SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘના ય કે લેખક: મુનિરાજ શ્રી શીલચંદ્રવિજ્યજી મહારાજ સમૃદ્ધ સૌભાગ્યનું મંગળ ચિહ્ન જનધર્મ તે મહાન અને વિશાળ છે; એ જે વિશાળ છે. એ કેઈન ધર્મ નથી, એ સંકુચિત નથી. પણ એને કૂવાના દેડકા જે તે આપણે બનાવી દીધો છે. એને વિશાળ કેમ કરવો? એને વિશાળતા કેમ આપવી? એ માટે આપણામાં સામર્થ્ય નથી, એ આપણું શક્તિ બહારને વિષય છે; પણ કરીએ તે થઈ શકે. ” –પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનગ્ન રિજી મહારાજ જૈન શાસનની સાંપ્રત પરિસ્થિતિનો ચિતાર આ શબ્દોમાં જોવા મળે છે. આવી પરિસ્થિતિ સર્જનાર આપણે જ છીએ, એને એમાં કડે છતાં નેકદિલ એકરાર છે. અને આટલું છતાં, હજી પણ બાજી હાથમાં છે, “જાગ્યા ત્યારથી સવાર ” ગણુને પરિવર્તનની પ્રક્રિયા પ્રારંભીએ તે બગડેલી પરિસ્થિતિને અંત અવશ્ય આવે, એવાં દઢ આત્મવિશ્વાસનો સૂર પણ આ શબ્દ વ્યક્ત કરે છે. આ શબ્દોમાં અંતરનું દર્દ ભર્યું છે. હાથે કરીને આપણું સામર્થ્ય આપણે છે અને હજી પણ ખાઈ રહ્યા છીએ, એની અકથ્ય વેદના છે. એ સામર્થ્ય પાછું મેળવીને અંતરના આ દર્દને દૂર કરવાની ક્ષમતા આપણામાં છે, એવી પ્રેરક આશા પણ આ શબ્દોમાં ભરી છે. અને એની સાથે જ, એ છતી ક્ષમતાની આપણે ઘોર ઉપેક્ષા કરી રહ્યા છીએ, એની ઘેરી ચિન્તા પણ આ શબ્દો પ્રગટ કરે છે. ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવને ત્યારે પ્રારંભ થતું હતું. એના વિરોધનું તંત્ર પ્રબળ બન્યું હતું. નિર્વાણ મહોત્સવને છિન્નભિન્ન કરવાના પ્રયત્નો પુરજોશમાં ચાલુ હતા. ગુજરાતના રાજનગર-અમદાવાદના સંઘે એ પ્રસંગે, સુંદર ઉત્સવ ચેન્યો હતો. એ ઉત્સવ દરમિયાન યોજાયેલી એક સભામાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે ઉપર નોંધેલા શબ્દો ઉચાર્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy