SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનધિ સંઘનાયક [ua] મહાવીરના ૨૫૦૦મા નિર્વાણોત્સવને બિનસાંપ્રદાયિક વિશિષ્ટ કાર્યક્રમ નક્કી કરીને જાહેર કર્યો હતો. વળી, એ કાર્યક્રમ પૂરેપૂરે બિનસાંપ્રદાયિક હેવા છતાં એમાં જે ધર્મની દૃષ્ટિએ કશે બાધ આવે એ કાર્યક્રમ ન થઈ જાય, એ હેતુથી જૈન સંઘના ચાર સંપ્રદાયના બબે શ્રમણોને સરકારે સમિતિમાં ખાસ સલાહકાર અને અતિથિવિશેષ તરીકે ભાગ લેવાને વિનતિ કરી હતી. એ શ્રમણોએ એ વિનતિ માન્ય કરી, ને સમિતિમાં ભાગ લે શરૂ કર્યો. આમ થતાં, જૈનધર્મના આશય વિરુદ્ધનાં કાર્યક્રમ કે પ્રવૃત્તિ તદ્દન અસંભવિત બની ગયાં. પણ, જેને વિરોધ જ કરે છે, એને કોણ સમજાવી શકે? “દુઃખે પેટ ને ફૂટે માથું” જેવી એમની મનોદશા હતી. એ વચ્ચે પોતાનો વિરોધ વેગીલે ને જોરદાર બનાવ્યા. “હંમેશાં નક્કર કરતાં પોતાને અવાજ બમણો હાય છે” એ કહેવત મુજબ એમના વિરોધના ઢોલે મોટું ધાંધલ મચાવી મૂક્યું, જોકે ચાર-પાંચ સૂત્રધારને બાદ કરતાં બીજા કેઈને આ પ્રવૃત્તિમાં રસ ન હતું, પણ સૂત્રધાર પાસે દુરુપયેચ માટે સર્જાયેલા પ્રચારતંત્રને, શક્તિને, સમય અને આર્થિક સાધન-સામગ્રીઓને ભંડાર હતો. એની સહાયતાથી એમણે મંડળ, દળે ને સભા-સંસ્થાઓનાં સર્જન કર્યા. સંસ્કૃતિના રક્ષણના નામે, આ શાસનપ્રભાવક પ્રવૃત્તિઓને અહંકારપ્રેરિત વિરોધ કર, એ આ બધાંને ઉદ્દેશ હતે. આનું પરિણામ એ આવ્યું કે તપાગચ્છમાં બે ભાગ પડ્યા. એક ભાગ, ઉપર કહ્યું તેમ, વિરોધમાં રાચવા માંડ્યો; જ્યારે બીજો ભાગ, ઉજવણીની તરફેણમાં રહ્યો. આ ભાગની દીર્ધદષ્ટિ કહેતી હતી કે “આપણે વિરોધ કરીશું, તેય સરકાર પિતાના નિર્ણયમાંથી ચલિત નથી થવાની; એ એનું કામ કરવાની જ છે. તે, ઉજવણીમાં સહગ આપીને આપણે એવા પ્રયત્ન કરીએ કે જેથી ધર્મબાધક કેઈ કાર્યો ન જ થાય, અને આપણને લાભ થાય. બીજુ, આ ઉqણુથી આપણને જ ાય છે. ભગવાન મહાવીરસ્વામીના ઉપદેશને સર્વત્ર ફેલાવે થશે, અને એથી જેટલા પણ લેકે ભગવાનના ધર્મમાર્ગને આદર કરશે, એને અનુસરશે, એટલે અંશે ધર્મની પ્રભાવના પણ થશે. આ કાર્ય આપણે જેનેએ કરવાનું છે, તે આપણે કરી શક્તા નથી. અને એ કાર્ય અનાયાસે આ રીતે થઈ રહ્યું છે, તે તેને વિશિષ્ટ રીતે લાભ કેમ ન લે ? એ કાર્યને વધુ ને વધુ વેગ મળે, એવા પ્રયત્નોને બદલે વિરોધ કરવાને શું અર્થ છે ?” આ દીર્ધદષ્ટિ શ્રી વિજયનંદનસૂરિજીની હતી. પણ વિધી. વગને આની દરકાર ન હતી. યેનકેન પ્રકારેણ, સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ટૂંકી દૃષ્ટિના ધ્યેયથી એને આવી લાભકારક વાતો પણ ચલિત ન કરી શકી, એ વર્ગે તે ભારત સરકારની સામે દિલ્હીની હાઈકોર્ટમાં ઉજવણુને વિરોધ કરવા માટે અને ઉજવણીને અટકાવવા માટે ચાર ચાર તે રીટ અરજીઓ પેશ કરી હતી ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy