________________
બાહોશ આચાર્યરૂપે જ દૂરથી પિછાનો હતો અને દૂર રહ્યો રહ્યો જ, મનમાં, એમના પ્રત્યે આદર તેમ જ અહોભાવની લાગણી ધરાવતો હતો.
એમને બહુ જ નજીકથી જોવા-જાણવાનું અને એમની શક્તિઓ અને એમના સદ્દગુણોનું પ્રભાવશાળી અને આલાદકારી દર્શન કરવાનું તે, તેઓશ્રીના જીવનના છેલ્લાં ત્રણ-ચાર વર્ષ દરમ્યાન જ બન્યું હતું. અને તે મુખ્યત્વે, ભગવાન મહાવીરના પચીસસમા નિર્વાણ-મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણી સામે તથા ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાના આદેશ આપવાની પદ્ધતિ સામે તપગચ્છ સંઘના એક વર્ગે વિરોધનો માટે વંટોળ ઊભું કરવાનો જે આવેશભર્યો પ્રયાસ કર્યો હતો, તેની સામે તેઓએ દાખવેલ દઢતા, દૂરંદેશી, શાણપણ, શાસનપ્રભાવનાની ધગશ, આત્મવિશ્વાસ વગેરે અનેક શક્તિઓ અને ગુણોથી સભર અને શાલિનતાભર્યા વલણને લીધે. એ વખતે શાંતિ, સ્વસ્થતા અને સ્થિરતાપૂર્વક તેઓએ શ્રીસંઘને કેવું ઉપકારક માર્ગદર્શન કરાયું હતું !
ચિત્તને ઉશ્કેરી મૂકે એવા ઝનૂનભર્યા વાતાવરણમાં પણ તેઓએ જે ધ્યેયનિષ્ઠા, એકાગ્રતા અને સમતા તેમ જ સહિષ્ણુતા દાખવી હતી, તે એમની શ્રમણજીવનની જીવનસ્પશી, આદર્શ સાધનાની ગવાહી પૂરતી હતી. એ સમયે મેં બહુ જ નિકટથી અને ખાતરીપૂર્વક જોયું કે, નિર્ભયતા, હિંમત, સાહસિકતા, અનિષ્ટ સામે અણનમ રહેવાની દૃઢતા અને અનિચ્છનીય સ ને પણ સ્થિરપણે સામને કરવાનાં હીર અને ખમીર કેટલા મોટા પ્રમાણમાં એમના જીવન સાથે એકરૂપ બની ગયાં છે! અને એમના પ્રત્યે વિશેષ આદર-ભક્તિ ઉપજાવે એવી બાબત તો એ હતી કે, આ નિર્ભયતા, હિંમત, સાહસિકતા વગેરે એમની શક્તિઓ, કેઈ યુદ્ધના સિનિક જેવી ઉદ્દામ અને આવેશભરી ન હતી, પણ એક આત્મસાધક સંતને શોભે એવી વિવેકશીલતા તથા પ્રશાંત ભાવ જેવા દિવ્ય રસાયણથી રસેલી હતી. તેથી જ, વધારે પડતો વાણીવિલાસ કરવાને બદલે, પ્રત્યક્ષ અને નક્કર કામ કરીને જ, અનિષ્ટનો પ્રતીકાર કરવાનો અને પોતાની શક્તિએને લાભ શ્રીસંઘને સદાય આપતા રહેવાને ઉપકારક સ્વભાવ તેઓમાં સાવ સહજપણે કેળવાઈ ગયો હતો.
અને શ્રમણ જીવનની વિશ્વમૈત્રીગામી સાધનાને બળે એમના વિચાર-વાણી-વર્તનમાં વ્યાપી ગયેલી વત્સલતાની તે જાણે કેઈ સીમા જ ન હતી. એમ કહેવું જોઈએ કે, મધુરતા, પ્રસન્નતા અને વત્સલતા એ એમના સમગ્ર વ્યવહારનો સ્થાયી ગુણ જ બની ગઈ હતી; અથવા એ એમની દીર્ઘકાલીન સંયમ-સાધનાનું સર્વોપકારક નવનીત જ હતું. એમની પોતાની શિષ્યસંપદા મર્યાદિત હોવા છતાં એમની આસપાસ ભક્તિશીલ અને જિજ્ઞાસુ મુનિવરોનું જૂથ સદા જોવા મળતું તે તેઓની આવી હેતાળ મનોવૃત્તિને કારણે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org