________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૫૭] આજે તો એમના ગુણો વિશેષ યાદ આવે છે. એમની ઉદારતા, એમની નિખાલસતા, એમની સહિષ્ણુતા આજે નજર સામે તરવરે છે. મારા-તારાનો એમની પાસે કોઈ દિવસ ભેદ નથી . મારા જેવા તો એમને “ચોરાશી બંદરને વાવટે” કહેતા. એમની પાસે એક તિથિવાળા આવતા, બે તિથિવાળાય આવતા, તપગચ્છવાળા આવતા ને ખરતરગચ્છ ને અંચલગરછવાળા પણ આવતા. મૂર્તિપૂજક આવતા ને સ્થાનકવાસી ને તેરાપંથી પણ આવતા. જૈનો આવતા તેમ જૈનેતરે-બ્રાહ્મણ, પટેલ વગેરે-પણ આવતા. કોઈ મુહૂર્ત પૂછવા આવે, કઈ સંસારથી કંટાળેલા જીવ સાંત્વન લેવા આવે, કઈ કુતૂહલથી આવે, કઈ જિજ્ઞાસાથી આવે, કઈ સમાધાન મેળવવા આવે, ને કોઈ છિદ્રાન્વેષી પણ આવે.
પણ એ તમામ લોકોને, તેઓ જે કામે આવ્યા હોય તે અંગે પૂરે સંતોષ થાય એ સરલ અને ઉદાર વ્યવહાર શ્રી નંદનસૂરિ મહારાજ પાસે જોવા મળતા. એમના દિલમાં કોઈ દિવસ નાના-મોટાને કે મારા-તારાનો ભેદભાવ નથી જોવાય. એમની એક જ વાત હતી, જે સાચું હોય, હિતકારી હોય, તે કહી દેવું. કોઈની શેહમાં તણાયા વિના ખરી વાત કહેવી અને ખોટી વાતને ટાળવીઃ આ એમના યશસ્વી વ્યવહારની ચાવી હતી. અને છતાં કોઈ પ્રત્યે તિરસ્કારભર્યું વલણ નહિ, એ એમની વિરલ વિશેષતા હતી.
કોઈ તનથી, કોઈ મનથી કે બીજી રીતે દુઃખી હોય, પીડાતો હોય, અને એ નંદનસૂરિ મહારાજ પાસે આવે, તો એમની પાસે એને ખૂબ આ ધાસન મળતું, આધાર સાંપડતો. એનું દુઃખ, એની પીડા, બધું ઘડીભર શમી જતું. અને એમના આધારે એ પુનઃ પોતાના માર્ગે આગળ વધી શક્તો.
- શ્રી નંદનસૂરિ મહારાજમાં નિઃસ્વાર્થપણાની ભાવના અજોડ હતી. નામનાની કે પ્રતિષ્ઠાની વૃત્તિ એમનામાં કદી જોઈ નથી. એમના હાથે અનેક શુભ મહાન કાર્યો થયાં, અનેક પ્રતિષ્ઠાને અંજનશલાકાઓ થઈ, પણ ક્યાંય એમણે પિતાના નામની અપેક્ષા સેવી નથી. કેટલીક વાર મારા જેવા કઈક કહે પણ ખરા કે, “સાહેબ ! આ દેરાસરની પ્રતિષ્ઠા આપના હાથે થનાર છે, તે એ તો આપણું જ છે, માટે ત્યાં શિલાલેખનું સૂચન આપવાનું રાખજે.” પણ એ મહાપુરુષ તો નિર્લેપ અને આવા સૂચનથી સદા દૂર જ રહેતા. તેઓ આ વાતનો સાફ ઈન્કાર કરી દેતા. કહેતા કે, “એને લખવું હશે તે લખશે. આપણે એની કશી જરૂર નથી”.
આવા પૂજ્ય પુરુષ આજે આપણી વચ્ચે નથી એ ઓછા દુઃખની વાત નથી. પણ હવે તે એનું દુઃખ લગાડવા કરતાં પણ વધુ જરૂરની વાત તો એ છે કે એમના જેવા ગુણિયલ, જ્ઞાની, સરલ અને ઉદાર વૃત્તિવાળા મુનિઓને કેળવીએ ને એમના જીવનને અનુસરીએ. આમ કરીશું તે જ એમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીશું.
३३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org