________________ [24]. આ. વિનંદનસૂરિ સ્મારગ્રંથ તમારા ગયા પછી પાંજરાપોળને ઉપાશ્રયે અમે જઈ આવ્યા પણ વિશેષ સૂનકાર લાગે. જોકે, આ. કસ્તૂરસૂરિજી તથા યશોભદ્રસૂરિજી વગેરેને અમે મળ્યા, પણ આ. શ્રી વિના અને તમારી હાજરી વિના અમારું દિલ નિરાશ થઈ ગયું. તમે વહેલાં વહેલાં અહીં પધારી જાઓ એમ અંતઃકરણથી વિનંતિ કરીએ છીએ. (અમદાવાદતા. 12-1-76) શ્રી રિષભદાસજ રાંકા—પૂજ્ય ગુરુદેવના સ્વર્ગવાસના સમાચાર મને આ પહેલાં જ મળી ગયા હતા, પરંતુ આપને ક્યાં કાગળ લખે એની માહિતી ન હોવાથી હું આપને સંવેદનાનો કાગળ નહીં લખી શક્યો. આચાર્યશ્રીના જવાથી શ્વેતાંબર સમાજની બહુ મોટી ક્ષતિ થઈ, જે અપૂરણીય છે. પરંતુ મૃત્યુના આગળ કોઈ ઉપાય નથી. આચાર્યશ્રીના જવાથી મને પણ દુઃખ અને આઘાત થયો. પરંતુ એમને સાચી શ્રદ્ધાંજલિ આત્મવિકાસ કરીને જ આપી શકાશે શાબ્દિક શ્રદ્ધાંજલિથી શું વળવાનું છે? (પૂના, તા-ર-ર-૭૬) | ડૉ. છોટુભાઈ એફ શાહ –ગુરુજીની યાદ અથવા તો કોઈ અમૃતિ આવે છે ત્યારે હું રડવું રોકી શકતો નથી. તેઓશ્રીને મારા તથા મારા આખા કુટુંબ પર એટલે બધો ઉપકાર હતો કે તેઓશ્રીની વિદાયથી અમે બધા અનાથ જેવા થઈ ગયા છીએ. આટલી જલદી તેઓશ્રીનો દેહવિલય થશે તે કલ્પનામાં પણ ન હતું. હજી તો કોઠ ગામમાં ગુરુજી કહેતા હતા કે રવિવારે વલ્લભીપુર અનુકૂળતા હોય તો આવશે અને પાલિતાણા પહોંચ્યા પછી અનુકૂળતા કરી છેડા દિવસ રોકાવાનું રાખશે. આ બધું તો. હવે સ્વપ્ન જેવું થઈ ગયું. તેઓશ્રીની યાદ આવે છે અને હૃદય ભરાઈ આવે છે. તેઓશ્રી કેટલા પ્રેમાળ, લાગણીવાળા અને સાદા હતા તેને ખ્યાલ કરું છું અને મારા જીવનના બધા પ્રસંગો તેઓશ્રીના સહવાસના યાદ આવે છે. બધા સાધુઓ અને સાધ્વી મહારાજે પ્રત્યે તેઓશ્રીની દેખરેખ અને બધાની જરૂરીઆતો પૂરી પાડવાની તેઓશ્રીની ચીવટ હજી હું યાદ જ કર્યા કરું છું. આટલા મોટા મહાન આચાર્ય હોવા છતાં મારા તરફની તેઓશ્રીની લાગણી હું જીવનપર્યત ભૂલી શકું તેમ નથી. તેઓશ્રીના જવાથી મને, મારા કુટુંબને, આખા સમુદાયને અને સમસ્ત જૈન સંઘને ન પુરાય તેવી ખોટ પડી છે. તેઓશ્રીની શરીરની સુખાકારી સારી ન હોય અને હું કહું કે, “સાહેબજી ! આપ આરામ કરો. ત્યારે તેઓશ્રી એમ કહે કે, “બહુ દૂરથી મુહૂર્ત જોવરાવવા આવ્યા છે, તો તેમને તકલીફ પડે, તેથી તે કામ પતાવવું પડે.” અને તેઓશ્રી તકલીફ ઉઠાવીને પણ શુભ મુહૂર્ત કાઢી આપે. આ શું બતાવે છે ? તેઓશ્રીની મોટાઈ, ઉદારતા અને દરેક જીવ પ્રત્યે સમભાવ અને સમદષ્ટિ. ( પત્ર દ્વારા તેઓશ્રીનો ગુણાનુવાદ કરવા બેસું તો તેનો પાર આવે તેમ નથી. આટલું તો લખવાનું પ્રયોજન એ જ કે તેઓશ્રીની યાદ આવે છે ત્યારે લખવાનું રોકી શકતો નથી. ગુરુમહારાજની ભક્તિ કરવાનો મને મોકો મળતો હતો તે મારું અહોભાગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org