________________
[ ૨૦૦ ]
આ. વિ.ન...દનસૂરિ સ્મારક્ચથ
જૈન શાસનના મહાન યાતિર
પરમ પૂજય પરમકૃપાળુ આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી જૈન દર્શનના આગમો તેમ જ ધર્મશાસ્ત્રા અને દનાના તલસ્પશી અજોડ વિદ્વાન હતા; ન્યાય, વ્યાકરણ, જ્યાતિષ તેમ જ શિલ્પશાસ્ત્રના પારગત હતા. સે...કડા વર્ષોથી ચાલી આવતી તિથિવિષયક આરાધના અને તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરીય પર’પરાના મહાન સ`રક્ષક હતા. અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, સંઘયાત્રા, ઉપધાન, ઉદ્યાપન વિ. મ’ગલમય ધર્મ કાર્યનાં શુભ મુહૂર્તો માટે જેઓશ્રીનુ સ્થાન શ્વેતાંખર મૂર્તિપૂજક જૈન સંઘમાં સર્વોપરી હતું; જેશ્રીની શુભ નિશ્રામાં પ્રતિષ્ઠા, અંજનશલાકા, દીક્ષા વિ. કલ્યાણકારી મહાત્સવેા દ્વારા જૈન શાસનની અદ્દભુત પ્રભાવના થયેલી. પેાતાની નાદુરસ્ત તખિયત હાવા છતાં શાસનના હિત અને ઉત્કર્ષની પ્રવૃત્તિમાં જેએશ્રી સતત પરાયણ હતા. પૂજ્ય તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્યં ભગવ'ત વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વિદ્યમાન સમુદ્દાયમાં તથા સમગ્ર તપાગચ્છમાં અધિનાયક હતા. તેઓશ્રી ૪૯ વર્ષથી આચાય પદે બિરાજીને સકલ શ્રીસંઘ પર ઉપકારાની વર્ષા કરી રહેલ. ખંભાતના ચાતુર્માસમાં શ્રીસંઘ પૂ. શાસનસમ્રાટ જન્મશતાબ્દિ મહેાત્સવ તથા ઉપધાનતપની મહાન આરાધના વિ. મંગલ કાર્યા કરવાને ભાગ્યશાળી બનેલ. શાસ્ત્રવિશારદ, કવિરત્ન, ન્યાયવાચસ્પતિ, સિદ્ધાંતમાતડ જ્યાતિષશાસ્ત્રનિષ્ણાત આચાર્ય મશહૂર હતા. ચારિત્રવૃદ્ધ અને વયાવૃદ્ધ પૂજ્યશ્રી જૈન સમાજમાં સ પક્ષે સન્માનનીય અન્યા.
વિશ્વના વિરાટ પ્રવાહમાં જન્મેલાંએ સામાન્ય યા મોટા મોટા સત્તાધીશે। કાઈ પણ હાય, તેની સાથે મરણુ પણ સંકળાયેલું જ છે. છતાં જેઆ સ્વ જીવનમાં ઉત્તમ ગુણાને વણી ગયા છે, જેમણે સ્વજીવન સ્વ અને પરના કલ્યાણાર્થે વિતાવ્યું છે, સ્વ-પરના ભેદને સમજી સ્વગુણુરમણતા જ જેએનું સૂત્ર બન્યું છે, તેઓ ભલે આપણા વચમાંથી સ્થૂલ દેહે અદૃશ્ય થતા હોય, પણ યશેાદેહથી તા તેઓ સદૈવ આપણી સમક્ષ ઝળકી જ રહ્યાં છે. સમુદ્ધિના શુદ્ધ મત્ર પઢાવનાર, મિથ્યા વાસનાના અંધકારને દૂર કરી સૂર્ય સમ ઉજ્વલ સમ્યગૢજ્ઞાનનાં પ્રકાશમય કિરણા પાથરનાર, અને પરોપકારપરાયણ જે કાઈ હોય તેા તે મહિષ પુરુષા જ હોય છે. સિદ્ધમાની જેમ જેએનાં વચનમાં સિદ્ધિ હોય છે, જેમના હૃદયમાં દયાના વહેતા અા ગંગાના નીર જેવા નિર્મળ અને પતિતપાવન હોય છે, જેમનાં દેવદર્શનનાં આશીવચને સદૈવ અમાઘ હોય છે, જેમની કૃપાદૃષ્ટિ કુમાર્ગે વિહરી રહેલા માનવીઓની દુર્દશા નિહાળી હમેશા અશ્રુ સારે છે, એવા મહાત્માએ જગમ કલ્પવૃક્ષ સમાન હોય છે. આવા પરમ પૂજ્ય, પરમ દયાળુ આપણા સૌના ભાવપ્રાણાહારક આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ મા. વ. ૧૪ બુધવારે સાંજના ૫-૨૫ કલાકે ધંધુકાથી ૭ માઇલ દૂર તગડી ગામમાં અપૂર્વ સમાધિ સાથે કાળધર્મ પામ્યા. —જૈન સેવક (માસિક પત્રિકા ), મુ`બઈ; જાન્યુઆરી, ૧૯૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org