________________
[૭૨]
આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ સાંજે એક ભજનિક ગામમાં નીકળે. એનો કંઠ ખૂબ સૂરીલે હતે. સમિયા એને બોલાવી લાવ્યા. એના હાથમાં ચંગ નામનું વાદ્ય હતું. એ લઈને એણે બે ભજને સંભળાવ્યાં. એ ભજનની એક એક લીટી યાદ રહી છે: “કાયાકા પિંજરા ડોલે, એક શ્વાસકા પંછી બોલે” અને “ઈશ્વરકો દ્રઢ સબ દુનિયા, કોઈ વેદ કોઈ બાનીમેં.”
એના ગયા પછી કેસરિયાજીના સંઘમાં એક હરિજન રાવટીનું ભજન ગાતો હતો, તેને યાદ કર્યો. કહેઃ “એ ખૂબ સરસ ગાતા હતા. એનો કંઠ ખૂબ મીઠા હતા. રાવટીનું ભજન ખૂબ સુંદર હતું.” - બપોરે કેશુભાઈ શેઠ પર તેમના પત્રનો જવાબ લખાવ્યો. સાંજે મારી પાસે એની નકલ કરાવી. આ કાગળમાં એમના હૃદયના ભાવનું સ્વરછ પ્રતિબિંબ પડે છે. આ રહ્યો એ કાગળ :
તમારા સુપુત્ર શ્રી મનુભાઈનું માગશર વદિ બીજની રાત્રે ૧૧-૦૦ વાગે દુઃખદ અવસાન થયું તે જાયું.
“આ સમાચાર આપતાં દુઃખ થાય તે સ્વાભાવિક છે. સમાચાર સાંભળતાં પણ દરેક સહદથી આત્માને દુઃખ થઈ આવે, તે તેમને પ્રેમાળ અને સરળ સ્વભાવ હતો.
તમારા જેવા પૂર્ણ શ્રદ્ધાળુ અને વીતરાગધર્મના પરમ ઉપાસકના ઘરે જન્મ લઈ, અનેક ઉત્તમ સંસ્કાર પામી, તેઓ પોતાના આત્માનું સાધી ગયા છે. - “બાકી, તમારા લખવા પ્રમાણે, તેમની સાથે આ ભવનો સંબંધ છૂટી જાય
છે. જેટલું લેણું હોય તેટલું જ લેવાય છે. : ',' “જાતત્ત્વ દિ ધ્રુવ મૃત્યુ-દ્ધ ધ નરમ મુતી જ !
“ જન્મે છે, તેને સો વર્ષે પણ નિશ્ચયે જવાનું છે; કોઈને પાંચ વર્ષ વહેલું તો કેઈને પાંચ વર્ષ મે ડું. અને જ્યાં સુધી આત્માને વિદેહ કૈવલ્ય થયું નથી, ત્યાં સુધી ફરી ફરી જન્મ લેવાનો છે. અને જન્મ ને મરણ, જેને પરિહાર આપણું તાબામાં નથી, તેમાં કઈ પણ જાતને શેક કરે, તે વિવેકી અને સમજણવંત આત્માને ઉચિત નથી.
આવા પ્રસંગે, તમારા લખવા પ્રમાણે, મોહ અને મમતાથી હર્ષ અને શોકની લાગણી અનુભવાય છે; બાકી હર્ષ અને શોક લાવો મિથ્યા છે, એ સાચું છે.
“તે સ્વર્ગસ્થ આત્માને ચિર શાતિ થાય તેટલું ઇચ્છવું, આપણું કર્તવ્ય છે, તે બરાબર છે. અમે પણ સદ્દગત આત્માને ચિર શાતિ થાઓ, એમ ઈચ્છીએ છીએ, બાકી,
“નવચંમહિમાવાનાં, પ્રવાજે મારા तदादुःखैन लिप्येरन् , नलरामयुधिष्ठिराः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org