________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યા
[ace]
અને તેથી ભૌતિકવાદે સર્જેલી ચડતી-પડતીના સમયમાં પણ જૈન શાસન જયવ'તુ રહી શકયુ છે.
મહાન તપસ્વી ખુટેરાયજી મહારાજના ત્રણ પ્રતાપી શિષ્યા તે ૧. શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ, ર. શ્રી આત્મારામજી મહારાજ અને ૩. શ્રી મૂળચન્દ્રજી મહારાજ, આ ત્રણે ગુરુભાઈએ ખૂબ જ સ'પીને રહેતા. તેઓ એકબીજાના પૂરક હોવા સાથે જૈન શાસનને પૂર્ણ વફાદાર હતા.
આ ત્રણેમાંથી શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજના ઘણા શિષ્યામાંથી એ શિષ્યા ઘણા જ પ્રભાવશાળી હતા. એમાંના એક મહુવાનગરી ( સૌરાષ્ટ્ર )ના રવાસા કુટુંબમાં જન્મીને જિન્દગીના છેલ્લા શ્વાસ સુધી જૈન શાસનની શાભામાં ચાદ ચાંદ લગાડનારા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા ) અને બીજા એ જ નગરીના પદ્મા તારાના કુટુંબમાં જન્મેલા અને તફાનના રસ્તે ચઢી ગયેલા તપાગચ્છને એક સૂત્રમાં ખાંધવા માટે અથાક પરિશ્રમ લેનારા આચાર્ય રત્ન, શાસનસમ્રાટ, સૂરિચક્રચક્રવર્તી શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ. આ અને ગુરુભાઈ આ દિગ્ગજ વિદ્વાન, શાસન અને સમાજના યાગક્ષેમ પ્રત્યે પૂર્ણ વફાદાર તથા શ્રમણ અને શ્રમણીને વ્યાકરણ, કાવ્ય, કોષ, ન્યાય અને આગમાદિ સૂત્રેાના નક્કર વિદ્વાન બનાવનારા હતા. આ અને આચાય ભગવતાના ઉપકાર કોઈ કાળે પણ ન ભુલાય તેવા છે.
શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં તૈયાર થયેલ અનેક વિદ્યુતશિરોમણિ આચાર્ય ભગવંતામાંથી શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજ એક હતા અને તેઓ બાહ્ય તથા આભ્યન્તર એમ અને શક્તિથી સમ્પન્ન હતા.
ચમકદાર હીરાની પરીક્ષા કરીને એમને ઝવેરી જ પાણીદાર કરી શકે છે, તેમ બોટાદની ભૂમિમાં જન્મેલા ઘણા હીરાએને શાસનસમ્રાટે ઉત્તમમાં ઉત્તમ પાણીદાર બનાવ્યા છે. તેમાંના એક શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી હતા, જે જૈન સમાજને માટે અનેક મહાન કાર્યા કરીને ચિરસ્મરણીય તથા પ્રશંસનીય બની ગયા છે.
તેઓ નાની ઉમ'રમાં જ તેજસ્વી, બુદ્ધિશાળી, દીર્ઘદૃષ્ટા અને જાણે સંયમ ગ્રહણ કરવા માટેની ભાવના પૂર્વભવથી જ લઈ ને અવતરેલા હતા, તેથી દીક્ષિત થયા પછી તેઓ જ્ઞાનસાધનામાં ઘણા જ ખંતીલા, ગુરુસેવાપરાયણ, કદ અને અતેવાસિત્વને સત્યા કરનારા બની શકયા હતા.
વ્યાકરણ, કાવ્ય, ન્યાય, કાંષ, શિલ્પ તેમ જ જ્યાતિષશાસ્ત્ર ઉપરાંત કમ ગ્રન્થા તથા આગમશાસ્ત્રોનાં રહસ્યાના પણ તેઓ માટા વિદ્વાન હતા. એમનું બાહ્ય અને આભ્યન્તર
३७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org