________________
મડે મોડે આચાર્ય મહારાજની આવી ગુણવિભૂતિનાં દર્શન કરવાને અવસર મળે તેથી અંતરમાં એક બાજુ અફસ થાય છે, તે બીજી બાજુ આનંદ પણ અનુભવાય છે. અફસોસ એટલા માટે કે, એમને એમના યથાર્થ રૂપમાં પિછાનવાને સુયોગ મળે અને તેઓ સદાને માટે વિદાય થઈ ગયા ! આનંદ એટલા માટે કે, ભલે મોડે મોડે પણ, આવી શ્રમણ શ્રેષ્ઠ વિભૂતિને અલ્પ-સ્વ૫ ઓળખવાની અને એમનો થોડોક પણ વિશ્વાસ અને પ્રેમ સંપાદન કરવાની ધન્ય તક મને મળી. આ સુઅવસર મળવાથી એમના પ્રત્યેની મારી ભક્તિમાં ઘણું વધારે થયો હતો, એ કહેવાની જરૂર નથી. તેઓશ્રી તરફની આવી ઊંડી ભક્તિથી પ્રેરાઈને જ એમની અંતિમ યાત્રામાં સામેલ થવા હું બેટાઈ જઈ પહોંચ્યો હતો. મારા ઉપર પડેલા એમના પ્રભાવને કારણે મને થયા કરતું હતું કે એમની ડીક પણ ભક્તિ કરવાની કોઈક તક મળે તો કેવું સારું !
- અને, જાણે મારી આ ભાવના ફળવાની હોય એમ, એવી એક તક પણ મને મળી ગઈ–પણ તે એમની હયાતીમાં નહીં પણ તેઓશ્રીના કાળધર્મ બાદ! આપણું ધાર્યું કે માગ્યું તો આ સંસારમાં ભાગ્યે જ થવા કે મળવા પામે છે, એમ સમજીને મોડે મોડે પણ આચાર્ય મહારાજ પ્રત્યેની મારી ભક્તિને ચરિતાર્થ કરવાનો જે અવસર મારી સામે ઉપસ્થિત થયો તેને મેં ઉલ્લાસથી વધાવી લીધું. આ અવસર તે, આચાર્ય મહારાજના અંતિમ સંસ્કાર પછી, બેટાદમાં જ, પરમપૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજે આચાર્ય મહારાજનો સ્મારક-ગ્રંથ તૈયાર કરવાની કરેલી વાત અને એ કામની જવાબદારી મને સોંપવાની દર્શાવેલી ઈચ્છા. મેં તો, ભૂખ્યાને ભાવતાં ભેજન મળે એવી હર્ષની લાગણી સાથે, એનો તરત જ સ્વીકાર કર્યો અને કેટલાક વખત પછી કામની શુભ શરૂઆત પણ કરી.
આ સમારક-ગ્રંથ તૈયાર થઈને બહાર પડી રહ્યો છે ત્યારે મારા મનમાં સહજપણે જ એ સવાલ ઊઠે છે કે, આમાં મારે હિસ્સે કેટલું છે ? જવાબ મળે છે કે, સાવ એ છે, નગણ્ય કહી શકાય એટલા મામૂલી ! પણ આ ગ્રંથ તૈયાર કરી આપવાના કામ નિમિત્તે, સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ પ્રત્યેની ભક્તિને વ્યક્ત કરવાને તથા એનો ઉપયોગ કરવાને આટલે થોડોક પણ મોકે મને મળે, એને હું મારું સદ્દભાગ્ય માનું છું, અને એ માટે પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજ તથા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજને અંતરથી આભાર માનું છું.
આ ગ્રંથ આચાર્ય મહારાજના ઉદાત્ત અને પ્રેરક જીવનપરિચયથી તથા એમના પ્રત્યેની ચતુર્વિધ શ્રીસંઘની તથા અનેક સહૃદય વિદ્વાનની ભક્તિનાં લાગણીભીના શબ્દોમાં દર્શન કરાવે એવી લેખસામગ્રીથી તેમ જ આચાર્ય મહારાજની અનેકવિધ પ્રવૃત્તિઓનું તેમ જ તેઓના પ્રસન્ન-ભવ્ય વ્યક્તિત્વનું સુરેખ રૂપમાં દર્શન કરાવતી અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org