________________
[૨૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ શેઠ રતિલાલ વિઠ્ઠલદાસ ગોસલીયા ગઢડાનિવાસી શ્રી . સ્થાનકવાસી જન
છાત્રાલય, બોટાદની અંજલિ પ્રાતઃ સ્મરણીય, જૈન શાસ્ત્રના ઊંડા જ્ઞાતા, પ્રવર્તમાન જૈન સમાજની સમર્થ વ્યક્તિ, જૈન મુહૂર્તશાસ્ત્રના ઊંડા તજજ્ઞ અને નાની વયે ઝાઝું જ્ઞાન પ્રાપ્ત કરી જૈન દર્શન અને જૈન આચાર-વિચારને પ્રચાર કરનાર આચાર્ય વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના કાળધર્મથી અમે સૌ ઊંડા દુઃખની લાગણી અનુભવીએ છીએ. તેમના અવસાનથી જેને શાસનને ભારે મોટી ખોટ પડી છે. જૈન સમાજે એક અનન્ય વિભૂતિ ગુમાવી છે. અમે પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેમના આત્માને શાશ્વત શાંતિ આપે.
મહાન પુરુષો કદી મરતા નથી. એ તો હંમેશા પોતાના વિચારો વડે જીવંત જ હોય છે. એમનું મૃત્યુ મંગલકારી હોય છે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીએ અને તેમના ચીધેલા રાહને અપનાવીએ એ જ મહાપુરુષને સાચી અંજલિ હોઈ શકે.
આચાર્ય વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના અવસાન નિમિત્તે બેડિંગના સૌએ પાંચ મિનિટ સુધી મૌન રાખી તેમના આત્માને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી.
શિવગંગા સંગીત વિદ્યાલય, બોટાદની અંજલિ સમગ્ર જૈન સમાજના અગ્રગણ્ય તેમ જ પ. પૂ. જૈન આચાર્યશ્રીઓમાં જ્યેષ્ઠ પ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ તગડી મુકામે કાળધર્મ પામ્યાના સમાચાર મળતાં જ શિવગંગા સંગીત વિદ્યાલયના ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓ ઊંડા આઘાત સાથે દુઃખની લાગણી અનુભવે છે.
સ્વર્ગસ્થ શિલ્પ-સ્થાપત્ય તથા તિષનું અગાધ જ્ઞાન ધરાવતી સમગ્ર ભારત દેશની મહાન વિભૂતિ હતા. જેને તત્વજ્ઞાન દ્વારા જૈનધર્મને સારાયે ભારત દેશમાં ફેલાવો કરવા માટે પોતાના સારાયે જીવન પર્યન્ત ભગીરથ પ્રયાસ કરનાર આ મહાન વિભૂતિને અમારા કેટી કેટી વંદન હે.
સ્વર્ગસ્થના કાળધર્મ પામવાથી ભારત દેશને તેમ જ સમગ્ર જૈન સમાજને મહાન વિભૂતિની ખોટ પડી છે, જે વણપુરાયેલી રહેશે.
ભગવાન મહાવીર સ્વર્ગસ્થના આત્માને પરમ શાંતિ અર્પે તેમ જ સ્વર્ગસ્થ પ્રેરેલ ધર્મઉપદેશ દ્વારા જૈન સમાજને આપેલ આદેશ મુજબ ધર્મકાર્ય કરવાની આપણ સૌને પ્રેરણા મળે તેવી અભ્યર્થના. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org