SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મનઃસુખલાલ કીરચંદ મહેતા આ ઉપર્યુક્ત કેવલિ--પ્રણીત ધર્મ સમ્યક્ત્સ્વરુચિ જીવને યથાર્થ પરિણમે છે. એ સમ્યક્ત્વ મુક્તિપુરી-માગના દરવાજો છે; મુક્તિરૂપી પ્રાસાનું પ્રથમ પગથિયું છે; મુક્તિરૂપી સ્ત્રી પરણવાને વેશવાળ સમાન છે. એના પણ એ ભેદ છે: (૧) વ્યવહાર– સમ્યક્ત્વ અને ( ૨ ) નિશ્ચયસમ્યક્ત્વ. સદેવ, સદ્ગુરુ, સદ્ધર્મને જાણી તેનુ ઓળખાણુ કરવું એને ‘વ્યવહારસમ્યકૂ કહે છે, ‘સદેવ' તે રાગ-દ્વેષાદિ અષ્ટાદશ દૂષણ રહિત શ્રી અરિહંત, વીતરાગ, પરમાત્મા, ‘ સદ્ગુરુ' તે નિષ્પરિગ્રહી, નિ:સ્પૃહી અને ‘સદ્ધર્મ” તે અર્જુન્તપ્રણીત દયામય વ્યવહારધર્મ અને આત્મત્વપ્રાપક નિશ્ચયધર્મ-એ ત્રણનુ યથાર્થ એળખાણ કરી તેની ઢ શ્રદ્ધા કરવી એ વ્યવહારસમ્યક્ નિશ્ચયસમ્યક્ત્વનું કારણ છે. . હું દેહાદિ સર્વથી ન્યારા છુ, સભ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર તથા અનત તર્પ અને વીય એ મારા ગુણા છે, હું એ-મય છું, બાકી દેહાર્દિ સર્વ મારાથી ભિન્ન છે તેને હું મારાં માની બેઠે છું, પણ વસ્તુત: મારાં નથી, એવા નિશ્ચય કરી જીવાજીવના ભેદ સમજવા, જડ ચૈતન્યના ભેદ જાણવા એ નિશ્ચયસમ્યક્ત્વ કહેવાય છે. આવા સમ્યક્ત્વ ઉપર રુચિ ધરનાર જ કેવલિ-પ્રણીત ધર્મને યથાર્થ જાણી શકે છે. એવાં સકિતવતનાં ફેટલાંક ભ્રષણા છે. જેમ તન-મનના અપૂર્વ સાંદર્ય થી યુક્ત સદ્ગુણી વિલાસિની ( સ્ત્રી ) ઉત્તમ વસ્ત્રાલંકારથી શૈાલે છે, તેમ એ ભૂષણેાથી સમિતિષ્ટિ જીવાનુ સમ્યક્ત્વ ઝળહળી રહે છે. આ ભૂષણા આઠ છેઃ-(૧) નિઃશંકતા, નિર્ભયપણું ( ૨ ) નિરાકાંક્ષા (૩) નિર્વિતિગિચ્છા ( ૪.) અમૂઢતા ( ૫ ) પરગુણુપ્રકાશન, પરણેાપગ્રહન ( ૬ ) સ્થિરિકરણતા ( ૭ ) સ્વામીવાત્સલ્ય ( ૮ ) પ્રભાવના-આ આઠ ગુણા વિસ્તારભયથી તથા વિષયાંતરદોષથી અત્ર વિસ્તારપૂર્વક સમજાવ્યા નધી. એ આઠમાં સ્વામીવાત્સલ્ય એ એક ભૂષણ છે અને આપણેા વિષય પણ સ્વામીવાત્સલ્યના જ છે. એ સ્વામીવાત્સલ્ય એટલે શું ?-એ યથાર્થ જાણવુ જરૂરનુ છે. શ્રાવક-શ્રાવિકાના સમુદૃાયને એકત્ર ભાજન આપવુ એવા અર્થ હાલ લૌકિક સમજ પ્રમાણે ‘સ્વામીવાત્સલ્ય’ ચા ‘સ્વામીવચ્છળના થઇ રહ્યો છે. નાકારસી કે કોઇ ઠેકાણે ‘ગચ્છ' એવું ઉપનામ પણ એને મળી ચૂકયુ છે, પણ એવા એકાન્ત સાંકડા અર્થને જવા દઇ એ સમિકતના ભૂષણને વિસ્તારપૂર્વક યથાર્થ જાણવુ ઘટે છે. સ્વામીવાત્સલ્યની વ્યાખ્યા કરીએ તે અતિ ઉદારવૃત્તિવાળા મહેાળા રૂપના અર્થ એમાંથી નીકળે છે. સ્વધર્મને પાળનાર, દયામય સર્વજ્ઞ-પ્રણીત ધર્મને આચરનાર અથવા આત્મધર્મમાં રાચનાર એ વસ્તુત: ‘સ્વામી’ભાઇ અથવા ‘સ્વધી ’ભાઇ કહેવાય છે, તેનુ ‘ વાત્સલ્ય” કરવું અર્થાત્ એના ઉપર હરેક પ્રકારે પ્રીતિ દાખવવી, તેની યથાશક્તિ ભક્તિ કરવી, તેના ધર્મસાધનમાં આડાં આવતાં વિન્નો દૂર કરવાં, વિદ્યાસાધને યથાશક્તિ પૂરાં શતાબ્દિ ગ્રંથ ] * ૧૫૫ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy