________________
ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવે
[૨૫] એક વિચિત્રતા જ છે. આ સંક્રાંતિ કાળમાં જ્યારે એ મહાન માનવીઓની હાજરીની જરૂર છે, ત્યારે એઓ આપણી વચ્ચેથી સ્થૂલ દેહે ચાલ્યા ગયા એ પણ એક કરુણતા જ લેખાય. પરિવર્તનશીલ જગતમાં મૃત્યુ એ તો નિશ્ચિત છે જ, પરંતુ જગતના કલ્યાણ માટે સર્વસ્વને ભેગ આપનાર મહાપુરુષોની કીર્તિને સ્પર્શ કરવાની તેની તાકાત હોતી નથી. મહાવીર, ગૌતમ, કૃષ્ણ, બુદ્ધ બધાય કાળને શરણે થયા, તથાપિ આજે એઓ સમાજની જીભને ટેરવે રમી રહ્યા, જગવંદ્ય બન્યા, મૃત્યુંજય બન્યા. પૂજ્યશ્રી તે મૃત્યુને પણ ધન્ય બનાવી ગયા, મૃત્યુ ઉપર પણ એ પૂજ્ય પુરુષે વિજય મેળવ્યું. ભલે તેઓ આજે સ્થૂલ દેહે વિદ્યમાન નથી, છતાં અક્ષર દેહે ભારતવર્ષમાં ઈતિહાસને પાને સદાય જીવંત રહેશે.
પૂજ્યશ્રીની સંયમની આરાધના અને તિષ તથા શિલ્પના અગાધ જ્ઞાનથી શિલ્પકળાના વિકાસમાં તેઓશ્રીને ફાળે નાનસૂને ન હતું. મહુવાનાં ચાર-પાંચ ચાર્તુમાસ દરમ્યાન અમો પૂજ્યશ્રીના સમાગમમાં આવેલ અને એમના ચારિત્ર અને સંયમના પ્રભાવે શ્રમણ સમુદાયમાં પણ તેઓ આગવું સ્થાન પ્રાપ્ત કરી શક્યા. આવા સમર્થ આચાર્ય આમ એકાએક આપણી વચ્ચેથી ચાલ્યા ગયા એ પણ સમાજનું કમનસીબ છે.
પરમકૃપાળુ પરમાત્મા પૂ. આચાર્યશ્રીના આત્માને ચિરશાંતિ બક્ષે એવી અમારી શાસનદેવને પ્રાર્થના. આપ બધા ઉપર આવી પડેલ દુઃખમાં મહુવા જૈન સંઘ સમવેદના દાખવે છે.
બોટાદ નગરપાલિકાની શ્રદ્ધાંજલિ સમગ્ર જૈન સમાજના અગ્રગણ્ય તથા જેન આચાર્યશ્રીઓમાં જ્યેષ્ઠ આચાર્ય પ. પૂ. આચાર્ય શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ ગઈ કાલે તગડી મુકામે કાળધર્મ પામ્યાના સમાચાર મળતાં બટાદ નગરપાલિકા ઊંડા આઘાત સાથે દુઃખ વ્યક્ત કરે છે. સ્વર્ગસ્થ જૈન ગ્રંથનું અગાધ જ્ઞાન ધરાવતા મહાન આચાર્યવિભૂતિ હતા. સમગ્ર દેશમાં જૈન ધર્મના ઉત્કર્ષ માટે પિતાનું સારુ જીવન વ્યતીત કરી સમગ્ર જૈન સમાજને તેમ જ ભારત દેશને જૈન ગ્રંથનું તત્ત્વજ્ઞાન અર્પેલ છે, તે બદલ સમગ્ર રાષ્ટ્ર તેમનું ઋણી છે. સ્વર્ગસ્થના કાળધર્મ પામવાથી જૈન સમાજે તથા રાષ્ટ્ર એક મહાન વિભૂતિ ગુમાવી છે, જેની ખોટ વણપુરાયેલી રહેશે. સ્વર્ગસ્થના આત્માને ભગવાન મહાવીર પરમ શાંતિ અર્પે એવી અભ્યર્થના. સ્વર્ગસ્થના માનમાં બેટાદ નગરપાલિકા કચેરીનું કામકાજ આજરોજ બંધ રહેશે.
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org