________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૯૫] પણ એમની પાસે આવે, તે પણ ખૂબ પ્રેમથી એનું કાર્ય કરી આપે. આવે વખતે કઈ ઉતાવળિયે પૂછી બેસેઃ “સાહેબ ! આ તે આપના વિષે આવું બોલે છે, એને વળી મુહૂર્ત શું જોઈ દેવાનું? ના પાડી દ્યો ને.” ત્યારે કહે : “હાભાઈ! માણસ છે. બોલે, ભલે બોલે. પણ એ અહી તે સારા કામ માટે આવ્યો છે ને ? એ સારા કામમાં એને અનુકૂળતા આપણા તરફથી મળશે, તો એમાં આપણને તો લાભ જ છે ને? અને જે એ સમજુ હશે તે આપોઆપ બોલતો અટકી જશે. પણ ના કહી દેવાથી તો ઊલટો વધુ બોલતે થશે.”
મોટા માણસમાં પોતે કહે તે જ સાચું, એવી દઢ માન્યતા ઘણે ભાગે જોવામાં આવે છે. આવી વૃત્તિ અને માન્યતાથી શ્રી વિજયનંદનસૂરિજી દૂર હતા. બીજી વ્યક્તિનેપોતાનાથી નાનાને પણ–અભિપ્રાય પોતાનાથી વિપરીત હોય, છતાં પણ જો તે ઉચિત હોય તો તેઓ ખૂબ પ્રસન્નતાથી એને આવકારતા; આમ કરવામાં તેઓ નાનમ ન અનુભવતા. ઊલટું, તેઓ લોકોને કહેતા કે “મેં તે આમ કરવા વિચારેલું, પણ એણે આવી સારી વાત મને સુઝાડી.”
જીવન સાથે એકરસ બનેલી સહિષ્ણુતાનું તથા ગુણગ્રાહક દૃષ્ટિનું આ પરિણામ હતું.
એમની વિચાર-સહિષ્ણુતા અમુક વ્યક્તિઓ પર જ સીમિત હતી એવું ન હતું. એ તે વ્યાપક રૂપ ધરીને પરમત-સહિષ્ણુતા અને પરધર્મ-સહિષ્ણુતા સુધી વિસ્તરેલી હતી.
કેટલાક લોકો બીજાના મતની વાતોની ટીકા કે હાંસી કરે, ત્યારે શ્રી વિજયનન્દનસૂરિજી એમાંથી પણ સાર શેધી બતાવતા. અને એમ ન બને ત્યારે પણ, ટીકા કે હાંસીથી તો દૂર જ રહેતા.
એક પ્રસંગ યાદ આવે છે. આચાર્ય તુલસી અમદાવાદ આવનાર હતા. એ અવસરે એક વર્ગ એમની સામે વિરોધનો વંટોળ ઊભું કર્યો. ઉત્તેજક પ્રવચન ને પત્રિકા દ્વારા એમના બહિષ્કારની હિલચાલ આદરી. પિતાના આ કાર્યમાં શ્રી વિજયનંદનસૂરિજીની સંમતિ લેવા અને તેમને એમાં સંડોવવા માટે એ વર્ગ એમની પાસે આવ્યા. ત્યારે એમણે કહ્યું : “ભાઈ ! સહિષ્ણુ બનો. આચાર્ય તુલસી હજી અહીં આવ્યા નથી, જીવદયા કે મૂર્તિપૂજાનું ખંડન થાય એવું કાંઈ હજી બોલ્યા નથી, તે છતાં અત્યારથી એનો વિરોધ શા માટે ? આ વિધથી તે ઊલટે એમને જ પ્રચાર થશે, અને આપણાં સમય-શક્તિ વ્યર્થ બરબાદ થશે.” પણ એ વર્ગ માટે આ સૂચના બહેરા આગળ ગાન સમી નીવડી ! એણે વિરોધનો કાર્યક્રમ જોરશોરથી આગળ વધાર્યો. એનું પરિણામ-એનો અંત-એટલે એ વર્ગની કેવળ હાંસી, એથી વિશેષ કોઈ જ ફળ ન નીપજ્યું !
વૈષ્ણવ, શિવ વગેરે ઈતર ભારતીય ધર્મોનાં ધર્મકાર્યો થતાં સાંભળે કે નજરે પડે, ત્યારે એ કહેતા : “કોઈ ધર્મનું કાર્ય થતું સાંભળીને મને ખૂબ આનંદ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org