________________
શ્રી. મેાહનલાલ ભગવાનદાસ ઝવેરી
આથી એમ અનુમાન થાય છે કે દશાવચવી વાક્યપ્રયોગ કરનારા જૈન નૈયાયિકે ન્યાયસૂત્રકાર પૂર્વે થઇ ગયા હતા. સદ્ગત ડૅા. સતીશચંદ્ર વિદ્યાભૂષણનુ એમ કહેવુ છે કે ભગવાન્ ભદ્રમાડુએ કઇ ન્યાયશાસ્ત્રની રચના કરતાં ઉક્તપ્રયાગ કર્યો નથી–એ વાત ઠીક છે, પરંતુ તેમણે દશવૈકાલિક નિયુક્તિમાં ભિન્ન ભિન્ન સ્થળે ન્યાયશાસ્ત્રનુ એવુ તલસ્પશી જ્ઞાન દેખાડયુ છે કે તેમના સમયમાં જૈનન્યાય પદ્ધતિબદ્ધ થયા હતા એવુ અનુમાન થાય છે. વળી ડા. વિદ્યાભૂષણે પોતે જ નોંધ્યું છે કે સૂયગડાંગ નિયુક્તિમાં જૈનન્યાયના મુખ્ય અગ સ્યાદ્વાદની પણ ભગવાન્ ભદ્રમાડુએ સૂચના કરી છે. વાચક પોતે જ સ્વતંત્ર રીતે વિચાર કરી શકે માટે દશવૈકાલિક નિયુક્તિના દશાયવી વાકયપ્રયાગના ઉલ્લેખનુ નીચે અવતરણ કર્યું છે.
ते उ पईन्न वित्ती हेरै विभत्ती विवेक्खपडिसेही । दितो आसंका तप्पेंडसेहो निगमणं च ॥ १३७ ॥
ત્યારપછી એ નિયુક્તિમાં દરેક અવયવનુ ઉદાહરણ આપ્યુ છે.
વળી પંચાવયવી વાક્યપ્રયાગાના પણ તેમણે નિયુક્તિ ગાથા ૫૦ માં ઉલ્લેખ કર્યા છે. વળી નિયુક્તિ ગાથા ૯૨ થી ૧૩૬ માં પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુશુદ્ધિ, ઉદાહરણશુદ્ધિ, ઉપનયશુદ્ધિ તથા નિગમનશુદ્ધિ એવા પાંચ વધુ અવયવા ઉમેરી તેમણે બીજા પ્રકારના દશાવયવી વાક્યપ્રયાગ દર્શાવ્યા છે. હેતુના વ્યાપક, સ્થાપક, વ્યસક તથા લૂષક એવા ચાર પ્રકાર સેાદાહરણ દર્શાવ્યા છે.
अहवावि इमो हेऊ विन्नेओ तत्थिमो चउविअप्पो ।
जावग थावग वंसग लूसग हेउ चउत्थो उ ॥ ८६ ॥ निर्युक्ति
ઉદાહરણના પણ ચિરત તથા કલ્પિત એમ ભેદ પાડી દરેકના આહરણ, તદ્દેશ, તદૃષિ ને ઉપન્યાસ એવા ચાર પ્રકાર કહ્યા છે.
चरिअं च कष्पिअं वा दुविहं तत्तो चव्विहेक्केकं । आहरणे तसे तद्दोसे चेबुवन्ना ॥ ५३ ॥ निर्युक्ति
જ્ઞાનનય તથા ક્રિયાનય તેમજ સર્વનયને પણ નિયુક્તિમાં ઉલ્લેખ છેઃ
Jain Education International
णामि गहियव्वे अगिहियव्वंमि चेव अत्यंमि ।
जइयव्वमेव इइ जो उवएसो सो नओ नामं ॥ १४९ ॥ निर्युक्ति
सव्वेसि पि नयाणं बहुविहवत्तव्वयं निसामेत्ता ।
तं सव्वनयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू ॥ १५० ॥ निर्युक्ति
એ ઉપરથી જૈનન્યાયનું સ્વરૂપ શ્રી ભદ્રબાહુસ્વામીના સમયમાં અંકિત થઇ ચૂકયું હતુ
એમ ઠરે છે.
શતાબ્દિ ગ્રંથ ]
For Private & Personal Use Only
* ૧૪૧ *
www.jainelibrary.org