SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૦] આ. વિનિનસૂરિ સ્મારકગ્રંથ ધ્યાનમાં જ છે અને દરેકને અમારા ક્ષપશમ પ્રમાણે વિગતવાર ખુલાસો છે, પણ કાગળમાં એ બધા જ ખુલાસા થઈ શકતા નથી. બાકી આ. શ્રી વિજયાનંદસૂરિજી (શ્રી આત્મારામજી મહારાજ), પં. શ્રી ગંભીરવિજયજી ગણિજી મહારાજ, લવારની પળના ઉપાશ્રયવાળા પં. શ્રી પ્રતાપવિજયજી ગણિજી મહારાજ વિગેરે આપણા વડીલો શાસ્ત્ર અને પરંપરાને આધારે જ ચાલનારા હતા, પણ પોતાની કલ્પનાના આધારે ચાલનારા ન હતા. તેઓ બહુશ્રત, ભવભીરુ, અનુભવી અને શ્રી વીતરાગ શાસનના સંપૂર્ણ પ્રેમી હતા. તેઓ શાસ્ત્ર અને પરંપરાને જરા પણ વિરોધ આવે એવું કદી પણ કરે એવું માનવાને કાંઈ પણ કારણ નથી. “શાસ્ત્રાનુસારિ, અવિચ્છિન્ન, સુવિહત પરંપરા પ્રમાણે સેંકડો વર્ષોથી આ એક જ ધોરી માર્ગે ચાલ્યો આવે છે. સં. ૧૫રમાં આ. શ્રી સાગરાનંદસૂરિજીએ જુદી સંધ છરી કરી, તેમજ સં. ૧૯૨-૧૯૩માં આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી, તેમના ગુરુજી, તથા તેમના અનુયાયીઓએ જુદી સંવછરી કરી. બાકી ભારતવર્ષના તમામ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એ ચતુર્વિધ સંઘ આ જ ધોરી માર્ગ ઉપર ચાલ્યો આવે છે. અને અમે પણ શાસ્ત્ર અને પરંપરાએ તે જ ધોરી માર્ગમાં ચાલ્યા જઈએ છીએ. છતાં પણ જ્યારે આ. શ્રી સાગરાનંદસૂરિજી સં. ૧લ્પરની સંવછરી સંબંધી સકલ સંઘથી પોતાની જુદી આચરણા, તથા આ. શ્રી વિ. રામચંદ્રસૂરિજી સં. ૧૯૨- ૧૩ની સંવછરી સંબંધી સકલ સંઘથી પોતાની જુદી આચરણ શાસ્ત્ર અને વિજયદેવસૂરિજીની પરંપરા પ્રમાણે વ્યાજબી છે એમ અમારી રૂબરૂમાં, જાહેર અને મૌખિક રીતે સાબિત કરશે તો અમો પણ અમારા વિચાર છેડવાને તેમ જ મિચ્છા મિ દુક્કડમ્ આપવાને તૈયાર જ છીએ. અને એમાં અમારો કદી પણ આગ્રહ સમજ નહિ. વળી તમેએ લખ્યું કે “ભાવિ સંઘની રક્ષા તથા એકતાને ખાતર અમારી નમ્ર વિનંતિ છે. તો તે સંબંધમાં જાણવું જે સંઘની રક્ષા અને એકતા ભા. શુ. ૫ ના ક્ષયે પાંચમા ક્ષય માનવામાં જ, કે ભા. શુ. ૫ ના ક્ષયે ત્રીજો ક્ષય કરવામાં જ હોય એવું અમને લાગતું નથી. પણ સં. ૧૫ર, ૧૬૧, ૧૯૮૯ પ્રમાણે સકલ શ્રીસંઘે આચરેલ ધોરી માર્ગે ચાલવામાં જ સંઘની એકતા સચવાશે અને તે જ અમોને વ્યાજબી લાગે છે. “તમો એ તમારી જૈન પર્વ તિથિનો ઈતિહાસ” નામની પુસ્તિકામાં પત્ર ૪૪ મે લખ્યું છે કે “સ. ૧૯૬૧માં શ્રી સાગરજી મહારાજે પણ કપડવંજના સંઘની એકતા માટે સંઘને અન્ય પંચાંગ માન્ય રાખવા દીધું હતું કે તે આ વખતે પણ તેઓએ સં. ૧૯૬૧માં કપડવંજની જેમ અન્ય પંચાંગને માન્ય રાખી છઠને ક્ષય કરી સકલ શ્રીસંઘની સાથે ભાદરવા સુદ ૪ મંગળવારે શ્રી સંવછરી કરવી, તે જ અમને વ્યાજબી લાગે છે. અને તો જ સંઘની સાચી એકતા સાચવવાની સાચી ભાવના કહેવાય. તમારે પણ તે જ રીતે પ્રેરણા કરવી, તે જ વ્યાજબી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy