________________
[૧૦]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ એનું સરળ સમાધાન એમની પાસે તૈયાર જ હોય. એમને જંગમ વિશ્વવિદ્યાલય કહીએ તે અતિશક્તિ નહિ ગણાય. આટલું છતાં, કોઈ માણસ વિજ્ઞાનની કે નવા યુગની નવી વાત એમની પાસે રજૂ કરે, તો ઊંડી જિજ્ઞાસાથી તે સાંભળતાં. સાંભળીને તે પર વિચાર કરીને શાસ્ત્ર સાથે એનો સમન્વય કઈ રીતે શોધી શકાય એ ચિંતનમાં ઊતરી જતા. આ જોઈને અનેકને પ્રેરણું મળતી.
શ્રુતધર હવા સાથે તેઓ ગ્રન્થકાર પણ હતા. એમની વિદ્વત્તા અને સંશોધનની આપસૂઝ એમણે રચેલા સોળ ગ્રંથોમાં પ્રતિબિંબિત છે. પોતાની તંદુરસ્ત વિદ્વત્તાને ને ભવ્ય વિચારશક્તિને લીધે એમણે પોતાની એકેએક કૃતિને સમૃદ્ધ કરી છે.
આ બધું હોવા છતાં લોકપણું અને માનપણથી તેઓ પર હતા. નામ મોહ એમને સર્વદા અસ્પૃશ્ય જ રહ્યો. પિતાનું નામ ક્યાંય ન આવે તેની તેઓ વિશેષ દરકાર રાખતા. સં. ૨૦૩૦માં એમના દીક્ષા-પર્યાયને ૬૦ વર્ષ પૂરાં થતાં હોઈ, તેની સ્મૃતિ કાયમ રહે, એ હેતુથી શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરનો હૌલ એમના નામે કરવાનો વિચાર સૌએ કર્યો. એમને આ વાતની જાણ થતાં એમણે સ્પષ્ટ ના ફરમાવી દીધી. કહેઃ શાસનસમ્રાટનું નામ રાખો, મારું નહિ; મારી સંમતિ નથી.”
શું કરવું? છેવટે સૌએ ભેગા મળીને તેડ કાઢયે કે “શાસનસમ્રાટ જન્મશતાબ્દી સ્મૃતિ નિમિત્તે “શ્રી નેમિનન્દન પ્રવચન હોલ” નામ રાખીએ.” આ વાત એમને જણાવી, ત્યારે સૌના આગ્રહ આગળ લાચાર થઈને હા ભણી.
બોટાદમાંય એવું જ બન્યું. એમના સાંસારિક જ્ઞાતિજનો કહે : “આપના નામનો ઉપાશ્રય બંધાય તો જમીન માટે વિચારીએ.” તેઓ કહેઃ “મારું નામ ન જોઈએ.” છેવટે સંઘે આગ્રહ કરીને નેમિનંદન વિહાર-પૌષધશાળા” નામ રાખવાની હા ભણાવી.
આવા અનેક પ્રસંગો છે, જેમાં એમને ગુણવૈભવ જળાંહળાં કરતે દર્શન દે છે. આ તો માત્ર એનું આછું દર્શન જ સમજવું.
૩૯
વાત્સલ્યસિંધુ પર્વતની ગોદમાં ખળખળ કરતું નાજુક અને નિર્મળ ઝરણું વહે, એમ શ્રી વિજયનંદસૂરિજીના અંતરમાં વાત્સલ્ય વહેતું. એ વાત્સલ્યના અમૃતનું પાન કરવાને જે કોઈને અવસર મળતો, એ ધન્ય બની જતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org