________________
જૈન ન્યાયની પ્રાચીનતા અને ભારતીય ત્રિશાખિક ન્યાય હવે પ્રશ્ન એ થાય છે કે જે ન્યાયસૂત્રની પૂર્વના યુગમાં તૈયાયિક વિચારણા હતી તે તેમાં જેન નૈયાયિકોને ફાળે છે? હોય તો તેના પુરાવા કેટલા છે? ઉત્તરમાં તેના પુરાવા ઘણું છે. એક તો ન્યાયસૂત્રના ભાગ્યમાં ટંકાયેલું છે. ન્યાયસૂત્રના ભાગકાર વાસ્યાયન ઋષિ પહેલા અધ્યાયના પહેલા પાદના બત્રીશમાં સૂત્ર પર વિવેચન કરતાં લખે છે કે ગૌતમ ઋષિએ ઉક્ત સૂત્રમાં પંચાવયવી વાક્યપ્રયોગ બીજા તૈયાયિકના દશાવયવી વાકયપ્રયોગ સામે પ્રરૂપ્યો છે. વાસ્યાયનઝષિ એ સૂત્ર લઈ આમ વિવેચન કરે છે –
प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनान्यवयवाः ॥ ३२ ॥ दशावयवानेके नैयायिका वाक्ये सञ्चक्षते, जिज्ञासा, संशयः, शक्यप्राप्तिः, प्रयोजनं, संशयव्युदास इति । ते कस्मान्नोच्यन्त इति ? x x x प्रकरणे तु जिज्ञासादयः समर्थाः अवधारणीयापिकाराः । अर्थसाधकाभावात्तु प्रतिज्ञाऽऽदयः साध्यवाक्यस्य भागाः एकदेशाકવચવા શુતિ | રૂ૨ છે –વાચાયન ચાવમાઇ-P. 36 Calcutta Edition,
વાસ્યાયનષિ સૂત્રકારને અનુકૂળ અર્થ કરી કહે છે કે બીજા પાંચ અવયવ અર્થને ઉપકારક છે પરંતુ સાધ્યવાક્યના અંગે તો પ્રતિજ્ઞાદિ પાંચ જ છે.
હવે પ્રશ્ન એ થાય છે કે દશાવયવી વાયDગ કરનારા તૈયાયિકે કોણ હશે ? સદગત ડે. સતીશચંદ્ર વિદ્યાભૂષણ “ભારતીય મધ્યકાલીન ન્યાયનો ઇતિહાસ.History of the Mediaeval School of Indian Logic ) નામના ગ્રંથમાં લખે છે કે- દશવૈકાલિક નિર્યુક્તિમાં શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહ, જે ઈ. સ. પૂર્વે ૪૩૩ થી ૩૫૫ સુધી વિદ્યમાન હતા, તેમણે જેનામતના કેટલાક સિદ્ધાંતનું સત્ય દર્શાવવા દશાવયવી વાક્યનો પ્રયોગ કર્યો છે, પરંતુ તેમને આશય કંઈ ન્યાયશાસ્ત્રની રચનાનો ન હતો. તેમણે પ્રયોજેલા દશ અવયવ આ પ્રમાણે છે -૧ પ્રતિજ્ઞા, ૨ પ્રતિજ્ઞાવિભક્તિ, ૩ હેતુ, ૪ હેતુવિભક્તિ, ૫ વિપક્ષ, ૬ વિપક્ષપ્રનિષેધ, ૭ દષ્ટાંત, ૮ આશંકા, ૯ આશંકાપ્રતિષેધ, ૧૦ નિગમન.
આમાંના આશંકા અને આશંકાપ્રતિષેધનું ન્યાયભાષ્યમાં દર્શાવેલા સંશય અને સંશયબુદાસ સાથે સમીકરણ ચકખી રીતે થઈ શકે છે. શક્ય પ્રાપ્તિ અને પ્રજનને બદલે વિપક્ષપ્રતિષેધ તથા હેતુવિભક્તિ, તથા જિજ્ઞાસાને બદલે પ્રતિજ્ઞાવિભક્તિ-એ મતભેદને અંગે ભિન્ન પ્રયોગ હોય, એથી એટલું ચોક્કસ ઠરે છે કે ન્યાયસૂત્રો રચાયાં ત્યારપહેલાં ન્યાય સંબંધી ઘણો ઊહાપોહ થઈ ચૂક્યો હતો અને ભિન્ન ભિન્ન રીતે દશાવયવી વાક્યપ્રયોગ થતો હતો તેને બદલે ન્યાયસૂત્રકારે પંચાયવી વાકયપ્રયોગ કર્યો. જોકેબીના મત પ્રમાણે ન્યાયભાષાકાર વાસ્યાયનષિ ઈ. સ. ૩૦૦ ની આસપાસ થયા હતા. એટલે એમના વખતમાં જે દશાવયવી વાક્ય જનારાઓએ ફેરફાર કરેલો તે તેમણે ભાગમાં નંબે છે, અર્થાત્ ભદ્રબાહકૃત પ્રગમાં વખત જતાં એટલો ફેરફાર થયે હશે, એમ સહજે અનુમાન થાય છે.
* ૧૪૦ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org