SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૧૫] એમની આ ભવ્યતાનું અભિવાદન, અમદાવાદની અને બહારની જનતાએ, એમની જીવનસંધ્યાએ, ૭૮મા વર્ષના મંગળ પ્રારંભ અવસરે, એ ભવ્યતાને છાજતી રીતે કર્યું હતું. સં. ૨૦૩રની શરૂઆતના, કાતક શુદ આઠમથી તેરશ સુધીના, પાંચ દિવસ એમના ૭૮મા જન્મદિવસને અનુલક્ષીને જાયેલા મંગલ કાર્યક્રમ વડે ધન્ય બની ગયા. એ મંગળ કાર્યક્રમ પણ ચિરંજીવ સ્મૃતિ મૂકી ગયા. આ બધું છતાં તેઓ તે નિર્વિકાર-નિર્લેપ જ રહ્યા. તિથિચર્ચા વખતે, ૨૫૦૦માં વર્ષની ઉજવણી વખતે ને અન્ય અનેક પ્રસંગોમાં એમનો વિરોધ થયે, એમની ટીકાનિંદાઓ પણ થઈ એ વખતે એમણે જે નિરપેક્ષ અને નિર્વિકાર વૃત્તિનાં દર્શન કરાવ્યાં હતાં, એવી જ નિર્વિકાર અને નિર્લેપ વૃત્તિનાં દર્શન એમણે પિતાના ગુણાભિવાદનના-પોતાની મહત્તાના ગુણગાનના આ પ્રસંગે પણ કરાવ્યાં હતાં. નિન્દાથી એ દુઃખી ન થતા, એમ સ્તુતિથી ફુલાઈ પણ ન જતા. નહિ તે, ભલભલાને અભિમાની અને આત્મશ્લાઘી બનાવી દે તેવું એ અભિવાદન હતું. પોતાની પ્રશંસા પિતાની સામે જ થતી હોય, ત્યારે પણ અહંથી અલિપ્ત રહી શકે એવી વ્યક્તિ અતિ વિરલ હોય છે. તેઓશ્રી આવી વિરલ વ્યક્તિ હતા, કેમ કે સૂરિસમ્રાટના આશીર્વાદ એમના મન-વચન-કાયાની સાથે એકાકાર થયા હતા. એમની નમ્રતાએ ને સરળતાએ એમનામાં અહંના અસ્તિત્વને નાશ કરી દીધો હતે. એટલે, એ તે આ પ્રસંગે, દરેક ઉત્સવની જેમ, જિનેન્દ્રભક્તિના પૂજા-પૂજનાદિ કાર્યક્રમમાં જ પૂરા ઓતપ્રોત બની ગયા હતા. આ પ્રભુભક્તિ કે પૂજન વગેરે ક્યા નિમિત્ત થાય છે એમાં એમને રસ ન હતા. એમને તે ભગવાનની ભક્તિમાં જ રસ હતે. એ રસથી જ એમણે આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતે. એમની આ નિર્લેપતામાં એમના ભવ્ય વ્યક્તિત્વનાં પુનિત દર્શન થતાં હતાં. આ પછી માગશર મહિનામાં શ્રીસંઘની તથા આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ વગેરેની વિનતિ થતાં તેઓ સાબરમતી પધાર્યા, ત્યાં એ બંને પૂજ્યોએ અંજનશલાકા અને બે નૂતન જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. એમના પ્રતિ જનતાની અવિહડ શ્રદ્ધાના આ પ્રસંગે રોમાંચક દર્શન થયાં. સાબરમતીનાં મંગળ કાર્યોની સમાપ્તિ થતાં પાંજરાપોળ પાછા આવ્યા, એટલે વિહારની તૈયારીઓ થવા લાગી. પાલિતાણા-સિદ્ધાચલજી મહાતીર્થ ઉપર વર્ષો પૂર્વે એમના આપેલા મુહૂર્ત અને માર્ગદર્શનાનુસાર સેંકડે જિનબિંબનું ઉત્થાપન થયેલું હતું. તે જિનબિંબને માટે શેિઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ, ગિરિરાજ ઉપર, જાણે દાદાના દરબારમાં હોય એમ મુખ્ય ટૂંકમાં જ એક ભવ્ય નૂતન જિનમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એની પ્રતિષ્ઠા કરાવવા માટે ત્યાં પધારવાની પેઢીના વહીવટદારે, શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ વગેરેએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy