________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧] સર્વસમ્મત નિર્ણય કર્યો છે. શ્રી રાજનગરને જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગવછીય શ્રીસંઘ આજથી તે પ્રમાણે વર્તવા જાહેર કરે છે.”
આ ઠરાવ પછી તપાગચ્છ શ્રીસંઘમાં તાત્કાલિક શક્તિ અને નિરાંતનું આનંદમય વાતાવરણ છવાયું. સમગ્ર સંઘમાં એક જ પર્યુષણ અને સંવત્સરી થઈ. આ બાબતને આનંદ વ્યક્ત કરતાં શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી વિજયનંદનસૂરિજીને લખે છે:
ધર્મપસાથે આ વર્ષે આખા સંઘનાં પર્યુષણે એક થયાં એથી ઘણી જ શાંતિ રહી છે એમાં ફરક નથી.”
શેઠ શ્રી કસ્તૂરભાઈએ પણ લખ્યું કે –
આપ સૌ આચાર્ય મહારાજની કૃપા અને ઉદારતાથી સમસ્ત જૈન સંઘે મહાપર્યુષણ પર્વની આરાધના એકચિત્ત ખૂબ આનંદથી કરી અને તેથી જૈન સમાજમાં અનુપમ ખુશાલી વ્યાપી રહી છે.”
૩૫
ઉદારતાનું ઉમદા ઉદાહરણ સકલ સંઘમાં એક સંવત્સરીની આરાધનાની આ વાતે શેઠ કસ્તૂરભાઈને તિથિચર્ચાના પ્રશ્નના ઉકેલની દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. સંવત્સરી પછી તરત જ એમણે બારપવીનો નિવેડો લાવવાના પ્રયાસો શરૂ કર્યા. એ પ્રયાસના પ્રારંભમાં એમણે એ અંગેનું માર્ગદર્શન મેળવવા માટે એક પત્ર શ્રી વિજયનન્દનસૂરિજી પર લખ્યું :
હજુ આપણે બીજા ઘણા કોયડા ઉકેલવાની છે, તે સુલભ રીતે ઉકેલવા સારું તિથિ-આરાધનાના પ્રશ્ન ઉપર એકમત થવું જરૂરી છે. તેમાં આપનો પૂરો અને ઉત્સાહી સાથ મળશે તેમાં મને શંકા નથી. આ પ્રશ્ન ઉપર માર્ગદર્શન આપી આભારી કરશે.”
આ વાતને પુષ્ટિ આપવા માટે શ્રી પુણ્યવિજયજીએ પણ એક પત્ર લખ્યો કે :
“બારપવીના સમાધાન અંગેનું માર્ગદર્શન મેળવવા માટે શેઠશ્રી તેમને પોતાના પત્ર સાથે મોકલી રહ્યા છે. શેઠ ઈચ્છે છે કે બારપર્વ અને સંવત્સરી આદિ અંગે કાયમી એક નિર્ણય થઈ જાય તો એક મોટી સિદ્ધિ જૈન સંઘ માટે થઈ ગણાય, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org