________________
[ ૨૪૬ ]
આ. વિ.ન`દનસૂરિ-સ્મારકશ્ર‘થ દિલ માનતું નથી. આ ઘા પડયો છે એ, મને લાગે છે કે, જીવનપર્યંત ભુલાય તેવા નથી. મારી પુણ્યાઈ કાચી કે હું ગુરુ વિનાને થઈ ગયા. આપને તે પારવાર દુઃખ હોય જ. પરંતુ શાસનના કામ કરવા માટે મન મજબૂત કરવું જ પડે. ( સાબરમતી (અમદાવાદ); તા. ૧૫-૧-૭૬)
માંડલ-તપગચ્છ જૈન સ`ઘ—વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના અકાળ અવસાનથી અમને જ નહીં, સકળ જૈન સદ્યાને ભારે આઘાત લાગ્યા છે. ગયા વર્ષે સમગ્ર ગુજરાતમાં ભ. મહાવીર ૨૫૦૦મા નિર્વાણવર્ષની ઉજવણીમાં એમણે જ નેતૃત્વ સભાળી યશસ્વી કાર્ય પાર પાડયું હતુ. એમના જવાથી જૈન સ’ધને ભારે માટી ખોટ પડી છે. એમનુ સ્થાન પૂરે એવી કોઈ વ્યક્તિ હાલ દેખાતી નથી. શાસનદેવ એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. હવે તેા આપણે એમણે બતાવેલા માર્ગે જવાનુ છે. એ પુનિત પુરુષની યાદ કદી ભૂલાય નહીં. ( તા. ૨–૧–૭૬ )
સંગીતકાર શ્રી હીરાલાલ દેવીદાસ ઠાકુર—પ. પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી નંદનસુરીશ્વરજી મહારાજજીના કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી હૃદયને પારાવાર દુઃખ થયું છે. શાસનના સ્થંભ સમા, ઉદારરિત એક મહાન આત્માની વિદાયથી શાસને એક અણુમાલ રત્ન ગુમાવ્યુ છે. અનેકના ઉપકારી હતા. છેલ્લાં કેટલાંક વર્ષથી મારાં અહેાભાગ્યે હું સમાગમમાં આવ્યા અને જ્યારે જ્યારે વંદનાર્થે આવ્યા હાઉ ત્યારે એમની પ્રેમભરી સુનજર, કેમ ભાઈ ?’ આ વ્હાલભર્યા શબ્દ યાદ કરું છું ત્યારે ગદ્ગદ બની જાઉં છું. ખૂબ દુઃખ થયુ છે. ત્યાં દોડી આવવા મન થયું, પણ બન્યુ નથી. પણ મન મારું' ત્યાં જ છે, આપને પણ લાગેલા આઘાતની કલ્પના કરું છું ત્યારે રોમાંચ અનુભવાય છે. ધર્મતીર્થની યાત્રા અને એ શુભ ભાવમાં એમનું જવું, એ પણ સૂચક છે. ( મુંબઈ, તા. ૧-૧-૭૬ )
૫. શ્રી અમૃતલાલ મેાહનલાલ ભાજક—પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી ૧૦૦૮ શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબજીના દેહવિલયના દુઃખદ સમાચાર છાપામાં વાંચીને ખૂબ જ આઘાતની લાગણી અનુભવી છે. આપણા સામાજિક અને શ્રીસ`ઘના વિષમ વાતાવરણમાં પૂજ્યપાદશ્રીના કાળધર્મથી શ્રીસંઘને અસાધારણ અને ન પૂરી શકાય તેવી ખાટ પડી છે જ. આથી તેઓશ્રીના વિયાગ વિશેષ સાલે છે. શાસનદેવ, દેવ...ગત પૂજ્યપાદ આચાર્ય ભગવ ́તના શુભાશીર્વાદથી અને શ્રીસ ંઘના પ્રમળ પુણ્યાયથી, શાસનનાં સર્વ કાર્યમાં અને સમાજનાં શુભ કાર્યમાં આપ સૌ પરમપૂજ્ય આચાર્ય ભગવાને અતૂટ શક્તિ આપશે જ. (અમદાવાદ; તા. ૨-૧-૭૬ )
શ્રી લક્ષ્મણુભાઈ હી. ભેાજક---પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબના કાળધર્મ પામ્યાના સમાચારથી ઘણું જ દુ:ખ થયુ છે. આપના માટે તે વજ્રઘાત જેટલું દુઃખ ગણાય. પૂ. આચાર્ય મહારાજને વાત્સલ્યપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org