઈ પણ કાર્ય પ્રસંગે સદાય માર્ગદર્શક અને રાહબર બની રહેતા. શાસનસમ્રાટની વૈયાવચ્ચમાં તેમ જ એમનો પડો બોલ ઝીલવામાં તેઓએ જે ગુરુભક્તિ દાખવી હતી અને ગુરુવર્યના આશીર્વાદ મેળવ્યા અને પચાવ્યા હતા, તે જૈન સમાજ માટે તથા શ્રમણ સમુદાય માટે આજે પણ અદ્વિતીય, આદરણીય અને અનુકરણીય મનાય છે. તેઓશ્રીને વાત્સલ્યગુણ અને હતો. નાના-મોટા સહુને તેઓશ્રી હેતથી સત્કારતા. આવા વાત્સલ્યભાવ બહુ જ દુર્લભ હોય છે.
જન્મે છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે તેને રોકવાને કોઈ ઉપાય શેધા નથી. મહાન ગુણકારી અને હિતસ્વી વડીલની છત્રછાયા ચાલી જાય ત્યારે જરૂરથી શેક અને સંતાપ લાગે. પરંતુ તેમના ઉરચ આદર્શોને ગ્રહણ કરી એમણે ચીધેલા પાવનકારી માર્ગે ચાલવાથી તેમની સ્મૃતિ અખંડિત રાખી શકાય.
તારક સૂરીશ્વરજીને જેને વાંદ્યા છે, સાંભળ્યા છે અને સેવ્યા છે, તે જ જાણુ શકે કે, તેમના ગુણો વચનથી કેમ કથાય? તેઓ તત્ત્વની વાત અને કઈ પણ વાદ માટે સદા તત્પર હતા, પણ વિવાદ જગાડી કષાય વધારવા માટે તેઓની કદી તૈયારી નહતી. એવા પ્રતિભાવંત સૂરીશ્વરજીની જૈન શાસનને ન પુરાય એવી ખોટ પડી છે.
" તેમના ચીધેલા માર્ગે ચાલી આત્મકલ્યાણ સાધી સી આરાધનામાગે તત્પર થાઓ એ જ શુભેચ્છા.
ગુણ-સ્તુતિ-ગીત રચયિતા શ્રી લક્ષ્મીબેન મેઘજી ગડા, ઘાટકેપર, મુંબઈ મને સાંભરે રે મને સાંભરે રે, નંદન ! તારી નિર્મોહી મુદ્રા; કેમ વિસરે રે, કેમ વીસરે રે.... સૂરીશ્વર! ઉપકાર અનેરા.
પ્રેરણાની પરબ મીઠી એક વીરડી,
જોતાં જડે ના તારી સાધુતાની જોડલી, આજ અંતર રડે રે, અંતર રડે રે...સત્સત તારા ચાલી જવાથી. મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org