SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ ગુરુમહારાજની આરાધના કરીને પિતાના ચિત્તની ગાઢ (અજ્ઞાનરૂપી ગ્રંથિઓને શિથિલ બનાવી છે, એવા સજજન પુરુષને આ મેં જેલી ગ્રંથિઓના રહસ્યભૂત તર્ક રસના તરંગોમાં સ્નાન કરવાનો આનંદ પ્રાપ્ત થશે. અર્થાત્ આવા સજજન પુરુષે જ એ ગ્રંથિઓને સમજી શકશે અને એને ઉકેલી પણ શકશે.) એમની આ પુસ્તિકા સામે સામા પક્ષે પુષ્કળ ઊહાપોહ કર્યો. “શ્રી મહાવીરશાસન” માસિકમાં તો એના વિરોધમાં અસભ્ય ભાષાવાળા લેખે પણ સામા પક્ષના આચાર્યાદિએ લખ્યા. એ લેખની કઢંગી યુક્તિઓ, કઢંગા વિચારો અને કઢંગી રજૂઆત જોઈને તેઓને ભારે રમૂજ થઈ. . કેઈએ એમને કહ્યું કે “આ બધાના જવાબ આપો.” ત્યારે કહેઃ “ભાઈ ! આપણે એમને જવાબ આપવાની જરૂર નથી.” પણ, સામા પક્ષના એ લખાણની શિષ્ટ વર્ગમાં ખૂબ માઠી અસર પડી. એ માઠી અસરનું પ્રતિબિમ્બ પાડતાં વૈદ્ય શ્રી મેહનલાલ ચુનીલાલ ધામીએ તા. ૧૬-૭-૭રના જયહિન્દ' પેપરમાં લખ્યું કે : પૂ. આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજાએ “તપાગચ્છ તિથિ પ્રણાલિકા” નામની એક પુસ્તિકા પ્રગટ કરી છે, ત્યારે તેના જવાબરૂપે પન્યાસજી મહારાજ શ્રી રવિવિજયજી ગણિવરે મૂળ પુસ્તિકાને પણ નાની કહેવડાવે એ એક મોટે લેખ પ્રસિદ્ધ કર્યો છે, એટલું જ નહિં પણ, તેઓએ જે આક્ષેપે આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી ઉપર કંઈક કટુ ભાષામાં કર્યા છે તેવા જ આક્ષેપના પોતે પણ અધિકારી છે તે વાત છતી થઈ છે.” - આ પછી તે સંવત્સરી આવી, પંચાસી ટકા વગે મંગળવારની સંવત્સરી કરી. પંદર ટકા જેટલા (બેતિથિમતવાળા) વગે જ સકલ સંઘથી જુદી સોમવારી સંવત્સરી કરી. ભેદ કાયમ રહ્યો. શ્રી નંદનસૂરિજી તે કાયમ કહેતા આવ્યા હતા કે “સરળતા વિના સમાધાન થાય નહિ. વાતોથી શું દહાડા વળે ?” આ વખતે એક નવીનતા એ બની કે સંવત્સરી ગયા પછી પણ સમાધાનની વાટાઘાટે સામા પક્ષે ચાલુ રાખી, એટલું જ નહીં પણ, વધુ જોરદાર બનાવી. સમાધાનની વાટાઘાટે ચલાવવા માટે સેવંતીલાલ ભગાભાઈ નામે એક વ્યક્તિને સામા પક્ષે વિષ્ટિકાર તરીકે ગોઠવી. આ વાટાઘાટોમાં પરંપરાપક્ષના સરળ આગેવાન શ્રાવકે પણ જોડાયા. એમને આ વાતના ભેદનો ખ્યાલ ક્યાંથી હોય ? સેવંતીભાઈ વાટાઘાટ માટે એકતિથિના ઘણે આચાર્યો પાસે જઈ આવ્યા. બધાએ વાત સાંભળી અને વાતો કરી પણ ખરી, પણ છેવટે “નંદનસૂરિ મહારાજને મળોની સૂચના પણ આપી. એ ભાઈ તેઓની પાસે આવ્યા. તેઓની વાત તે સ્પષ્ટ હતી કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy