________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૩૯] આ રીતે એમને ગુણાનુરાગ નિબંધ, હાર્દિક અને વાસ્તવલક્ષી હતો.
નિષ્પક્ષતા એમને સર્વોપરી ગુણ હતો. “કેઈની પણ શેહ-શરમ રાખ્યા વિના સૌના અને સંધના હિતમાં જે વાજબી લાગે તે જ ચુકાદ-જવાબ મેળવવો હોય તે નંદનસૂરિ મહારાજ પાસે જવું.” આવી જનસાધારણમાં કહેવત હતી. અને આ જ કારણે દરેક વ્યક્તિ, દરેક નાના-મોટા સંઘ અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પણ વિવાદા
સ્પદ કે શંકાસ્પદ મુદ્દાઓનું–પ્રશ્નોનું નિરાકરણ એમની પાસેથી મેળવવામાં નિરાંત અનુભવતાં. જૈન સંઘની તેઓ ‘સુપ્રીમ કોર્ટ” ગણાતા.
એમનું વ્યક્તિત્વ શાંત, ઓજસ્વી, નિખાલસ અને નિર્ણયાત્મક હતું. સત્ય હતા તો એમની જ. કોઈ પણ પ્રસંગ અથવા પરિસ્થિતિને પૂરેપૂરી રીતે સમજવાં, તેની ઉપયોગિતા કે અનુપયોગિતાને અને તેનાથી થનાર લાભ-હાનિને પોતાની આગવી વિલક્ષણ દીર્ધદષ્ટિ વડે નીરખવી અને તે પછી તેને અંગે ચોક્કસ નિર્ણય લેવો; અને પોતે લીધેલા એ ઉચિત નિર્ણયમાં, ગમે તેવાં વિદને આવે તેપણ, અફર રહેવું, આ એમના સ્વભાવનું બંધારણ હતું.
વર્ષો પૂર્વે પાલિતાણું-ગિરિરાજ ઉપર પેઢીએ પ્રતિમાજી મહારાજનું ઉત્થાપન કર્યું, ત્યારે મુહૂર્ત અને માર્ગદર્શન એમની પાસેથી લીધેલાં. તે પ્રસંગે લોકોએ એમની સામે પ્રબળ વિરોધ ખડે કર્યો, પણ એની સામે પણ તેઓ એટલા જ સુદઢ રહ્યા.
ઔચિત્ય જાળવવાની એમની કુશળતા અદ્દભુત હતી. એમના હાથે કઈ અનુચિત કાર્ય ન થતું. એમના મુખમાંથી અનુચિત શબ્દ ન નીકળતો. જે કાર્ય ક્ષેત્ર-કાળને ઉચિત હોય તે જ તેઓ કરતા. એમની આ ઔચિત્ય-કુશળતાએ એમને સમાજમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી હતી.
સાચાને સાચું, સારાને સારું ને ખોટાને ખોટું કહેતાં તેઓ કદી ન અચકાતા. ગમે તે આપ્તજન હોય, ભક્ત હોય, પણ અનુચિત કે ખોટું કામ કરતો હોય તો તેને, લાગણીમાં જરા પણ ખેંચાયા વિના, પિતાને લાગે તે સ્પષ્ટપણે કહી દેતા. અને એ કહેવાની આવડત પણ એવી કે સામી વ્યક્તિને એથી માઠું લાગવાને બદલે પ્રેમ વધે.
એકતાની ઝંખના એમની રગરગમાં વ્યાપ્ત હતી. એ ઘણીવાર બળાપો કાઢતા ? “જૈનો તો એક થતાં થશે, પણ આ આપણામાં જ બાર ભાઈને તેર ચેકા છે, તે એક થાય તો કેવું સારું ! બધાને વાતે ડાહી ડાહી કરવી છે, પણ સ્વાર્થ છેડે નથી, પછી એકતા કેમ થાય?”
એમનું શ્રુતજ્ઞાન અજોડ હતું, સર્વમુખી જ્ઞાનપ્રતિભા એમણે પ્રાપ્ત કરેલી, ને જીવનના અંત સુધી ટકાવી રાખેલી. ગમે તે શાસ્ત્રની, ગમે તે વિષયની ચર્ચા છેડે, પ્રશ્ન પૂછે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org