________________
[૧૧૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ - આના પ્રત્યાઘાતમાં સામા પક્ષ તરફથી “મારે એ આશય ન હતો.’–ને એવાં અનેક મંતવ્યો રજૂ થયાં, પણ બંદકી બિગડી જસે નહીં સુધરતી હૈ’વાળે ઘાટ થઈ ગયે! આ પછી તે ડેળાણ વધી ગયું, ઉગ્રતા પણ આવવા લાગી. પરિણામે થોડા જ દિવસોમાં સમેલનને નાટકીય રીતે અંત આવ્યો. બંને પક્ષ અન્ય પર આનો ટેપલ ઓઢાડવા લાગ્યા. પણ, ખરી રીતે તે, સામા પક્ષમાં સરળતાનો નિતાન્ત અભાવ અને એનું કદાગ્રહી માનસ જ આ માટે જવાબદાર ગણવું જોઈએ.
શ્રી વિજયનંદસૂરિજીનું કથન સ્પષ્ટ હતું કે પાકિસ્તાન હિન્દુસ્તાન સાથે સમાધાન કરવાની વાત કરે છે, પણ એ એની વાતો જ કર્યા કરે, ને પોતે દબાવેલી હિંદની જમીને કે મિલકત પર કે છોડે નહિ, તો સમાધાન કઈ રીતે શક્ય બને ? એ રીતે તમે જે નવી આચરણ કરી છે, તે ચર્ચાનો વિષય ન હોઈ શકે. આમ છતાં તમે પહેલા નવી આચરણ છોડી દઈને આપણી શુદ્ધ પ્રણાલિકાનો સ્વીકાર કરી લો, પછી આપણે સાથે બેસીને એની ચર્ચા-વિચારણા અવશ્ય કરીએ, અને એમાં જે સત્ય નીકળે તે આપણે બધાય સ્વીકારીએ.” - ખૂબ સરળતાની ને સમજણની આ વાત હતી, પણ એ સમજમાં આવે એટલી સરળતા સામા પક્ષે ન હતી. એનું પરિણામ સંમેલનના અંતમાં આવ્યું.
સમગ્ર તપાગચ્છની એકતા થાય, એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલી ભારતવર્ષની જેમ જનતાને આને ભારે રંજ થયો.
આ પણ આથી એટલું તો ચોક્કસ થયું કે અશક્ય ભૂમિકાઓ પર કલ્પાયેલી તપાગચ્છીય શ્રમણસંઘની એકતા ન થવા છતાં, શ્રી દેવસૂર તપાગચ્છ સંઘની (એકતિથિ પક્ષની) એકતા જરૂર થઈ. આ સમેલનના પ્રતાપે એ સંઘના તમામ સમુદાયે ખૂબ નિકટમાં આવ્યા; એમનું સંગઠન વિશેષ મજબૂત બન્યું, અને એ સંગઠનને સમેલનના માધ્યમે તેડી પાડવાના સામા પક્ષના પ્રયત્નોને નિષ્ફળતા જ સાંપડી ! આ એકતાના ફળસ્વરૂપે શ્રી દેવસૂર તપાગચ્છ શ્રમણસંધ તરફથી શ્રી વિજયનંદનસૂરિજીના નામનું એક નિર્ણયાત્મક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું. એમાં ત્રણ નિર્ણયે જાહેર કરાયાં ? “(૧) બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કોઈ પણ સોગમાં ન જ કરી શકાય. (૨) સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા શુદિ પાંચમને અખંડ રાખીને જ કરવાની છે. (૩) ચાલુ વર્ષે (સં. ૨૦૧૪) તા. ૧૬-૯૫૮ ને મંગળવારે જ સંવત્સરી કરવાની છે.” - સં. ૨૦૧૪ના આ સમેલનને શિષ્ટ અને સત્ય સમાજના લોકોએ જે સમાજની માટી નિષ્ફળતા ગણું. આજે પણ એ લોકો એને નિષ્ફળતા જ કહે છે. અલબત્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org